બાળકોને સમસ્યાથી દૂર રાખો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાળકોને સમસ્યાથી દૂર રાખો
- અપરિપક્વ બાળમાનસ તેને ખોટા સ્વરૂપમાં પોતાના અંદર ઉતારી લે છે.
જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે સ્વજનો સાથે તેને વહેંચવી જોઈએ. ઉચીત પણ છે. મુસિબતના સમયમાં લોકોની પરીક્ષા થઈ જાય છે, પરંતુ કેટલીક સમસ્યાઓને પરિવારમાં બાળકો સામે પ્રગટ ન કરવી જોઈએ. જે સમ્સયાઓ તેમના સામે આવી જાય તો કારણ વગર તેમનાથી છુપાવો નહીં. એ તેમને લાયક હોવાનું જણાવીને તેની માહિતી આપો. ઘરમાં કે કુટુંબમાં મોટેરાંના આંતરિક વિખવાદ, કાયદાકીય ઝઘડા, પરિવારની બદનામીની ઘટનાઓ બાળકો સુધી ન પહોંચવી જોઈએ.
અપરિપક્વ બાળમાનસ તેને ખોટા સ્વરૂપમાં પોતાના અંદર ઉતારી લે છે. માનવીના મનમાં જે-જે ક્ષમતાઓ હોય છે, તેમાં એક ક્ષમતા નિર્માણની છે. તે એવી-એવી વસ્તુ બનાવી લે છે, જે તમે બહાર બનાવી શકતા નથી. આવી સમસ્યાઓ અંગે બાળમાનસ એવી માન્યતા બનાવી બેસે છે જે તેના મનમાં આજીવન સ્થાન ગ્રહણ કરી લે છે.