પોતીકાપણું જાળવી રાખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત જેવા ઉત્સવો કદાચ દુનિયામાં બીજે ઉજવાતા હશે. આપણે ત્યાં દરેક ઉત્સવની પાછળ આનંદનો સંદેશ અને અનુશાસનનો ઉદ્દેશ છે. હોળીનો તહેવાર પણ આવો જ છે. પહેલાં તેની વિશેષતા એ હતી કે પાણી અને રંગોના માધ્યમથી લોકો એકબીજા સાથે હળીમળી જતા. ધીમે ધીમે આનું સ્વરૂપ વિકૃત થવા માંડ્યું. પછી આ તહેવારમાં એકબીજાની નિકટતાનો ભાવ અને બોધ જળવાઈ રહ્યો, પરંતુ આગામી વર્ષોમાં કદાચ ધીમે ધીમે આ પણ નહીં રહે.
 
પહેલાં ઉત્સવો દરમિયાન એકબીજાની નજીક આવવાનો અર્થ હતો એકબીજા પ્રત્યે પોતીકાપણાનો ભાવ જન્માવવો. આજકાલ તો લોકો એકબીજાથી દૂર રહેવામાં જ રસ લે છે. એકબીજા પાસેથી શું મેળવી શકાય તેમ છે, એના આધારે સંબંધો બાંધવામાં આવે છે. નિ:સ્વાર્થ સંબંધોને આધાર આપનારા તહેવારોનું સ્વરૂપ જ બદલાઈ ગયું. દૂર થવામાં કંઈ ખોટું નથી, પરંતુ બદલાઈ ન જાઓ. પોતીકાપણું જાળવી રાખવો. હોળીનો તહેવાર એ જ યાદ અપાવે છે કે જ્યારે જ્યારે કોઈ તહેવાર અથવા ઉત્સવનો માહોલ સર્જાય, એ દિવસે પોતાનું મૂળભૂત વ્યક્તિત્વ બહાર લાવો.
અન્ય સમાચારો પણ છે...