કંગના રનૌટ: જલસાઘર પર ફેંકાયેલો પથ્થર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ ઉદ્યોગના સફળ લોકોએ પોતાનું એક જલસાઘર રચ્યું છે, જેમાં તેમણે પ્રાપ્ત કરેલી પ્રસિદ્ધિ સતત નૃત્ય કરતી રહે છે અને સંભવત: દરેક ક્ષેત્રમાં સફળ લોકોની જમાત એ જ કરે છે. આ રીતે જીવન અને સંસાર બે ભાગમાં વહેંચાઈ ગયું છે-જલસાઘર અને તેની અંદર આવવા માટે પ્રતિબંધિત પ્રજા. આ જલસાઘરના તમામ દરવાજા પ્રજા માટે બંધ છે, પરંતુ ન જાણે કેમ એક બારી અડધી ખૂલ્લી રહી ગઈ છે, જેમાંથી પ્રજા તાંક-જાક કરી રહી છે. કરણ જોહર ઉદ્યોગના ભદ્દા તેમજ અશ્લીલ જલસાઘરના પ્રતિક બની ગયા છે અને દર્શકની ‘ક્વીન’ કંગના રનૌટ એ પત્થર જેવી છે, જે શ્યામ બેનેગલની ફિલ્મ ‘અંકુર’ના અંતિમ દૃશ્યના બાળક દ્વારા જલસાઘર પર ફેંકાયો હતો.
 
વિશાલ ભારદ્વાજની કંગના રનૌટ અભિનીત ‘રંગૂન’ તદ્દન નિષ્ફળ ફિલ્મ છે, તો કંગના વિરોધી કેમ્પમાંથી અવાજ આવી રહ્યો છે કે કંગના પોતાને ફિલ્મની સફળતાનો આધાર માને છે, તો હવે ‘રંગૂન’ની નિષ્ફળતાને પણ અપનાવે. સત્ય એ છે કે કંગના રનૌટ અભિનીત ફિલ્મ જોવા માટે દર્શક કંગનાના કારણે જ જાય છે, માટે તે ખરેખર ફિલ્મની નાયક જ મનાશે. ‘રંગૂન’ના સૈફ તેમજ શાહિદે તો ઢગલો નિષ્ફળ ફિલ્મો કરી છે. તેમના સપાટ, ચિકણા ચહેરાઓ પર ક્યારેય ભાવ નથી દેખાતા. કંગના રનૌટની બહેન રંગોલીના ચહેરા પર કોઈ અસમાજિક તત્ત્વે એસિડ ફેંક્યુ હતું અને તે સારવાર બાદ તંદુરસ્ત થઈ ગઈ છે.
 
 રંગોલી સુખી દાંપત્ય જીવન જીવી રહી છે અને થોડા સમય માટે તેણે કંગના રનોટનું કામ પણ સંભાળ્યું હતું. આજે કંગનાને લાગે છે કે તેની બહેન રંગોલીને ફરીથી તેના બિઝનેસ મેનેજરની ભૂમિકા ભજવવી જોઈએ. બંને બહેનો મળીને એક મજબૂત સંસ્થા બનાવે છે તથા ફિલ્મ ઉદ્યોગના જલસાઘરમાં તેના માટે આ જરૂરી પણ છે. હજુ સુધી કંગનાએ નાયિકા તરીકે કોઈ સુપરસ્ટાર સાથે અભિનય નથી કર્યો. તેને નાયક રૂપી મદદની જરૂર નથી. એક્ચ્યુઅલી, કંગનાને હૉલિવૂડ જ નહીં, ભારતીય સંસદમાં પોતાના નાદિયાવાળા હન્ટર સાથે હાજર રહેવું જોઈએ. એવું થશે તો કોઈ સાંસદ સૂતેલો નહીં પકડાય. સંસદની કેન્ટીનમાં અત્યંત સ્વાદિષ્ટ ભોજન સાવ મામૂલી કિંમતે મળે છે. જે દેશમાં કરોડો લોકોએ આખું જીવન એક સંપૂર્ણ ભોજન નથી મળતું, તેના પ્રતિનિધિ સાંસદને આ સુવિધા કેમ આપવામાં આવે છે. તેમને રેલવે ભાડુ નથી આપવું પડતું, અમુક ફ્લાઇટની ટિકિટ પણ ફ્રીમાં મળે છે.
અન્ય સમાચારો પણ છે...