તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનગમતા જીવન માટે સાહસિક નિર્ણયો લો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી બાદ લક્ષ્મીએ 2002માં વિવેક નેગી સાથે લગ્ન કર્યાં. તેઓ દિલ્હીમાં શિક્ષક હતા. સમયાંતરે બંનેએ અનુભવ્યું કે ફક્ત 9000 રૂપિયાની આવકમાં બે પરિવારનું ભરપોષણ કરવું મુશ્કેલ છે. ખાસ કરીને બે પુત્રના જન્મ બાદ. 2007માં તેમણે સરકારની નોકરી છોડવાની હિંમત કરી અને રોહતક જઈને આઇઆઇટી પ્રવેશ માટેની કોચિંગ ક્લાસ શરૂ કર્યા. ત્રણ વિદ્યાર્થીઓ સાથે શરૂઆત કરી અને ચાર વર્ષમાં આ સંખ્યા 70ની થઇ ગઇ. પણ 2011માં અચાનક પરિસ્થિતિ બદલાઇ. વિદ્યાર્થીઓની સંખ્યા અને માર્કસ બંને ઓછા થવા લાગ્યા. કારણ જાણવા માટે તેમણે ઘણા સરવે કર્યા, પણ સમાધાન ન મળ્યું. હવે ઘર અને વાહનની લોનનો હપ્તો ચૂકવવો પણ મુશ્કેલ થઇ રહ્યો હતો, પણ તેમણે ગમે-તેમ ત્રણ વર્ષ કાઢી નાખ્યાં.

2014માં તેમણે એક મોટો નિર્ણય લીધો. લોનના દબાણમાંથી બહાર નીકળવા માટે તેમણે ઘર વેચવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ બે વર્ષ સતત મહેનત કરીને તેમણે વ્યક્તિગત દેવું પણ ઉતારી દીધું. અા વચ્ચે લક્ષ્મીએ છ મહિનાનો ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરીને પોતાને અપગ્રેડ કરી લીધી અને વિવેક પોતાનાં બાળકોને આઇઆઇટી પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કરવાના શરૂ કરી દીધાં. બાળકો ઘણા કલાકો સુધી ગ્રાફિક ડિઝાઇન પર કામ કરતા, પણ અભ્યાસને ઓછો સમય આપતા. બંનેએ ગ્રાફિક ડિઝાઇન શીખ્યું અને  સ્થાનીય અને રાષ્ટ્રીય સ્તર પર ઘણી સ્પર્ધાઓ પણ જીતી. ધીમે-ધીમે બંને સ્ટ્રીટ સ્માર્ટ થઇ ગયા અને પરિતોષે ઇન્ટરનેટ માર્કેટિંગના કામમાં પ્રવેશ કર્યો અને જયેશે ગ્રાફિક ડિઝાઇન ચાલું રાખતા પોતાના અભ્યાસને વધારે નુક્સાન પહોંચાડ્યું.
 
જાન્યુઆરી 2017માં પરિવારે વધુ એક મોટો નિર્ણય લીધો. તેમણે ઘરમાંથી બાળકોનો અભ્યાસ ચાલું રાખતા ગ્રાફિક ડિઝાઇન અને તેના માર્કેટિંગ પર ફોકસ કર્યું. આ બંને ભાઇઓ પાસે આજે 40 નિયમિત ક્લાયન્ટ છે. આ ઉપરાંત સો જેટલા વન-ટાઇમ શૉપર્સ છે. આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે પરિવારે સૌથી મોટો બોલ્ડ નિર્ણય ક્યો છે. આખો પરિવાર દરેક કામ ઓનલાઇન કરે છે, એટલે તેમણે શહેરની ગીચ વસ્તીથી અલગ પ્રકૃતિની સાથે રહેવાનો નિર્ણય લીધો છે. આને માર્ચ 2018માં બંધ કરી દેવામાં આવશે. આખો પરિવાર કમાણી માટે પિથોરાગઢ જશે, જેને નાનું કાશ્મીર પણ કહેવામાં આવે છે.

ફંડા એ છે કે, જીવન એવી રીતે જીવો જેવું તમે જીવવા માગો છો. આના માટે બોલ્ડ નિર્ણય કરવા પડે, તો સમાજની ચિંતા કર્યા વિના લો.
અન્ય સમાચારો પણ છે...