નુકસાન એક હકીકત છે અને નફો એક અભિપ્રાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નુકસાન એક હકીકત છે અને નફો એક અભિપ્રાય- મુખ્ય ન્યાયાધીશ એસ.એચ. કાપડિયાના આ ઉચ્ચારણને ૨-જી સ્પેકટ્રમ અને કોલસા ફાળવણીને લગતા કેગ અહેવાલોના સંદર્ભે સરકારને રાહત આપનાર ભલે ગણવામાં આવે પરંતુ તેમણે જે ભાષામાં વાત કરી છે, તેનો આખો સંદર્ભ આર્થિક નીતિ ઘડવાના ક્રમમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃત કરનારો છે. મુખ્ય ન્યાયાધીશે બાબાસાહેબ આંબેડકરને ટાંકીને યાદ અપાવ્યું કે આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી મુશ્કેલીમાં આવી શકે છે. આ સિલસિલામાં તેમણે આ ધારણાને નકારી કાઢતાં જણાવ્યું કે કાયદાના શાસનથી આર્થિક વિકાસમાં અવરોધ આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની હાજરીમાં આપેલા ભાષણમાં કહેવાયેલી આ વાતોનો ગર્ભિત અર્થ એવો છે કે દેશમાં સમૃદ્ધિ અને રોજગાર વધારવા માટે ઊંચો વિકાસદર આવે. સત્તાધારી યુપીએના પ્રિય શબ્દ ‘સમાવેશક’ વિકાસનો ઉલ્લેખ દેશના મુખ્ય ન્યાયાધીશે ભારતીય બંધારણના મૂળ ઉદ્દેશોના સંદર્ભમાં કર્યો છે જે સમયે યુપીએ સરકારને પગલે રોકાણકારો, ખાસ કરીને વિદેશી રોકાણકારોની ચિંતાઓની અસર વધુ જણાઈ રહી છે એ સમયે આ બાબતો ખાસ મહત્વની બની જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યાયતંત્રએ આર્થિક તેમજ નીતિ વિષયક બાબતો નક્કી ન કરવી જોઈએ પણ એ સાથે એવો સ્પષ્ટ સંદેશો પણ આપ્યો કે આર્થિક નીતિઓ એવી ઘડાવી જોઈએ, જેનાથી રોકાણ માત્ર ગ્રાહકોની ઉપયોગી વસ્તુઓના સુવિધાઓના ક્ષેત્રમાં પણ હોય એ સાથે એના થકી એવી ધારણા પણ તૂટવી જોઈએ કે વિકાસનો અર્થ વસ્થિાપન થાય છે. વળી જરૂર કહી શકાય કે આ વિવેકપૂર્ણ સલાહ છે અને સરકારે તેને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. વિશ્વભરમાં આજે મંદીનું તીવ્ર મોજું ફેલાયેલું છે અને તેમાં ભારતમાં આ વખતનું ચોમાસુ પણ નબળું રહ્યું છે એ સ્થિતિમાં સમૃદ્ધિ તો ઠીક રોજગારી જેટલી વધારી શકાશે, એટલી કપરી સ્થિતિનો ઓછો સામનો કરવો પડશે. જોકે રોજગારી વધારવી એ કહેવાય છે એટલું સહેલું નથી. બાકી સર્વ સમાવેશી વિકાસ ઘણી આદર્શ બાબત છે.