તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરમાત્માને પામવા મન સ્વચ્છ રાખો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાણી હંમેશાં ઉપરથી નીચે વહે છે. એવી જ રીતે સારી અથવા ખરાબ બાબતો પણ ઉપરથી નીચે વહે છે. ખરાબ વ્યક્તિ ઉચ્ચ સ્થાને હશે તો તે નીચેવાળાઓમાં સરળતાથી ખરાબ બાબતો પ્રવાહિ‌ત કરશે અને યોગ્ય વ્યક્તિ ઉચ્ચ સ્થાને હશે તો તે સારી બાબતો નીચે સુધી પહોંચાડી શકશે. તેથી ઉચ્ચ પદો પર સારા લોકોએ હોવું જોઈએ.

શ્રીરામે વિભિષણને સાધુ બનવાનો સરળ ઉપાય બતાવ્યો છે. શ્રી રામ કહે છે, 'અભિમાન, આસક્તિ, છળ-કપટનો ત્યાગ કરીને મારી શરણમાં આવનારને હું તુરંત સાધુ સમાન બનાવી દઉં છું.’ અહીં શ્રીરામ કેટલીક મહત્ત્વની વાત કરે છે, જેમ કે, પહેલી, તેમની શરણમાં જવાની તૈયારી રાખવી પડશે.

બીજું, લાલચ, અભિમાન, આસક્તિ જેવા દુર્ગણોનો ત્યાગ કરવો પડશે. આ ઘટના આપણને શિખવાડે છે કે પરમાત્માની નજીક પહોંચવા માટે મનને સ્વચ્છ રાખવું આવશ્યક છે. શરણે આવેલાની જવાબદારી પરમાત્મા પોતે જ ઉઠાવે છે.
-પં. વિજયશંકર મહેતા