અંદરના પ્રકાશને પ્રજ્વલિત રાખો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક વખત એક દૃષ્ટિહીન પોતાના મિત્રને મળવા ગયો

એદિવસોમાં જાપાનમાં રાતના અંધારામાં માર્ગ શોધવા માટે વાંસથી બનેલી ફાનસનો ઉપયોગ થતો હતો. તેમાં પ્રકાશ માટે મીણબત્તીનો ઉપયોગ કરાતો હતો. એક વખત એક દૃષ્ટિહીન પોતાના મિત્રને મળવા ગયો. વાતો વાતોમાં અંધારું થઈ ગયું. તે ઘરે પાછો જવા લાગ્યો તો મિત્રએ તેને ફાનસ આપ્યું. દૃષ્ટિહીને કહ્યું, તું જાણે છે કે હું જોઈ શકતો નથી, પછી ફાનસનું શું કામ છે. મિત્રએ કહ્યું કે, આ ફાનસ એટલા માટે આપું છું કે કોઈ અન્ય વ્યક્તિ તારી સાથે અથડાઈ ન જાય.

દૃષ્ટિહીન વ્યક્તિ હાથમાં ફાનસ લઈને ચાલવા લાગ્યો. કુદરતે બક્ષેલી ઇન્દ્રિ‌યોની શક્તિથી તે માર્ગ શોધતો આગળ વધી રહ્યો હતો. માર્ગમાં આગળ જતાં એક વ્યક્તિ તેની સાથે અથડાઇ. દૃષ્ટિહીને કહ્યું કે, તમને ફાનસ દેખાયું નહીં? પેલાએ કહ્યું, મીણબત્તી તો સળગીને પૂરી થઈ ગઈ છે. આ ઝેન કથા જણાવે છે કે, સાધનાના માર્ગમાં આપણા જેવા દૃષ્ટિહીનોને ગુરુ આધ્યાત્મિક શક્તિનો માર્ગ દેખાડી શકે છે. જોકે આ પ્રકાશને પ્રજ્વલિત રાખવો આપણી જવાબદારી છે.