• Gujarati News
  • If You're Going To Pay Income Tax And Bank Loans Need To Speak On This Connection

જો તમે ઇન્કમ ટેક્સ અને બેંક લોન ભરી રહ્યા છો તો આ જોડાણ પર જરૂર બોલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- જો તમે ઇન્કમ ટેક્સ અને બેંક લોન ભરી રહ્યા છો તો આ જોડાણ પર જરૂર બોલો
- કાનૂન શક્તિશાળી હાથોમાં પિસાઇ જાય છે. બે શક્તિશાળી રાજ્યસભા સાંસદોના બે કિસ્સાએ આ પુરવાર કર્યું
‘બાળક ત્યારે મોટું માનવામાં આવે છે જ્યારે પિતા પાસે પૈસા નહીં, લોન માગે. મોટો ત્યારે હોશિયાર માનવામાં આવે છે જ્યારે પિતા પાસે નહીં, બેંક પાસેથી લોન લે. પરંતુ તે વગદાર ત્યારે માનવામાં આવે છે જ્યારે ટેક્સ ન ભરે, લોન ન ચૂક્વે.’ - અજ્ઞાત
કાનૂન શક્તિશાળી હાથોમાં પિસાઇ જાય છે. બે શક્તિશાળી રાજ્યસભા સાંસદોના બે કિસ્સાએ આ પુરવાર કર્યું છે. પ્રથમ છે : અભિષેક મનુ સિંઘવી. કોંગ્રેસના. સુપ્રીમકોર્ટના પ્રભાવશાળી અને સફળ વકીલ છે. સિંઘવીને ઇન્કમ ટેક્સે 56 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.શું દેશનો કોઇ કાયદો, કાનૂનવિદ્ સિંઘવી પાસેથી 56 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરી શકશે જી, નહીં. ખાસ કરીને જ્યારે તેમણે એક ચોંકાવનારી દલીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ એટલા માટે પોતાના ખર્ચની વિગતો આપી શકતા નથી, કારણ કે બધા રેકોર્ડ ઉધઇ ખાઇ ગઇ છે!
તમે કહી શકો છો કે જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે આ દલીલ માનવાની ન પાડી દીધી છે તો તેમાં મુદ્દો શું છે? એક રીતે તો આ આશ્ચર્યજનક માનવામાં આવશે કે ઇન્કમ ટેક્સ વિભાગ કોઇ મોટા સાંસદથી પણ ડર્યો નથી.એ જ મુદ્દો છે. આ એક છેતરપિંડી છે. જે દિવસે ટેક્સવાળા તેમની પાસેથી 56 કરોડ રૂપિયા વસૂલ કરી બતાવશે એ જ દિવસે માનીશું. સિંઘવીના તર્ક હશે.પડકારી શકાશે નહીં. તેઓ કાયદાના જાણકાર છે. તેને ગેરકાનૂની જાહેર કરી દેશે. જીતી જશે કારણ કે ઉધઇ જ તો ખાઇ રહી છે.
હવે મારી, તમારી વાત.તમે એક દસ્તાવેજ ભૂલીને બતાવી આપો. એક ભૂલ કરીને રિટર્ન ભરો. પછી જુઓ.તમને ઉધઇની જેમ ખાઇ જશે વેરો વસૂલનારા અધિકારી.કેમ કે તમે સાધારણ નાગરિક છો.મધ્યમવર્ગના છો. નોકરીયાત હોવ તો પાછા વધુ નબળા.વેરાકીય કાયદો પોતે જ ભેદભાવના પાયા પર ઊભેલો છે. માત્ર ‘ખર્ચ’ને મુદ્દે જ વાત કરો. કંપનીઓ ,ઉદ્યોગપતિઓ -વ્યવસાયીઓને ખર્ચ પર છૂટછાટ મળે છે. નોકરિયાતના કોઇ ખર્ચને કોઇ માનવા- સાંભળવા તૈયાર નથી.સિંઘવીના ખર્ચને જ જોઇ લો. તેમણે કહ્યું કે પાંચ કરોડ રૂપિયાના લેપટોપ તેમના કર્મચારીઓ માટે ખરીદ કર્યા હતા.

કર્મચારી કેટલા હતા? કુલ 14. જો સરેરાશ કિંમત 40 હજાર રૂપિયા માનવામાં આવે તો શું 1250 લેપટોપ ખરીદ કર્યા ? ટેક્સ સેટલમેન્ટે આમ કહીને ખર્ચ ફગાવી દીધું.સમય આવવા દો. આ બધું જ માન્ય થશે.ઘૂંટણીએ પડશે ટેક્સવાળા.ઉધાઇ જે ચાટી ચૂકી છે.બીજા છે વાય.એસ.ચૌધરી.તેલુગુ દેશમના. આંધ્રના ખર્વોપતિ ઉદ્યોગપતિ. મિકેનિકલ એન્જિનિયર. રાજ્યસભાના સૌથી અમીર સભ્ય હોવાથી ચર્ચામાં.તેમના પર બેન્કોની 300 કરોડ જેટલી લોન ના ચૂકવવાના ગંભીર આક્ષેપ છે.દેશના ટોચના ડિફોલ્ટરમાં તેમનો સમાવેશ થાય છે.
માનો તેમની આ જ પદવી છે.દેશનો કોઇ પણ કાયદો ક્યારેય ઉદ્યોગપતિ ચૌધરી પાસેથી રૂપિયા 300 કરોડ વસૂલ કરી શકશે? જી ના. ખાસ કરીને હાલમાં કે જ્યારે તેઓ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યપ્રધાન બની ચૂક્યા છે.મોદી સરકારે એમ કહેતાં તેમનો બચાવ કર્યો છે કે ચૌધરીને ડિફોલ્ટર ના કહી શકાય.તેમની એક કંપનીએ નુકસાન કર્યું હતું.તે પછી બેન્કોએ તેમની લોન રિસ્ટ્રક્ચર કરી દીધી.હવે તેઓ નિયમિત રકમ જમા કરાવે છે.એમ કહી શકાય કે તો પછી આમાં મુદ્દો શું છે?
પણ સારી વાત છે કે બેન્કોએ એક શક્તિશાળી નેતા અને ઉદ્યોગપતિને ન બક્ષ્યા.આ જ મુદ્દો છે. મોટી છેતરપિંડી. લોન રિસ્ટ્રક્ચર એક એવી જાળ છે કે જે બેન્કો અને કંપનીઓ દ્વારા સાંઠગાંઠ મારફતે વણવામાં આવી રહી છે. કેટલું સરસ અને આદર્શ લાગતું નામ આપ્યું છે બેન્કોએ. રિસ્ટ્રક્ચર. અન્ય પણ સારાં નામો આપ્યાં છે આ છેતરપિંડી અને ચોરીને. નોન પરફોર્મિંગ એસેટ્સ. કેટલું સરસ રીતે કેપિટલ અક્ષરોમાં એનપીએ લખીને પાછળ નાનો એસ લગાવવામાં આવે છે. એમ લાગે કે જાણે કોઈ ડિગ્રીનું નામ છે.
એકદમ ચિત્તાકર્ષક.એક જ પળ વિચારો. તમે બાળકના અભ્યાસ માટે કોઈ લોન લીધી હોય. તમે તેને ચૂકવી ન શકતા હો. સામાન્ય કે મધ્યમ વર્ગના લોકો બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાની કોશિશ કરશે તો શક્ય હશે કે તેમને લોન ચૂકવવામાં તકલીફ પડી શકે. તો શું બેન્ક લોન રિસ્ટ્રક્ચર કરશે? શા માટે કરે? જે લોકો ખાતાંમાં મિનિમમ બેલેન્સ નથી જાળવી શકતાં તેવા લોકો પાસેથી બેન્ક નિર્મમતાથી નાનાં ખાતેદારોનાં નાણાં તેમને પૂછ્યા વિના જ કાપી લે છે. એ જ બેન્ક તમને ગરીબ સમજે છે.
આ એ જ બેન્ક છે કે જે કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા માલેતુજારો સાથે પંચતારક હોટલોમાં બેસીને તેમની લોન રિસ્ટ્રક્ચર કરી આપે છે.કહેવત છે ને કે મિત્રને ઉછીનાં નાણાં આપ્યા હોય તે ભૂલી જવા જોઇએ, નહીં તો તમે મિત્ર ગુમાવી દેશો. બેન્કો પણ બિચારીઓ આ જ વિચારસરણી ઉપર ચાલી રહી છે. તેઓ અબજોપતિઓ અને માલેતુજારોની મિત્રતા ખોવા નથી માગતી.અને આપણી વાત? આપણા જ પૈસે નાણાં રળી રહેલી બેન્કો આપણને જ સામાન્ય સેવાઓ આપતાં અકળાય છે.
આપણાં જ ખાતાંમાંથી આપણે જ નાણાં ઉપાડીએ તેના માટે પણ હવે પૈસા માગે છે. આ વળી કેવો કાયદો છે? ઉધઈની જેમ કોરી તો રહ્યા છે.તેને રિસ્ટ્રક્ચર કોણ અને ક્યારે કરશે?
સિંધવી અને ચૌધરી બંને દેશના સન્માનનીય અને જવાબદાર વ્યક્તિત્વ છે. તમામ કાયદામાં રહીને જ આટલા મોટા થયા છે. તેમના વ્યક્તિગત આચરણને લઈને કોઈ શંકા નથી. તેમના વ્યાવસાયિક અને વ્યાપારિક આચરણો પણ નિયમાનુસારના છે પરંતુ બંને જણા જાહેર જીવનમાં છે માટે.

તેઓ વ્યક્તિગત-વ્યવસાયિક-વાણિજ્યિક વ્યવહાર વિપરીત વ્યવસ્થાઓમાં વ્યક્ત ન કરી શકે.તેઓ મજબૂર નથી.વિકટ છે.વ્યથિત તો તે વ્યક્તિ થશે જે ન તો વેપારી છે કે ના વિદ્વાન. ના વ્યાપ્ત, નિષ્ફળ કે વિલુપ્ત.લાયકાત જ ક્યાં છે? અને જે લાયકાત ધરાવે છે-તે પૈકીના કોઇ એક ટકા શક્તિશાળી હસ્તીઓ છે,જે ઇન્કમટેક્સ અને બેન્કોને આંગળીઓ પર નચાવી રહ્યા છે.પૈસા આપણા જઇ રહ્યા છે.ઉધઇ આપણને ખાઇ રહી છે.‘રિસ્ટ્રક્ચર’ તેઓ થતા જઇ રહ્યા છે.સમયની વાત છે.
ખરેખર સમયની વાત છે.સિંઘવી પર ચુકાદો હવે આવ્યો છે.તેમની સરકાર ગઇ તે બાદ.ચૌધરીનો કેસ હવે ઉછળ્યો છે.તેઓ સરકારમાં આવ્યા તે બાદ.પરંતુ જે ચતુર હોય છે તેઓ સમયની કિંમતને જાણતા,મૂલ્યવાન પગલું ઉઠાવે છે.સિંઘવી કોર્ટમાં જઇ રહ્યા હશે અથવા જઇ ચૂક્યા હશે.ચૌધરી ચતુર ‘સુજાણ’ છે. તેઓને ‘સુજના’ ચૌધરી કહેવામાં આવે છે.‘સુજના’ તેમની કંપનીઓના સમૂહનું નામ છે- માતા સુશિલા અને પિતા જનાર્દનના નામના પ્રારંભિક અક્ષરો પર રખાયું છે.
તેઓ પ્રધાન બન્યા તેના ઠીક 48 કલાકમાં મોરેશિયસની એક બેન્કની નોટિસનો પણ સામનો કરવો પડ્યો હતો.કોઇ 100 કરોડથી ઓછી રકમ નહોતી ચૂકવાઇ. લિક્વિડેશનની માંગ.આગામી 48 કલાકમાં તેમની કંપનીએ તેમનાં રાજીનામાને મંજૂર કરી લીધું હતું.એક મહિના પહેલાંની તારીખથી અને કહ્યું કે મોરેશિયસની બેન્કની નોટિસથી યાલામન્ચીલ સત્યનારાયણ ચૌધરીને કોઇ લેવાદેવા નથી.તેઓ હવે કંપનીમાં કોઇ હોદ્દા પર નથી.દેશના પ્રધાન માત્ર છે.

સમર્થ.સજ્ઞમ.સફળ.સુજના પ્રામાણિક મધ્યમવર્ગ રાષ્ટ્રની કરોડરજ્જુ છે.તેની પ્રતિષ્ઠા વધારવામાં ઇન્કમ ટેક્સ અને બેન્ક જેવી સંસ્થાઓ કોઇ મોટી પહેલ કરે,તે અસંભવ છે.પણ કરવી પડશે.તેવી જ રીતે તમારા પરસેવાની કમાણીને ભ્રષ્ટ ગઠબંધન કરીને લૂંટનારા લોકોની કેડ કોઇ ભાંગે,તે અસંભવ છે.પણ તોડવી જ પડશે.

મારા-તમારા ઉકળવા માટે તાપમાન અવશ્ય અલગ-અલગ હોય છે પણ ઉછાળો આવે જ નહીં, તે ના થઇ શકે.ભભૂકવું અનિવાર્ય છે.
( લેખક દૈનિક ભાસ્કરના ગ્રુપ એડિટર છે)
આ ગઠબંધન પર તમારી વાત 9200012345 પર એસએમએસ કરો.