મૃત્યુ સાથે જીવનનો અંત આવતો નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જયપુર ફિલ્મ સમારોહ દરમિયાન શર્મિલા ટાગોરને સિનેમામાં તેમનાં યોગદાન બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો છે. તેમનું સન્માન કરવા માટે મંચ પર હેમામાલિની અને પ્રેમચોપડા હાજર હતાં. ત્યાર બાદ અહીં સંગીતા દત્તાની ફિલ્મ ‘લાઈફ ગોઝ ઓન’ની રજૂઆત કરવામાં આવી. આ ફિલ્મની કેન્દ્રીય ભૂમિકા શર્મિલા ટાગોરે ભજવી છે, આથી પ્રસંગની ગરિમા પ્રમાણે ફિલ્મ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શર્મિલા ટાગોરની પુત્રી સોહા ઉપરાંત ગિરીશ કનૉડ અને ઓમપુરી જેવા નિષ્ણાત અભિનેતાઓએ હૃદયસ્પર્શી અભિનય આપ્યો છે. માનવીની કરુણા અને સદ્ગુણ હંમેશાં દર્શકના હૃદયને સ્પશેg છે. ફિલ્મનિર્માણને મૂવઝિ એટલા માટે નથી કહેતા કે તેમાં હરતાં-ફરતાં ફોટા હોય છે કે પ્રોજેકશન રૂમમાં રીલ ફરતી રહે છે. તેને મૂવઝિ એટલા માટે કહેવા છે કે તે પોતાના પ્રભાવથી થિયેટરમાં સ્થિર બેસેલા દર્શકના હૃદયમાં લાગણીઓના તારને ગતિ આપે છે. એટલે કે જે ‘સ્થિર’ છે તે ‘ગતિમાન’ છે.

‘મૃત્યુ જીવનનો અંત નથી’, તે આ ફિલ્મનો મુખ્ય સંદેશો છે. જીવન દરેક પરિસ્થિતિમાં ચાલતું રહે છે, જાણે કે ‘ચાલતાં રહેવું જીવનની કથા છે, અટકી જવું મૃત્યુની નિશાની છે.’ જીવનના વાક્યમાં મૃત્યુ માત્ર અર્ધવિરામ છે, તેને પૂર્ણવિરામ માનવું જોઈએ નહીં. ફિલ્મની શરૂઆતમાં જ સફળ-સમૃદ્ધ ડૉ. ગિરીશ કનૉડનાં પત્ની શર્મિલા અભિનિત પાત્રનું મૃત્યુ થઈ જાય છે. મોતથી પહેલાં તે સંપૂર્ણ ઉત્સાહ સાથે પરિવાર માટે ભોજન બનાવવાની સાથે ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહી છે અને ભારતના વિજય પર ખુશી પણ વ્યક્ત કરી રહી છે, જાણે કે તે જીવનધારામાં સંપૂર્ણ આનંદ સાથે વહી રહી છે. સગાં-સંબંધીઓની રાહ જોવાની હોવાથી અગ્નિસંસ્કાર એક અઠવાડિયા બાદ રાખેલો છે. આ એક અઠવાડિયામાં જોવા મળે છે કે તેની ત્રણેય પુત્રીઓનાં જીવનમાં સંઘર્ષ છે અને તેઓ પોતાની સમસ્યાઓ સાથે ઝઝૂમી રહી છે.
જેમાં મમ્મી સાથે વિતાવેલા દિવસોના અનુભવ જ તેમની સમસ્યાઓ ઉકેલે છે. ડોક્ટર સાહેબે પણ આખું જીવન પોતાના કામમાં ડૂબી જઈને યશ અને નાણાં કમાયાં છે તથા લંડનમાં રહેલાં બંગાળીઓ માટે તેઓ આદર્શ અને પૂજનીય પણ છે. તેઓ સ્વભાવના જીદ્દી અને પોતાના જીવનમૂલ્યો પર અડગ રહેનારી વ્યક્તિ છે.

આ પ્રતિભાશાળી વ્યક્તિએ પોતાનાં નહીં બદલાનારા પૂર્વગ્રહ, પસંદ અને નાપસંદને જીવનના નિયમ બનાવી લીધા છે અને તેની અપેક્ષા છે કે પરિવારના બીજા સભ્યો પણ તેના નિયમો પર ચાલે. જાણે કે તેણે જીવનને દર્દીઓ માટે પોતે લખતા ‘પ્રિસક્રપિ્શન’ની જેમ અડગ માની લીધું છે. શું સ્મિતને સવારની ગોળી કે આંસુને સાંજના સમયે લેવાતી બ્લડપ્રેશરની દવાની જેમ લઈ શકાય? ડોક્ટર સાહેબના બાળપણના મિત્રની ભૂમિકા ઓમપુરીએ ભજવી છે. આ ભૂમિકા કથાના કેન્દ્રબિંદુને સીધી અસર કરે છે. તે સફળતા પાછળ આખું જીવન ભાગતા રહેલાં પોતાના બાળપણના મિત્રને કહે છે કે ડોક્ટર ‘સાહેબ’ હતો, તેની પત્ની ‘અધાઁગિની’ હતી અને તેમની જીવનકથામાં તે માત્ર ‘ગુલામ’ હતો. આ ફિલ્મમાં શર્મિલા અભિનિત પાત્ર અને ઓમપુરીના પાત્ર વચ્ચેના સંબંધની વ્યાખ્યા કરી શકાય એમ નથી. ગિરીશ કનૉડ અભિનિત પાત્ર પોતાની પત્નીના દેહાંત બાદ સમસ્યાઓના વરસાદને પત્નીના સહારા વગર અત્યંત મુશ્કેલીથી સહન કરી શકે છે. આ વિયોગ તેને જીવનમાં લાગણીઓની સાથે જ વ્યવહારિકતાના સંતુલનનું મહત્વ સમજાવે છે. શબદાહ સુધી તે પોતાના ‘પ્રસ્કિ્રીપ્શન’માંથી બહાર આવી જાય છે. એક નેક માણસ, સૌની ભલાઈ ઈચ્છતી વ્યક્તિ મૃત્યુ બાદ પણ જીવનનો માર્ગ દેખાડે છે.

એક્સ્ટ્રા શોટ : શર્મિલા ટાગોરને ગુલઝારની ફિલ્મ ‘મોસમ’ (૧૯૭૫) માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.