તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મમાં ભાવ જોડાય તો તે સફળ થાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક રાજ્યમાં રાજા પ્રજા પર અત્યાચાર કરતો પરંતુ તેનો નાનો ભાઈ ઉદાર હતો. તે ગુપ્તરીતે પ્રજાની શક્ય એટલી મદદ કરતો હતો. એક દિવસ આ બાબતની જાણ થતાં રાજાએ તેને જમીનનો એક નાનો ટુકડો આપીને મહેલમાંથી કાઢી મૂક્યો. નાનાભાઈએ તે ટુકડા પર એક રૂમ અને કેરીનો બગીચો બનાવ્યો. ટૂંક સમય બાદ નાનોભાઈ તે માર્ગ પરથી પસાર થતાં પ્રવાસીનું કેરી ખવડાવીને સ્વાગત કરતો. આ નિ:સ્વાર્થ સેવાથી તેની લોકપ્રિયતા વધી. આથી અહંકારી રાજાએ પણ કેરીના બગીચા બનાવડાવ્યા. તેની જાળવણી માટે અનેક માળી રાખ્યા, પરંતુ કેરી પાકી નહીં. ત્યારે એક સંતે રાજાને સમજાવ્યું કે આ ઝાડ પર તમારા અહંકારના ભૂતનો પડછાયો પડ્યો છે, તેથી તમે તેને દૂર નહીં કરો ત્યાં સુધી કેરી નહીં પાકે. સંતની વાતનો મર્મ સમજીને રાજાએ પોતાને અહંકારથી મુકત કરતાં નાના ભાઈ અને પ્રજાની માફી માગી. સાર એ છે કે કર્મમાં ભાવ જોડાવાથી તે સફળ થાય છે જ્યારે માત્ર અહં માટે કરાયેલું કર્મ લક્ષ્ય અપાવી શકતું નથી.