તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારો ‘ઈન્કલ્યુઝિવ’ બેન્કિંગની વાત કરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિકાસની વિષમતા, ભારતના માત્ર ૫૦ ટકા નાગરિકો જ બેન્કમાં ખાતું ધરાવે છે અને ૧૪ ટકાને બેંકમાંથી ધિરાણ મળે છે

શ્વમાં બજારતરફી અર્થતંત્ર ઊભું કરવા ઉદારીકરણ અને ખાનગીકરણની નવી આર્થિક નીતિ અમલમાં આવી પણ વૈશ્વિકમંદી પછી, જાપાન સહિત અમેરિકા અને યુરોપિયન રાષ્ટ્રોના અર્થતંત્રમાં, સરકારો દેવાના ડુંગરાઓમાંથી કેમેય કરી બહાર આવી શકતી નથી. ટેક્નોલોજીની સહાયથી કુદરતી સંપદાના ભોગે વૃદ્ધિ આવી પણ વિકાસે હાથતાળી આપી છે. આજે સમગ્ર વિશ્વ મહેસૂસ કરે છે કે, આવા વિકાસમાં રોજગારી ઘટી છે; માણસ માણસ વચ્ચેની આર્થિક અસમાનતા વધી ગઈ છે. એશિયા, આફ્રિકાના અનેક દેશો બજારતરફી નવી આર્થિકનીતિએ આણેલા વેપાર અને વિકાસના પરિધને કિનારે ફેંકાઈ ગયા છે.

જ્યારે આ રાષ્ટ્રોમાં ગરીબ, મધ્યમવર્ગ અને કારીગરો અને ગરીબો વિકાસથી વંચિત રહ્યાં છે. આવા ચિત્રમાં નવા વિકાસની વિષમતાઓને ઢાંકવા, નવી આર્થિકનીતિના સમર્થકોએ એક નવો શબ્દપ્રયોગ શરૂ કર્યો છે. સમાજવાદ, મૂડીવાદ, સર્વોદય, સામ્યવાદને બદલે આ નવો શબ્દપ્રયોગ છે. ‘ઈન્કલ્યુઝિવ વિકાસ’- ‘સર્વસમાવેશક વિકાસ’ એટલે કે જે કોઈ વૈશ્વિક નજરે કે રાષ્ટ્રીય વિકાસમાંથી વંચિત થઈ રહ્યાં છે એ બધાને આવરી લેતો સહુને સમાવી લેતો વિકાસ. ૧૯૭૧માં બેંકોના ધિરાણથી સમાજનો વિશાળવર્ગ વંચિત થઈ ગયો હતો ત્યારે ગરીબોને બેંકોના ધિરાણના હિસ્સેદાર બનાવવા ઈિન્દરા ગાંધીએ બેંકો અને વીમા કંપનીઓનું રાષ્ટ્રીકરણ જાહેર કર્યું. પણ આજે ૪૨ વરસ પછી પણ બેંકોના ધિરાણની વાત જવા દો, પણ બેંકો સર્વસમાવેશી બની શકી નથી.

હમણાં જ આ બાબતમાં ‘ક્રિસીલ’ નામની પ્રસિï સંસ્થાએ કરેલ સર્વેક્ષણ કહે છે કે, નાનાં- મોટાં રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશો જેની કુલ સંખ્યા પાંત્રીસ છે એવા સમગ્ર ભારતમાં દર બે વ્યક્તિએ એકવ્યક્તિ, બેંકમાં સેવિંગ ખાતું ધરાવે છે. જ્યારે દર સાત વ્યક્તિએ એક વ્યક્તિ, બેંકનું ધિરાણ મેળવે છે. ટૂંકમાં, ભારતના ૫૦ ટકા નાગરિકોના સેવિંગ ખાતાં છે અને માત્ર ૧૪ ટકાને બેંકમાંથી ધિરાણ મળે છે. એટલે કે ૧૨૦ કરોડની વસ્તીમાં ૬૮ કરોડના બેંકોમાં સેવિંગ્ઝ ખાતાં છે. આ જોતાં સર્વસમાવેશથી બેન્કિંગનું અત્યંત વરવું ચિત્ર જોવા મળે છે. આ ખાતાઓમાંથી દક્ષિણ અને પશ્ચિમને બાદ કરીએ તો એકતરફ દક્ષિણનાં રાજ્યોનું આ પ્રમાણ ૬૨.૨ ટકા અને પશ્ચિમના રાજ્યોનું ૩૮.૨ ટકા છે. બાકીનાં ઉત્તર અને પૂર્વી રાજ્યોનું પ્રમાણ માત્ર ૧૬થી ૩૦ ટકા છે.

આ તુલનાની વિગતો જોઈએ, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક સમૃદ્ધિ અને ઊંચી આવક ધરાવતાં મોખરાનાં આ રાજ્યો કરતાં કેરળ, આંધ્ર, તામિલનાડુ ક્યાંય આગળ નીકળી ગયાં છે. ગરીબના મસીહા બંગલાદેશના પ્રો. મુહમ્મદ યુનુસે છેક નીચેથી બેંિન્કંગ શરૂ કરવા માઈક્રોફાઈનાન્સનો પ્રારંભ કર્યો પણ નોંધવા જેવી વાત એ છે કે માઈક્રોફાઈનાન્સ ક્ષેત્રે પણ દક્ષિણનાં રાજ્યો લાભાર્થીઓની સિત્તેર ટકા સંખ્યા ધરાવે છે. હવે તો ‘એટીએમ’ પરથી પણ નાણાં લઈ શકાય છે. ‘એટીએમ’ બેંકો ખોલે છે. ભારતમાં લાખની વ્યક્તિએ ૧૦.૯૧ બેંક બ્રાન્ચ અને ૫.૪૪ એટીએમ છે. જ્યારે બ્રાઝિલમાં લાખની વ્યક્તિએ ૧૫.૨૨ બેંકબ્રાન્ચ અને ૧૨૦.૬૨ એટીએમ છે; મેકિસકોમાં ૧૫.૨૨ બેંકબ્રાન્ચ અને ૪૭.૨૮ એટીએમ છે. જ્યારે અમેરિકામાં ૩૫.૭૪ બેંકબ્રાન્ચ અને ૧૭૩.૭૫ એટીએમ છે. અલબત્ત છેલ્લાં બે વરસમાં થોડો સુધારો જોવા મળે છે. રાજ્યો અને કેન્દ્રીય વિસ્તારો પછી જિલ્લાઓની પરિસ્થિતિ વધુ અસમાન છે. ભારતના કુલ ૬૩૨ જિલ્લાઓમાં ક્રમમાં સૌથી નીચે સ્થાન ધરાવતાં પચાસ જિલ્લાઓમાં દર લાખની વસ્તીએ ત્રણ બેંક છે. જે ભારતની સરેરાશ એક લાખની વસ્તીએ ૭.૬ બેંકોની તુલનામાં અડધાથી કમ છે. આ જિલ્લાઓમાં લોન એકાઉન્ટની એટલે કે બેંકમાંથી ધિરાણ મેળવતી વ્યક્તિઓનાં ખાતાંની સંખ્યા એક લાખની વસ્તીએ ૪૦૬૮ છે. જ્યારે આ ભારતમાં સરેરાશ લાખની વસ્તીએ ૧૧૬૮૦ વ્યક્તિ ધિરાણ મેળવે છે.

બેંકની શાખાઓની બાબતમાં પણ, દક્ષિણનાં રાજ્યોની સરેરાશ ૬૨ લાખ શાખા ધરાવે છે. જ્યારે પશ્ચિમનાં રાજ્યોની સરેરાશ ૪૦ શાખાની છે. શહેરોમાંનું બેંકોનું કેન્દ્રીયકરણ બિનશહેરી વિસ્તારો કરતાં ઘણું વધુ છે. કારણ દેશની બેંકોની કુલ શાખાઓમાંથી ૧૧ ટકા બ્રાન્ય તો માત્ર છ શહેરોમાં છે. સામાન્ય એવો ભ્રમ છે કે, બેંકોમાંની ડિપોઝિટ અને એ પૈકી અપાતું ધિરાણ, પુણે, મુંબઈ કે અમદાવાદ, સુરત શહેરો ધરાવતાં મહારાષ્ટ્ર કે ગુજરાતમાં જ હશે, પણ આવું નથી. કારણ પશ્ચિમના સરેરાશ ૨૮ ટકાના ધિરાણની તુલનામાં દક્ષિણવિભાગની ધિરાણ સરેરાશ ૭૭ ટકા છે. આટલા બધા મગજને થકવી નાખે એવા આકડાંની જાળ એટલા માટે આપવી પડી છે કે, ‘ઈન્કલ્યુઝિવ બેંન્કિંગ’ કાર્યરત કરવા કેટલા સ્તર પરની વિષમતાઓ ઉકેલવી પડવાની છે એનો ખ્યાલ આવે. એવી જ રીતે જિલ્લાઓ અને નીચાસ્તરે બેંકો વિસ્તરે તો રોજગારી કેટલી વધારી શકાય એનો પણ આછો- પાતળો ખ્યાલ આવે.

બેંિન્કંગ પ્રસરે, ધિરાણ પ્રસરે એટલે નાણાકીય શક્તિનો વિસ્તાર થાય એ નક્કી છે. પણ આના કારણે બેંકોના ધિરાણ પરનું સમાજના શક્તિશાળી શ્રીમંતો કે ઉદ્યોગગૃહોનું વર્ચસ્વ આપોઆપ હટી જશે એવું રખે માનતા. ભારતનાં છ શહેરોએ દેશની બેંકોની ૧૧ ટકા શાખાઓ કબજે કરી છે. એનું એક કારણ ઉદ્યોગગૃહોનું બેંકો પરનું વર્ચસ્વ છે.

દેશના ટોચના દસ કોર્પોરેટ ગૃહોએ બેંકો પાસેથી ૨૦૦૭માં રૂ. ૯૯,૩૦૦ કરોડ એટલે એક લાખ કરોડનું ધિરાણ મેળવ્યું હતું અને ૨૦૦૭થી ૨૦૧૨ વચ્ચેનાં વરસોમાં ઝડપી વિકાસ ન હોવા છતાં, ૨૦૧૨માં આ દસ કોર્પોરેટનું ધિરાણ રૂ. ૯૯,૩૦૦ કરોડમાંથી પાંચ જ વરસમાં રૂ. ૫ લાખ ૩૮૫૦૦ કરોડ પર પહોંચી ગયું છે. ૨૦૧૨માં બેંકોનું સૌથી વધુ ધિરાણ મેળવનારા દસ કોર્પોરેટગૃહો છે. એસ્સાર, અદાણી, વેદાન્ત, રિલાયન્સ, જેપી, જી.એસ.ડબલ્યુ, જી.એમ.આર., લેન્કો, વીડિયોકોન અને જી.વી.કે. આ દસમાં તાતા નથી અને પ્રથમ તથા બીજા ક્રમે એસ્સાર અને અદાણી છે. આ બંને વાઈબ્રન્ટ ગુજરાતના છે. આ દસ કોર્પોરેટગૃહોનું બેંકનું સૌથી ઓછું દેવું રૂ. ૨૧ હજાર કરોડનું જી.વી.કે. ગ્રૂપનું છે અને સૌથી વધુ દેવું રૂ. ૯૩,૮૦૦ કરોડનું એસ્સાર ગ્રૂપનું છે. આની અસર સારી કે ખરાબની વાત હવે પછી કોઈક દિવસ કરીશું.