કથા મહામૂલા કાશ્મીરી કેસરની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રીક કવિ હોમરે કહ્યું છે (9મી સદીમાં) કે ‘તમારે ઘરે મહેમાનગતિ ચાખી ગયેલો પરોણો કદી તમારી મહેમાનગતિ અને તેને તમે દુ:ખમાં દિલાસો આપો તે ભૂલશે નહીં. એક જમાનો હતો જ્યારે મહેમાનો સપ્તાહ નહીં પણ મહિનો-મહિનો રહી જતો. આજે એ જમાનો રહ્યો નથી, પણ માત્ર અહીં લખવું છે તે જુદું છે. પહેલાં મહેમાન આવતા ત્યારે કેસરયુક્ત વાનગી જમાડાતી. કેસર નાખીને દૂધ ઉકાળાતું.

 

આજે શુદ્ધ કેસર દુર્લભ થઈ ગયું છે. મારા મિત્ર સરોજ રમેશ ઓસ્ટ્રેલિયાથી કેસર લાવ્યા છે તે અસલ સ્પેનનું છે. ખરેખર તો ચોખ્ખુ કેસર કાશ્મીરથી જ આવતંુ. 80 ટકા કેસર હજી કાશ્મીરથી આવે છે. સ્પેનનું કેસ ક્વૉલિટીમાં બરાબર હોય છે પણ સ્પેનનું ચોખ્ખું કેસર મળતું નથી. કૃત્રિમ રંગોની શોધ નહોતી થઈ ત્યારે ગાલીચા અને કપડાંને રંગવા માટે ક્યાંક પ્રાણીઓનું લોહી વપરાતું. કેટલાક ઈરાની વિસ્તારોમાં ગાલીચાને લાલ રંગ આપવા માટે છોડનાં મૂળિયાનો રસ વપરાતો, બહુ મોંઘા ગાલીચાને કેસરીયો રંગ આપવા માટે જ શુદ્ધ કેસર વપરાતું.

 

દાડમની છાલનો રસ અને દ્રાક્ષનાં પાંદડાંનો રસ પણ વપરાતો. જોકે, કેસર ઘૂંટીને જે રંગ ગાલીચાને અપાતો તે ટકાઉ રહેતો, પરંતુ હવે એ કેસર દુર્લભ અને મોંઘુ બની ગયું છે. સોનાના ભાવ 10 ગણા થઈ ગયા છે. તો કેસર સોના કરતાં ભાવમાં વધુ વેગથી વધ્યું છે. વર્ષો પહેલાં એક તોલા કેસરના ભાવ સ્પેન કે કાશ્મીરમાં દસ રૂપિયા હતા, પણ હવે કેસરના ભાવ ખૂબ વધી ગયા છે.


શહેનશાહ જહાંગીરના સમયમાં ભારતમાં તદ્દન સસ્તા ભાવે મળતા કેસરના પાણીથી શહેનશાહ નહાતા. ગ્રીસના સભાખંડોમાં (પાર્લામેન્ટમાં) કેસરના પાણીનો છંટકાવ થતો. રોમન બાદશાહોના સ્નાનાગારમાં કેસરના તાંતણા ઓગાળીને નખાતા.


આરબ લોકો ‘બિચારા’ કેસરનું કેવું અવમાન કરે છે કે ઘણા સ્થળે નોનવેજ ખાનારા મચ્છીભાતમાં પણ કેસર નાખીને તે જમે છે. આજે પણ મુંબઈ-અમદાવાદની હોટેલમાં આવા કેસરીયા ભાત મળે છે. કેસર એક અલ્ટિમેટ લક્ઝરી ગણાય છે. ભાવનગરમાં ખારને ઝાંપે મોહમ્મદભાઈ ઘાંચી દેશી ઢબના લાકડાના સંચામાં બનાવેલી ચોખ્ખા દૂધ, સાકર અને કેસરની આઇસક્રીમ બનાવીને ખવડાવતા.


બહુ જૂના સમયમાં માત્ર કાશ્મીર અને ઈરાનમાં જ કેસર પાકતું. આરબો સ્પેન ગયા ત્યાં કેસરની ખેતી કરવા માંડ્યા. કેસરની ટેવ કે વ્યસન અમુક ઉચ્ચાધિકારીને એટલી બધી પડી ગઈ કે કેસરના સેવનની ટેવ વાળા સોના ભારોભાર કેસર ખરીદતા. આજે મુંબઈમાં પણ આટલું કેસર દુર્લભ નથી. કેસર મોંઘું એટલા માટે છે કે 75,000 જેટલા કેસરનાં ફૂલના ડોડવામાંથી માત્ર અડધો કિલો કે તેનાથી પણ ઓછું કેસર મળે છે. આપણા કાશ્મીરના મધની ક્વૉલિટી ઘટતી જાય છે. તમારો કોઈ મિત્ર પરદેશ જતો હોય તો સ્પેનનું કેસર મંગાવજો. ચા અગર કોઈ પણ પેય કે ખાદ્ય વસ્તુ શરીરની અંદર નુકસાન કરે તેને કેસર હટાવી દે છે.


આરબ દેશોના વડાઓ કેસરનો ઉપયોગ કામાગ્નિ પ્રદીપ્ત કરવા માટે વાપરતા, હજી વાપરે છે. કેસરની નિકાસ પર મુકાતા પ્રતિબંધો માત્ર નામના બની રહે છે. કાશ્મીરનાં શુદ્ધ કેસર વગર વિદેશ વૈદો, હકીમોને ચાલતું નથી. સ્વાદિષ્ટ અને દેખાવડો પુલાવ કેસર વગર મજા આપતો નથી. અંધેરીમાં (મુંબઈ) એક રેસ્ટોરાંવાળો જે કાશ્મીર સાથે સંબંધ ધરાવે છે તેણે રેસ્ટોરાંનું નામ ‘સેફ્રોન’ પાડ્યું છે. ઘણા માને છે કે યોગ્ય વૈદ્યની નજર હેઠળ કેસર વાપરો તો તે કેન્સરનો ચોટડૂક ઈલાજ છે.


આજના ડોક્ટરોએ ડિપ્રેશનનો મોટો રોગ બનાવી દીધો છે. સુમતિ ધર્મેન્દુએ ‘સેફ્રોન એન એન્ટિડિપ્રેસન્ટ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. વૈદ્યો તો કેસરના બે મોંઢે વખાણ કરે છે. કેસરને વીર્યવર્ધક, આયુષ્યવર્ધક, પ્રાણવર્ધક, આંખને તેજ આપનારું અને મનબુદ્ધિને મજબૂત કરનારું ગણ્યું છે. વૈદ્ય પંકજ નરમ કહે છે કે ગાયના ઘી, લવિંગ, તજ અને જાયફળના ભૂકાને કેસર સાથે લેવાથી રામબાણ ઔષધ બને છે. તેઓ કહે છે કે કેસર એક જાતનું નર્વ ટોનિક છે. હૃદય અને લોહીની નસોની અડચણો દૂર કરે છે.


કેસર જગતના સૌથી મોંઘા મસાલા પૈકી એક છે અને તેની પ્રથમ ગ્રીસમાં ખેતી થયેલી. ધીરે ધીરે ત્યાંથી આફ્રિકા, ઉત્તર અમેરિકા અને ભારત આવ્યું. પણ ખરેખર તો ભારતમાં જ 5000 વર્ષ પૂર્વેથી કેસર પાકતું આવ્યું છે. કાશ્મીરથી કેસર મંગાવો તો મોગરા કે ‘લચ્છા’ નામ કહીને કેસર મંગાવજો.


ઈરાન અને કાશ્મીરમાં જે બહેનો કેસરનાં ફૂલ ચૂંટે છે, તેમાં 150 જેટલાં કેસરનાં ફૂલ માત્ર 1 ગ્રામ જેટલું સૂકું કેસર આપે છે. ઈરાનની સરકારને કેસરની કમાણી હજી દૂઝે છે. બધું જ કેસર ઈરાન મોંઘા ભાવે વેચી દે છે. પણ ઈરાનનું કેસર દુર્લભ કે મોંઘુ હોવાથી વૈદ્યોનું ધ્યાન અફઘાન- કેસર પર જ હોય છે.

 

પશ્ચિમના અને યુરોપના દેશોને કેસરની ઔષધીય જરૂર લાગે ત્યારે શરૂમાં 1974 કેસરના ભાવ એક કિલોના 2200 ડોલર હતા આજે કેસરની પ્લાસ્ટિકની બોટલમાં માત્ર 0.06 ઔંસ કેસર હોય છે, તેના ભાવ અનેક ગણા વધી ગયા છે. એક રતલ કેસરમાં 70 હજારથી 2 લાખ તાંતણા હોય છે. કેસરની શુદ્ધતા ચકાસાવીને સવારે 10-12 તાંતણા ચામાં નાખીને સ્વાદિષ્ટ ચા પીઓ. તેનાથી શરીરન તંદુરસ્તીને પણ ફાયદો થશે અને નુકસાન કરનારી ચા ફાયદો કરશે.

અન્ય સમાચારો પણ છે...