તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક શાંતિ જરૂરી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિષ્કિંધાકાંડમાં સંપાતિએ એટલી માહિતી તો આપી દીધી કે સીતાજી લંકામાં છે, પણ તેણે એક ચેતવણી પણ આપી. ત્રિકૂટ પર્વત પર લંકા વસેલી છે. ત્યાં સ્વભાવે નીડર રાવણ રહે છે. ત્યાં અશોક ઉપવનમાં સીતાજી વિચારોમાં મગ્ન બેઠાં છે. આનો મતલબ તો એવો કે ખોટાં કામ કરવા છતાં રાવણ નીડર હતો અને સીતાજી સાચાં હતાં, છતાં શોકમાં ડૂબેલાં હતાં. આપણને પણ ખોટાં કામ કરનારા લોકો સુખી દેખાશે અને સાચાં કામ કરનારા લોકો પરેશાન હશે, પરંતુ આ માત્ર બહારનું દૃશ્ય છે. જીવનને ઊંડાણથી જોશો, તો ખ્યાલ આવશે કે રાવણ જેવા લોકો લાંબો સમય સુખી નહીં રહી શકે. ક્યારેક તો તેમનું પતન થવાનું જ. આપણે પણ આ સૂત્ર સમજી લઈએ, તો આપણી આસપાસ ગમે તેટલી લંકાઓ બની જાય, આપણો આનંદ પણ કાયમી રહેશે.
પં. વિજયશંકર મહેતા
અન્ય સમાચારો પણ છે...