તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસો ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા મહાનુભાવોને પણ અકળાવી રહ્યો છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યાય મળવામાં થતો વિલંબ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા મહાનુભાવોને પણ અકળાવી રહ્યો છે, તેનાં નક્કર કારણો છે. જ્યારે પડતર કેસોની સંખ્યા સવા ત્રણ કરોડ જેટલી થઈ હોય તો ચુકાદાઓમાં થતો વિલંબ ન્યાયવ્યવસ્થાની સામે ઊભા થતા તેના પ્રતિષ્ઠાના પ્રશ્નનું અનુમાન સહેલાઈથી થઈ શકે છે. આ સ્થિતિમાં નવા નિમાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ પી.સદાશિવમ્ આ સમસ્યા પ્રત્યે માત્ર સતર્ક જ નથી, પણ તેમના ઉકેલ માટેના તેમની પાસે નક્કર ઉપાયો પણ છે એ વાત ઘણી રાહતરૂપ છે. વાસ્તવિકતા એ છે કે તેમના સૂચવેલા ઉપાયોનો અમલ માત્ર તેમના કે ન્યાયતંત્રના હાથમાં નથી. આ દિશામાં કોઈ પ્રગતિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે સરકાર અને વિધાયિકા (ચૂંટાયેલી પાંખ) સરખી ગંભીરતા દર્શાવીને પોતાની જવાબદારી અદા કરે. અત્યાર સુધી આવા પ્રયાસ નગણ્ય રહ્યાં છે, પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકાર આ મુદ્દે કેટલીક પહેલ કરી રહેલી જણાય છે. જસ્ટિસ સદાશિવમનું સૂચન છે કે સ્ત્રીઓ અને બાળકો સામેના ગુનાઓ માટે જુદી કોટો બનાવવામાં આવે, નગિોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ (ચેક બાઉન્સ થવા સંબંધિત) સાથે જોડાયેલા મામલા માટે સ્પેશિયલ મેજિસ્ટ્રેટ કોટોgની સ્થાપના કરવામાં આવે. કેટલાક ખાસ પ્રકારના (ખાસ કરીને લગ્નજીવનને લગતા વિવાદોવાળા) કેસો માટે સાંજે અને રજાના દિવસે અદાલતો બેસાડી શકાય, પાંચ-દસ જૂના કેસો તારવીને ખાસ અદાલતોને સોંપવામાં આવે, જ્યાં સુનાવણી અને ચુકાદાની સમયમર્યાદા અગાઉથી નક્કી કરેલી હોય. સમાચારો અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા વિચારવિમર્શમાં એવું સૂચન કર્યું છે કે ઉચ્ચતર ન્યાયતંત્રએ તે જજોની સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ, જેઓ સુનાવણી વારંવાર મુલતવી રાખતા હોય છે. તેને માટે કેસોમાં મુદત આપવાનું પ્રમાણ પણ નક્કી કરી શકાય એમ છે. કેન્દ્રીય કાયદામંત્રાલય સુપ્રીમ કોર્ટની સાથે મળીને રાષ્ટ્રીય આંકડાકેન્દ્ર રચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંદર્ભે રાજ્યો પાસેથી વિગતો માગવામાં આવી છે. કેસોના નિકાલમાં વિલંબ થતો હોવાની સમસ્યાના ઉકેલ માટે હવે કંઈક થઈ રહ્યું હોય એવું લાગે છે. પરંતુ મહત્વનો સવાલ એ છે કે શું એને તાિર્કક નિવારણ સુધી પહોંચાડી શકાશે?