જીવનમાં શાંતિની શોધ કરતા રહો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈને કોઈ વિચાર તો આપણાં અદર ચાલતા જ હોય છે
આપણે નવરા બેઠા હોઈએ ત્યારે પણ સાવ નવરા હોતા નથી. કોઈને કોઈ વિચાર તો આપણાં અદર ચાલતા જ હોય છે. એવું લાગે છે કે શરીરના અંગ કંઈ કામ કરતા નથી, પરંતુ મન દ્વારા સક્રિયતા જળવાઈ રહે છે. તેમ છતાં જ્યારે આપણે શરીરથી નિષ્ક્રિય હોઈએ, કંઈ જ ન કરતા હોઈએ તો એ વાત પર વિચાર કરજો કે આપણું મન છેલ્લે ક્યારે શાંત રહ્યું હતું. 24 કલાકમાં આ પ્રશ્ન એકથી બે વખત ખુદને જરૂર પૂછો. કેમ કે શાંત મન મગજને પણ રચનાત્મક પરિણામ આપવામાં સહયોગ આપે છે. મગજમાં વિચારો અવ્યવસ્થિત રીતે પ્રવેશતા હોય છે. તેને સિસ્ટમેટિક બનાવવા માટે સમજદારીથી કામ લેવું પડે છે. મન મૌન છે એટલે તમે જિંદગીની દરેક ક્ષણના મોહમાં પડી જાઓ છો. તેને કહેવાય છે વર્તમાનને સંપૂર્ણપણે જીવવું. તમે જેવા વર્તમાનમાં જીવવા લાગો છો, મન આપમેળે જ ઓગળવા લાગે છે. આથી મનને વિચારોથી મુક્ત રાખો અને શાંતિની શોધ કરતા રહો.
પં.વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com