સદગુણો સ્થાયી અસર છોડે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સમયમાં સંપત્તિ ઓછી હોય કે વધુ તેના દેખાડામાં લોકોનો રસ વધી ગયો છે. આ બંને પ્રકારના લોકોએ તેમના મોજ-શોખના પ્રદર્શન વખતે સામેવાળાની આર્થિ‌ક સ્થિતિનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તમે માતા-પિતા હોવ તો તમારા દેખાડાના શોખને તમારા બાળકો સમક્ષ જરૂર નિયંત્રણમાં રાખો. તમારો શોખ બાળકોના પતનનું કારણ બની શકે છે. દુર્ગુણ ચેપી હોય છે તેમ કહેવાય છે. એ જ રીતે સદગુણ પણ ફેલાય છે.

તફાવત માત્ર એટલો છે કે સદગુણોના પ્રસારમાં ઘોંઘાટ નથી હોતો અને તે દુર્ગુણોની અપેક્ષાએ વ્યક્તિમાં ઉતરવામાં વધુ સમય લે છે. તમારા બાળકો પર ગાઢ અને સ્થિર અસર છોડવી હોય તો તેમનામાં ધીરે ધીરે સદ્ગુણો ઉતારો. કપૂરમાં જેટલી ઝડપથી આગ લાગે છે તેટલી જ ઝડપથી તે ઠંડી પણ થઈ જાય છે. બીજી બાજુ રૂ અને તેલ અથવા ઘીનો દીવો ઝડપથી ન પ્રગટતો હોવા છતાં તે મોડા સુધી પ્રજ્વલિત રહે છે. આ જ રીતે સદ્ગુણો ભલે ઝડપથી ન ફેલાય, પરંતુ ધીરજ રાખવી જોઈએ.