ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ સ્થાપો કાયમ શાંતિ રહેશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘર વસાવવામાં જે વસ્તુઓ કામ લાગે છે, તે ઘર ચલાવવામાં બદલાઈ જાય છે. ઘર ચલાવવામાં તન, મન અને ધન ત્રણેનું સંતુલન હોવું જોઈએ. ગૃહસ્થી આ ત્રણ પાયાનો પલંગ છે. એક પણ નબળો થાય તો પલંગ ડગવા લાગે છે. માત્ર ધનથી ઘર ચલાવનારા વધારે દુ:ખી જોવા મળે છે. માત્ર તનનું સુખ ધીરે-ધીરે ભોગ બનીને એક દિવસ રોગમાં બદલાઈ જાય છે.મનને ઊંડાણથી સજતા ઘર-પરિવારમાં સ્વર્ગ જેવું વાતાવરણ થઈ શકે છે. હકીકતમાં મન એક રસ્તો છે, જ્યાંથી પરિવારની આત્મા સુધી પહોંચી શકાય છે. જ્યારે આપણે રોગી હોઈએ છીએ તો ઋષિઓએ કહ્યું છે, આ સમયે વિચાર કરો કે આ શરીર સિવાય આપણી અંદર શું છે, જે અલગ છે.તે પ્રકાશમાન છે. જેવી તેની અનુભૂતિ આપણને થશે, આપણે દરેક સ્થિતિમાં સુખી જ રહીશું. ઘણી વખત જાણતા હોવા છતાં અજાણ્યા રહે છે. જો આપણે પરિવારની આત્મા પર ટકીશું તો સમગ્ર ઘરને તાણમુક્ત કરી શકીશું.