• Gujarati News
  • Keep Doing The Pre preparation In Life Say Pandit Vijay S Mehta

જીવનમાં પૂર્વતૈયારી કરવાનું રાખો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક)

જીવનમાં પૂર્વતૈયારી વગર કોઈ પણ વસ્તુનો પ્રવેશ ન કરવો જોઈએ. જો આપણે ધન, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માગીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ કે આપણો પર એક પરિવાર હોય તો તેના માટે તૈયારી જરૂર કરો. કેમ કે જો તૈયારી નથી તો આપણે અપરિપક્વ રહીશું અને જે બાબતો આપણે જીવનમાં લાવવા માગીએ છીએ કે આવનારી છે તેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીશું નહીં. જેનાથી આપણને સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે તે દુ:ખનું કારણ બની જશે.
પૂર્વતૈયારી વગર જીવનમાં તેનો જ્યારે પણ પ્રવેશ થવા દઈશું, આપણે વિશ્વાસ કરી શકીશું નહીં. આપણે દરેક સ્થિતિમાં શંકામાં ડૂબેલા રહીશું. આથી પહેલા તો આપણે જાતે જ તૈયારી કરવી જોઈએ અને તેના માટે સંકલ્પ લેવો પડે છે. આપણે સંકલ્પ લેવો જોઈએ કે જો આપણા જીવનમાં ધન આવશે તો તેના ઉપયોગ માટે આપણે તૈયાર છીએ.
આપણાં શરીરમાં જે ઈન્દ્રિયો છે તે બહાનું કાઢવામાં ઘણી જ હોંશિયાર હોય છે, પરંતુ જો આપણે તૈયાર રહીશું તો આ ઈન્દ્રિયોને કાબુમાં રાખી શકીશું. આપણાં જીવનમાં જે સ્થિતિ પેદા થઈ રહી છે તેમાં તે દુરુપયોગ કરી શકશે નહીં. જીવનમાં અનેક વિચાર, સ્થિતિઓ, વ્યક્તિ આવે છે અને જે સમયે તે આવશે ત્યારે જરૂરી નથી કે તમે તેનો ઉપયોગ કરી શકો.

જો આપણી તૈયારી સારી હશે તો આપણે સ્ટોક કરવાનું શીખી શકીસું. જેવી રીતે નાણાંનો સદઉપયોગ કરવા માટે આપણે તેને બેન્કમાં ડિપોઝિટ કરીએ છીએ, એવી જ રીતે કેટલાક વિચારો, નિર્ણયો, વ્યક્તિત્વનો સ્ટોક કરવાનું શીખો. જીવનના કોઈ વળાંકે ભવિષ્યમાં તે કામ લાગશે. તૈયારી આનું જ નામ છે. જો તમે તૈયારી નહીં કરી હોય તો તમારી ઈન્દ્રીયો તેનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દેશે.