તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારું નસીબ તમારા હાથમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ધ  આર્ટ ઑફ વર્લ્ડલી વિઝ્ડમ’ નામના પુસ્તકમાં મહાન ફિલસૂફ આલ્ટાઝાર ગ્રેસિયને સોય ઝાટકીને કહ્યું છે કે પુરુષ બહુ જ નસીબ ઉપર અવલંબે છે અને જ્યારે સારા ગ્રહો હોય ત્યારે જ જોઈએ તેવું સાહસ સંભાળીને કરવા પુરુષ તરીકે ઝંપલાવે છે, પણ કે યુવાન હો ત્યારે કરવા હોય એટલા ઉધામા કરી લેજો.

 

યાદ રાખજો કે નસીબ હંમેશાં બોલ્ડ હાર્ટવાળાની ફેવરમાં હોય છે. એમ ઓફોકલ્સ નામના બીજા ફિલસૂફ કહે છે. એટલે ડાહ્યા થવા કરતાં નસીબદાર થવું તે વધુ સારું છે તેમ વેબસ્ટર ડિક્શનરીના પ્રકાશક જ્હોન વેબસ્ટરે કહ્યું હતું. જોકે વિદ્વાનોએ તો નસીબ કે કમનસીબ વિશે ભૂતકાળ બહુ જ ડહાપણ ડહોળીને આજની નવી પ્રજાને જેને માત્ર પુરુષાર્થ ઉપર જ વિશ્વાસ છે તેને નસીબમાં ન માનવુ તે વધુ બુદ્ધિમંત લાગતું.


આજના બુદ્ધિમંતોએ તેમના આત્મવિશ્વાસને પડકાર કરે, તેમ તા. 17-1- 17ના રોજ ‘ગાર્ડિયન’ અખબારના લેખક એલાઈસ રોબર્ટર લખે છે કે શું હવે વિજ્ઞાનીઓ પણ ‘નસીબ’માં માનવા માંડ્યા છે. ખાસ કરીને કેન્સરના દર્દીઓ જે ઘણી દવા કરાવવા છતાં મરી જાય છે, જ્યારે અમુક દર્દીઓ ઓછી દવા કે વગર દવાએ સારા થાય છે તેવા દાખલા ટાંકીને જ આ નસીબ- કમનસીબની ચર્ચા કરી છે અને તેમા ઊંડા ભૂતકાળની બ્રહ્માંડની ઘટનાઓને પણ આવરી લીધી છે. પૃથ્વીનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે વિરાટ કદના ડાયનાસોર પ્રાણીઓ ખતમ થઈ ગયા હતા.


તમે પોતે શું માનો છો, તમારા જીવનમાં ચાન્સ અગર લક કેવો ભાગ ભજવે છે? તમે જ્યારે તમારા જીવનનો ભૂતકાળ જોશો અને તમારી કારકિર્દી, ધંધો, લગ્નજીવન વગેરેને તપાસશો ત્યારે ચોક્કસ આશ્ચર્ય થશે. મહદંશે પ્રારબ્ધે તમારા જીવનમાં મોટો ભાગ ભજવ્યો હશે. જરૂર તમે અમુક પસંદગીઓ કરી હશે. પણ એ પસંદગી પણ તમને તમારી લાગે છે પણ તેમાંય વિધાતાનો જ રોલ હોય છે.
ફ્રેન્ચ બાયોલોજિસ્ટ તો નૃવંશશાસ્ત્રી ડાર્વિનને ટાંકીને કહે છે કે હવે અમારી બાયોલોજીમાં પણ ચાન્સને ખૂબ સ્થાન છે અને અમને ડાર્વિનનો ટેકો છે. પોતાનો દાખલો આપીને લંડનના ઓબ્ઝર્વર મેગેઝિનની પત્રકાર કહે છે કે ‘જો મારા બોસે 1998માં લેકચરશિપમાંથી રાજીનામું આપ્યું ન હોત, તો હું કદી લેકચરર થાત નહીં. મોટા મોટા ડાયનોસોર નષ્ટ થયા એટલે નાનાં પ્રાણીઓ વિકસ્યાં અને એવી જ રીતે વિવિધતામાં માનવ વિકસ્યા ન હોત. તમને ખબર છે? માનવનો જન્મ પણ ચાન્સથી બને છે. ફ્રેન્ચ બાયોલોજિસ્ટ ડૉ. એલન યેવ કહે છે કે અમુક બાયોલોજિકલ ઘટના માત્ર નસીબજોગે બની જાય છે- તે બની જાય છે. જેમ માનવ વિકાસમાં આ ચાન્સનો મોટો હિસ્સો છે તેવી જ રીતે આપણા સ્વાસ્થ્ય માટે પણ ચાન્સ ભાગ ભજવે છે.


મારી વાત કરું, તો ઝાંઝમેર ગામે સણોસરામાં સર્વોદય સંમેલન ભરાયું હતું. મને વિનોબા ભાવેના જીવન અને કથનમાં કોઈ જ શ્રદ્ધા નહોતી, પણ સણોસરામાં મારે ત્યાંનું વિદ્યાલય અને ગોશાળા જોવી હતી એટલે સર્વોદય સંમેલનને બહાને જેમતેમ બસની ટિકિટની વ્યવસ્થા કરીને છ દાયકા પહેલાં સણોસરા ગયો. ત્યાં જુદા જુદા સ્ટોલ હતા. તેમાં કુદરતી ઉપચાર અને ઉપવાસનું સાહિત્ય રાખ્યુ હતું. ડૉ. એચ.એમ. શેલ્ટન નામના હૃદયરોગના સ્પેશિયલિસ્ટનું પુસ્તક ‘યુ કેન હીલ યોર હાર્ટ નેચરલી’ નામનું પુસ્તક મેં જોયું. મને જિંદગીનો રાહ મળી ગયો. તે ઉપરાંત પ્રોફેસર આર્નોલ્ડનું ડાયેટ હીલિંગને લગતું પુસ્તક જોયું. તેમાં તેલ, ઘી અને દૂધ મલાઈ ખાવાની સખત મનાઈ હતી. પ્રોફેસર જ્હોન યુડકીનનું ખાંડ વિરુદ્ધનું ઝનૂની પુસ્તક ‘પ્યોર વ્હાઈટ એન્ડ ડેડલી’ જોયું.


આપણે થોડીક આડી વાતે ચઢી ગયા. પણ જો બાયચાન્સ હું વિનોબા પ્રત્યે કોઈ ભક્તિ નહોતી છતાં સણોસરોનું જોવા માટે નહીં ગયો હોત તો મારો જૂનો મરડો ક્યારેય દૂર થયો ન હોત. એલાઈસ રોબર્ટ્સે કહ્યું છે કે ‘ચાન્સ ઓલ્સો પ્લેય્ઝ અ રોલ ઇન હેલ્થ એન્ડ ડિસીઝ’એ વિધાન 100 ટકા સાચું છે. એલાઈસ રોબર્ટ્સ કહે છે તે વાત માનવી હોય તો માનજો કે આખું જીવન એક ભાગ્યચક્ર જેવું છે. તાજેતરમાં અમેરિકા અને યુરોપના તમામ મેગેઝિનોમાં ખબર આવ્યા હતા કે ‘બે તૃતીયાંશ જેટલા કેન્સરના દર્દીઓના મોત બેડલકને કારણે જ થાય છે. ઈંગ્લૅન્ડના ડૉ. ડેવિડ કોલોકુહોને પણ કહ્યું છે કે રોગને સારો કરવામાં ભાગ્ય મોટો ભાગ ભજવે છે.


લક બાય ચાન્સમાં એટલી હદે મનાય છે કે દૂધ બગડી ન જાય તે મારે પેશ્ચુરાઇઝેશનની પદ્ધતિ શોધનાર ફ્રેંચ સાયન્ટિસ્ટ લૂઈ પાશ્ચર પણ માનતા હતા કે તેને આ પદ્ધતિ-દૂધને સખત ઉકાળીને તુરંત ઠારી દેવાની પદ્ધતિ નસીબજોગે જ મળી હતી. એવી જ રીતે કેન્સરના કારણનું સંશોધન કરતા વિજ્ઞાનીઓને તારણ મળ્યું છે કે 31 પ્રકારના કેન્સરમાંથી 22 પ્રકારમાં ટાઈપના કેન્સર કામનસીબીથી થાય છે.


અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેન અને હાલના અબજપતિ વોરન બફેટ પણ લક- ફેક્ટરમાં માનતા હતા. ડૉ. રિચાર્ડ વાઈઝમેને મે-જૂન, 2013માં એક લેખ ‘કમિટી ફોર સાયન્ટિફિક ઈન્વેસ્ટિગેશન ઓફ ક્લેઈમ્સ ઓફ પેરાનોર્મલ’ વિષય પર લખ્યો હતો. તેમાં લખેલુ કે 10 વર્ષના સાયન્ટિફિક સ્ટડીમાં માલૂમ પડ્યું છે કે લોકો જ પોતાનું સારું નરસું નસીબ બનાવે છે એટલે ‘હું કમનસીબ છું’ તેમ સતત બોલ્યા ન કરો.

અન્ય સમાચારો પણ છે...