તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીનો કકળાટ અને સલમાનની ફિલ્મ, 'એતો પિક્ચર જોવા જાય છે.’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
'એતો પિક્ચર જોવા જાય છે.’
‘કોણ?’
‘લક્ષ્મી. અમારે ત્યાં ઘરકામ કરવા આવે છે. એ બાઈ.’ ‘તો શું થયું?’
‘આમ તો જ્યારે જુઓ ત્યારે રોદણાં રડતી હોય કે ઘર ચલાવવા માટે પૈસા નથી. હાલતાં ને ચાલતાં પગારમાંથી એડવાન્સ લઈ જાય છે. ખાવાના પૈસા નથી. પણ પિક્ચર જોવાના પૈસા છે એની પાસે. હવે કોઈ વાર માગવા આવી તો કહી દઈશ એને.’

- સાઠ વર્ષની મહિલા. અને એને મળવા ગયેલી એક યુવતી વચ્ચે થયેલો આ સંવાદ છે. વડીલ બહેનને જ્યારેથી ખબર પડી કે એમને ત્યાં વાસણ કપડાં ધોવા આવતી ગરીબ મહારાષ્ટ્રીયન બાઈ થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલી ત્યારથી એમને ચચરાટ જાગી ગયેલો. એ જાણે રાહ જોતાં હતાં કે લક્ષ્મીબાઈ હવે ક્યારે પૈસાની તંગીનો ઉલ્લેખ કરે કે એડવાન્સ માગે. અને એ ત્યારે એને સંભાળાવી દે કે પિક્ચર જોવા, મોજશોખ પાછળ પૈસા ઉડાવતી વખતે તંગી નથી નડતી...’
આ બહુ જૂની ઘટના નથી. માંડ દસેક વર્ષ પહેલા સાંભળેલો પ્રસંગ છે. અને હમણાં એની યાદ દેવડાવે એવો વ્હોટસએપ પર મેસેજ ફરતો થયેલો. એમાં લખ્યું હતું કે ‘સલમાન ખાનની સુલતાન’ ફિલ્મે સાત દિવસમાં સો કરોડ રૂપિયાથી વધુ વકરો કર્યો. પણ લોકો ફરિયાદ કરે છે કે એમની પાસે ટમેટા અને તુવેરદાળ ખરીદવાના પૈસા નથી.’

મેસેજમાંથી સ્પષ્ટ અર્થ (કે ટોણો) નીકળતો હતો કે લોકો પાસે જો ફિલ્મ જોવા માટે પૈસા હોય તો સો રૂપિયે કિલો ટમેટા અને બસો રૂપિયે કિલો મળતી દાળ ખરીદવા જેટલી આર્થિક શક્તિ એમની પાસે હોવી જ જોઈએ. લોકો અમસ્તા જ દાળ-ટમેટાનાં ભાવ એને મોંઘવારીનો કકળાટ કરે છે.’
આડકતરી રીતે જનતાને કહેવું હતું કે, ‘જસ્ટ શટ અપ! નવી ફિલ્મો જોતી પ્રજાને મોંઘવારી સામે, સરકાર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.’

પારકાં કામ કરતી લક્ષ્મીબાઈ પર નારાજ થનારી પેલી ગૃહિણી અને આ મેસેજ મોકલનાર મહાત્મા વચ્ચે કોઈ ફેર લાગે છે તમને?
બંને જણ માને છે કે ગરીબ હોય એને નાનું સરખુંયે મનોરંજન મેળવવાનો હક નથી. અને જે વ્યક્તિ મનોરંજન માટે પૈસા ખર્ચી શકે એ ગરીબ નથી. હવે તમે કહો કે આ કયા પ્રકારનું લોજિક છે?
વધુ અંશો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો