તમારી અપાર ક્ષમતાઓને ઓળખો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તમારી અપાર ક્ષમતાઓને ઓળખો
એક રાજાને સોદાગરે બે બાજનાં બચ્ચાં ભેટમાં આપ્યાં. તેમની સંભાળ માટે રાજાએ અનુભવી વ્યક્તિની નિમણૂક કરી. થોડો સમય પસાર થયા બાદ રાજાએ વિચાર્યું કે બચ્ચાં હવે મોટાં થઈ ચૂક્યાં હશે. આથી એ તેમનું ઉડ્ડયન જોવા ગયા. પેલાએ બંને બાજને ઉડવાનો સંકેત આપ્યો તો બંને બાજ ઊડ્યાં, પરંતુ એક આકાશની ઊંચાઈઓમાં પહોંચી ગયો, જ્યારે બીજો થોડે ઊંચે ઊડીને પાછો ઝાડની ડાળીએ આવીને બેસી ગયો.
રાજાએ કારણ પૂછ્યું તો, પાલકે કહ્યું કે, આ બાજ શરૂથી જ આવો છે, તે આ ડાળીને છોડતો જ નથી. રાજાએ બાજને ઊંચે ઉડાડી આપનાર માટે મોટા ઈનામની જાહેરાત કરી. એક ખેડૂતના પ્રયાસથી એ ઊડવા લાગ્યો. રાજાએ કારણ પૂછ્યું તો, ખેડૂતે કહ્યું, મહારાજ, હું વધુ જ્ઞાની તો નથી, પરંતુ એક વસ્તુ સમજી ગયો કે બાજને એ ડાળી પર બેસી રહેવાની ટેવ પડી ગઈ હતી. આથી મેં એ ડાળી જ કાપી નખી. એટલે એ પોતાના સાથી સાથે ઊંચે આકાશમાં ઊડવા લાગ્યો.