તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ કોઈ પણ સ્તરે ક્રાંતિ લાવી શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં કરોડપતિઓની સંખ્યા બે લાખ કરતાં વધારે થઈ ગઈ હોવા છતાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના એક તૃતીયાંશ બા‌ળકો હજી પણ અન્ડરવેટની શ્રેણીમાં આવે છે. સ્વાસ્થ્ય અને આહાર બાળકોનાં મૃત્યુ અને શિક્ષણને અસર કરે છે. પોષકતત્ત્વોની ઊણપને કારણે બાળકોના મગજમાં આવડતને લગતી તકલીફો અને સંવેદનાતંત્ર અવિકસિત રહેવાનું જોખમ પણ રહે છે, પરંતુ ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી 512 કિલોમીટર દૂરના ગામ ખાલપાદરની ઓછી આદિવાસી વસ્તી, જેમાં મોટા ભાગની સ્ત્રીઓ અને બાળકો છે, અચાનક આ તથ્યથી વાકેફ થઈ. તેમણે જોયું કે આનો ઉપાય સફેદ ભાત અને સોયામાં નથી, પરંતુ સ્થાનિક ખોરાક, જેવો કે, બાજરો, લીલાં શાકભાજી અને અંકુરોમાં છે.
કેટલાંક વર્ષ પહેલાં આદિવાસીઓનો સવારનો નાસ્તો બાજરાની ખિચડી રહેતો. બપોરના ભોજન પછી તેઓ હંમેશાં જંગલી કાંદા કે લીલાં શાકભાજી લેતા હતા. તે સિવાય ખોરાકમાં ક્યારેક મશરુમ, માંસ અને માછલી પણ રહેતી. બપોરના નાસ્તામાં શેકેલું અનાજ અને કેરી કે આંબલીનો ઉપયોગ કરતા. રાત્રિભોજનમાં ભાત-દાળ ઓછા અને તેના બદલે શાકભાજી અને રાજમા-ભાત રહેતા, પરંતુ સમય સાથે તેમની ભોજનની પ્લેટમાં પણ શહેરના ભોજન અનુસાર પરિવર્તન આવી ગયું. થોડાં વર્ષ પછી તેમણે જોયું કે વનવિભાગ દ્વારા લગાવેલાં વૃક્ષોએ આસપાસના જીવનને ખતમ કરી નાખ્યું છે. જમીનનું પણ નુકસાન થઈ રહ્યું હતું.
ધીમે ધીમે તેમની થાળીમાં ભોજન ઘટી રહ્યું હતું અને સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું હતું. તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે શહેરી ખોરાક તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી, ત્યારે તેમણે સંગઠિત થઈને વન્ય અધિકારીઓને જંગલોમાંથી હટાવી દીધા, જેમણે યુકેલિપ્ટસ અને સાગના છોડ વાવ્યા હતા અને આસપાસના જંગલમાં ફરીથી પરંપરાગત પાક વાવ્યા, જેવા કે, ખજૂર, કેરી, આંબલી, ફણસ વગેરે. આ વર્ષે 6000 લોકોએ 15 પરંપરાગત વૃક્ષોના છોડ વાવ્યા છે, જેથી આસપાસનાં 35 ગામના આ બ્લોકમાં જંગલ ફરીથી વિકસિત થઈ શકે. અને તેમના પરિવારો અને બાળકોને આવનારા મહિનાઓમાં હેલ્ધી ફૂડ મળી શકે. ફંડા એ છે કે જાગરૂકતા કોઈ પણ પ્રકારની ક્રાંતિ લાવી શકે છે, તેમાં આર્થિક સ્થિતિ કે શૈક્ષણિક યોગ્યતા કોઈ પણ સ્તરની કેમ ન હોય.
એન. રઘુરામન મેનેજમેન્ટ ગુરુ
અન્ય સમાચારો પણ છે...