તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવેરી જળવિવાદ: પાણીની વહેંચણીના મુદ્દે ભડકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દેશો વચ્ચે જળની વહેંચણી બાબતે સંઘર્ષ અને ઘર્ષણ થાય, પરંતુ એક જ દેશનાં બે રાજ્યો વચ્ચે આવું થાય? એ સ્થિતિ ગમે એવી નથી, છતાં ઓળખના રાજકારણની અણીઓ નીકળી હોય ત્યારે બધું જ શક્ય છે. આઝાદી પછી પણ ભાષાનો મુદ્દો પ્રાંતોની રચના, અસ્મિતા અને સંઘર્ષની એક ધરી બન્યો. તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે વધુ એક વાર સળગી ઉઠેલા કાવેરી જળવિવાદમાં પણ રાજ્યોની અસ્મિતાની ધારોએ પણ ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. મૂળ તકરાર જોકે કાવેરી નદીના પાણીની વહેંચણીની છે અને તે એક સદી કરતાં પણ વધારે જૂની છે. તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને પુદુચેરી (જૂનું પોંડિચેરી) એ ચાર રાજ્યોનો કાવેરીના પાણી પર હકદાવો છે. 1990માં સર્વોચ્ચ અદાલતે દરમિયાનગીરી કરીને કાવેરી જળવહેંચણીના વિવાદ અંગે ટ્રિબ્યુનલ રચવાનો આદેશ કેન્દ્ર સરકારને આપ્યો.

કાવેરી વોટર્સ ટ્રિબ્યુનલે લાંબો સમય લીધો અને 16 વર્ષ પછી આખરી ચુકાદો આપ્યો. તેમાં તામિલનાડુને 417 અબજ ઘન ફૂટ અને કર્ણાટકને 270 અબજ ઘનફૂટ પાણીનો જથ્થો ફાળવાયો હતો. ઉપરાંત કેરળને 30 અબજ ઘનફૂટ અને પુદુચેરીને 7 અબજ ઘનફૂટ પાણી આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો, પરંતુ આ મામલો ન્યાયી વહેંચણી કરતાં વધારે લોકલાગણી અને રાજ્યો વચ્ચેની હૂંસાતૂંસીનો બની ચૂક્યો હતો. એટલે બન્ને રાજ્યોએ ચૂકાદા સામે રીવ્યુ પિટીશન કરી.
પાંચ વર્ષ પછી કાવેરી રીવર ઓથોરિટીના વડા તરીકે વડાપ્રધાન ડો.મનમોહન સિંઘે કર્ણાટક સરકારને રોજનું 9 હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો. પાણીની વહેંચણી અંગે કર્ણાટક સરકાર ઉત્સાહી ન હતી. પાણી તામિલનાડુને આપવાનું થાય એટલે કર્ણાટકમાં લોકલાગણી ભડકી ઉઠતી હતી. કર્ણાટકની સરકારો પણ આ પ્રકારની લોકલાગણીને ભાવ આપતી હતી. તેના કારણે ટ્રિબ્યુનલના સ્પષ્ટ આદેશો છતાં પાણીની વહેંચણીનો વિવાદ ચાલુ રહ્યો. તામિલનાડુએ પોતાના હકનું પાણી મેળવવા માટે કર્ણાટક સામે અદાલતના આદેશના અનાદરનો કેસ કર્યો.

આ કેસ પર ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે કર્ણાટકને દસ દિવસ સુધી રોજનું 15 હજાર ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. પંરતુ કર્ણાટકનાં કેટલાંક જૂથોની એવી દલીલ છે કે તેમના રાજ્યમાં ફક્ત પોતાની જરૂરિયાત પૂરતું જ પાણી છે. સર્વોચ્ચ અદાલતમાં તાત્કાલિક ધોરણે હાથ ધરાયેલી આ ચુકાદા પરની સુનાવણીમાં કર્ણાટક સરકારે એવી રજૂઆત કરી કે તામિલનાડુને પાણીની કશી આપદા નથી. સર્વોચ્ચ અદાલતે અગાઉના ચુકાદામાં ફેરફાર કરીને દસ દિવસ સુધી રોજનું 15 હજાર નહીં, પણ 12 હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્ણાટકને કર્યો. સાથોસાથ, કર્ણાટકને ઠપકો આપતાં કહ્યું કે એક વાર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવી જાય, પછી તે વહીવટી તંત્ર અને નાગરિકો બન્ને માટે બંધનકર્તા છે. તેના વિરોધમાં લોકો કાયદો હાથમાં લઇ શકે નહીં.

રાજકીય પક્ષો પોતપોતાની ખિચડી પકાવવા માટે કાયદો હાથમાં લેનારા લોકોને પ્રોત્સાહન આપે અથવા તેમના પ્રત્યે (લોકલાગણીના કે બીજાં બહાનાં હેઠળ) આંખ આડા કાન કરે ત્યારે છેવટે રાજ્યનું અહિત થાય છે. કારણ કે એક વાર પડેલી ટોળાશાહીની આદત છોડાવવાનું અઘરું પડે છે. કર્ણાટકને તેનો અનુભવ થઇ રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો