આજીવન સ્વસ્થ રહેવાનું રહસ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક રાજા ઘણીવાર પ્રજાની સ્થિતિ જાણવા માટે રાત્રિના સમયે વેશ બદલીને ફરતો હતો અને તેથી તે લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સારી રીતે સમજી શકતો હતો. એક વખત રાજા ત્યાંની ઝૂંપડીઓમાં રહેનારા લોકોને મળ્યો, તેની નજર પાંચ વર્ષની એક બાળકી પર પડી. જ્યારે રાજાએ તેના આરોગ્યની પ્રશંસા કરી તો તેની વિધવા માતાએ કહ્યું કે 'તેના ભોજનને લઈને હું ત્રણ બાબતોનો ખ્યાલ રાખું છું. પ્રથમ, હું એને કહું છું કે કઠોર પરીશ્રમ કર, મહેનત કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. બીજી વાત, હું હંમેશાં તેને ઘરનું ભોજન ખવડાવું છું અને ત્રીજી વાત, મેં એને શીખવ્યું છે કે હંમેશાં જરૂરિયાતથી વધારે અને ભૂખથી ઓછું ખાવું જોઈએ નહીં.’ રાજાને આ માતા પર અત્યંત ગર્વ થયો, તેણે તુરંત પોતાની સાચી ઓળખ જણાવીને અન્ય લોકોને પણ બાળકોને આવું જ શિક્ષણ આપવાનો આગ્રહ કર્યો. માતા-પિતાઓ જો બાળકોને શરૂઆતથી જ આરોગ્યનું શિક્ષણ આપવાનું શરૂ કરે તો ભવિષ્યમાં આ બાળકો સ્વસ્થ રહેશે અને સારા માણસ પણ બની શકશે.