રોમ અને ગ્રીસ સુધી વેરાયેલા હોળીના રંગો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાખ કુછ યૂઁ ગુલાબ દેતી હૈ/ જૈસે પલકે ઝૂકા કે લડકેં કો/ કોઈ લડકી જવાબ દેતી હૈ/ ફૂલ હી ફૂલ બસે ઉમ્મીદોં મેં/ દિલ મેં કોંપલે ફૂટતી હૈ.- કવિ સૂર્યભાનુ ગુપ્ત
ફ્રેંચ કવિ જીન જિરોડોકસે એક યુનિવર્સલ સત્ય ફૂલો માટે ઉચ્ચારેલું: ‘ફૂલ એ જગતનિયંતાએ કરેલાં અનેક નિર્માણ પૈકીનું સુંદરમાં સુંદર નિર્માણ છે. ફ્લાવર ઇઝ પોએટ્રી ઑફ રિપ્રોડક્શન. ફૂલમાં ઈશ્વરે લોભાવવાની અમર તાકાત આપી છે. આ ફૂલને આજે કેમ યાદ કર્યું? ભારતમાં જેમ ધુળેટી-હોળીમાં રંગે રમાય છે તે રીતે રોમ અને યુરોપમાં તેમ જ હવે અમેરિકામાં ‘સેટરનેલિયા’ જેવો ધુળેટી જેવો જ તહેવાર ઉજવાય છે. ત્યારે ત્યાંના યુવકો અને વૃદ્ધો ફૂલોથી રમે છે. સેટરનેલિયા એવો તહેવાર છે કે સ્ત્રી-પુરુષ તે દિવસે એકબીજાં સાથે ‘મર્યાદિત’ છૂટ લે છે.

તમે આજકાલ હોળી-ધુળેટીના પર્વમાં રંગથી રંગાયા હો તો હવે થોડાક વાચનના રંગમાં રંગાઈને એ ધુળેટીને બહાને શનિ દેવતાની વાત જાણો. હોળી જેવા જ ખાસ તહેવાર રોમ તેમજ યુરોપમાં સેટરનેલિયા નામે ઉજવાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિના ગ્રહને પણ થોડો જાણો. આજના લેખનો વિષય હોળી-ધુળેટી છે તો આપણે રાજકોટથી શરૂ કરી પછી રોમ (ઇટાલી) સુધીની આ પ્રકારની ઉજવણી વિશે જાણીએ.

આ વખતની હોળીમાં રોજકોટમાં એક લાખ છાણાંની અભૂતપૂર્વ હોળી થઈ હતી. હોળી પ્રગટી ત્યારે કપુરની 10,000 ગોટી અને 85 કિલો ગુગળથી હોળીને વધાવી હતી. કેલિફોર્નિયાના ગામડાથી આવેલી એક ગુજરાતી- અમેરિકન યુવતીએ થોડોક સમય તો આ ‘વેસ્ટેજ’ પ્રત્યે નાખુશી બતાવી, પણ પછી પોતે જ આ ફેસ્ટિવલનો બચાવ કર્યો. આ વસંતોત્સવ હવે અમેરિકામાં પણ ઉજવાય છે. ઘણા લોકો તેને હોળી-સેટરનેલિયા કહે છે. ગ્રીસમાં ધુળેટી કક્ષાના તહેવારને ક્રોના (KRONAA) કહે છે. સાત-સાત દિવસ લોકો વિવિધ ફૂલો અને રંગે રમે છે. રોમાન્સ કરે છે આ સાત દિવસોમાં મોરલ-રિસ્ટ્રિક્શન્સ થોડાં ઢીલાં કરાય છે. ભારતમાં ઘણાં ગામડાં અને શહેરોમાં જેમ હોળી-ધુળેટીના દિવસે બેથી  છ દિવસ સુધી ફૂલે કે રંગે રમાય છે, તેમ ગ્રીસમાં સાત-સાત દિવસ આ તહેવાર ચાલે છે. ઓલ વર્લ્ડલી વર્ક ઈઝ સ્ટોપ્ડ, બિઝનેસ- સસ્પેન્ડેડ એન્ડ સ્લેવ્ઝ આર ગિવન લિમિટેડ ફ્રીડમ.

હોળીની રાખ ઠંડી પડે પછી તે ભલે ‘રાખ’ કહેવાય પણ તે અતિ કીમતી રાખ બની ગઈ હોય છે. અમુક ખેડૂતો કોથળા ભરી ભરીને આ રાખ વેચાતી લઈ જાય છે. આ રાખ ગાય-ભેસ માટેનું ખાણ તૈયાર થાય તેમાં ભેળવાય છે, કારણ કે એ રાખ અતિ પૌષ્ટિક બની હોય છે તે રાખને વિવિધ કીમતી ધાતુનો પાસ મળે છે. આ રાખ એક ઉત્તમ કુદરતી ખાતર બને છે. આ હોળીનું ખાતર ભારતભરમાં કરોડો રૂપિયાનું થાય છે. ઘણા ખેડૂતો દૂરદૂર ગામડેથી ગાડાં જોડીને આવે તેમાં પાછા ફરતી વખતે તે ગાડામાં હોળીની કીમતી રાખ ભરી જાય છે.

ઉપર આપણે ઉત્સવની મોજ એકબીજાં ઉપર ફૂલ ફેંકીને કરવાની વાત કરી હતી, તેવી ‘ફૂલોવાળી’ હોળી વૃંદાવનમાં પણ થાય છે. એકાદશીના દિવસે વિવિધરંગી પુષ્પોથી ભગવાન કૃષ્ણના મંદિર આગળ ભક્તો ફૂલથી ભગવાન સાથે અને પરસ્પર રમે છે. ભગવાનને ચઢાવેલાં ફૂલો પુરોહિતો ભક્તો પર ફેંકે છે, વૃંદાવનમાં એક સુધારો જોવામાં આવ્યો વિધવાઓને રંગે કે ફૂલે રમવા દેવાતી નહીં તે હવે છૂટ છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે રંગ અને ફૂલોથી ધુળેટી રમે છે.

આ દિવસે વ્રજમાં (વ્રજ એટલે મથુરા-વૃંદાવન બાજુનો વિસ્તાર) વિદેશના ટૂરિસ્ટો મોટી સંખ્યામા ધુળેટી રંગન જોવા અને પોતે રંગત રમવા આવે છે. ખરેખર તો હોળી-ધુળેટીનો તહેવાર ખેડૂતો માટે વધુ હોય છે. ખેડૂતો પાક-પાણી અને લીલી મોલાત જોઈને ખુશ થાય છે. રોમનકથા પ્રમાણે શનિના દેવતા એ ખેડૂતોના દેવતા છે. જ્યારે ખેતી શરૂ થઈ ત્યારે પૃથ્વી ફળદ્રુપ હતી. વગર ખાતરે પાકપાણી થતાં.

આ દિવસે સ્કૂલો અને કૉલેજોમાં પણ લાંબી રજા પળાય છે. જૂના જમાનામાં માલિકો ગુલામ રાખતા. આ ગુલામોને હોળી-ધુળેટીને દિવસે મુક્ત કરાતા. માલિકો અને ગુલામો રંગે રમતા. અમુક જણ તે દિવસે જુગાર રમતા. જુગાર તો આજેય રમાય છે. કવિ હોરસ આ દિવસને ‘ડિસેમ્બર લિબર્ટી’ કહેતા. (પશ્ચિમમાં ડિસેમ્બરમાં ધુળેટી- સેટરનેલિયા ઉજવાય છે). ધનિકો તમામ એટિકેટ છોડીને મનફાવે તેવાં વસ્ત્રો પહેરે છે. તે દિવસે ખરો સમાજવાદ પ્રેક્ટિક્લ સ્વરૂપે દેખાતો. તમને જાણીને નવાઈ લાગશે કે કેલિફોર્નિયા યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં શનિ દેવતા વિશે પુષ્કળ માહિતી આપતાં પુસ્તકો છે. આ લેખમાં શનિ વિશે લખવું તે ગાગરમાં સાગર સમાવવા જેવું છે- ‘શનિ એ કર્મના દેવતા છે. શનિનો ગ્રહ આદેશ કરે છે કે સખત કામ કરો. કર્મણ્યેવાધિકારસ્તે. તારો અધિકાર કર્મનો છે. શિસ્ત અને જવાબદારી સાથે કર્મ કરો. તમે દુનિયાને જીતી શકશો.

રોમન લોકો શનિ દેવતાને એક મિસ્ટિરિયસ ફિગર ગણતા હતા. આ દેવતાના હાથમાં ખેતર ખેડવાનું હળ રહેતું, એટલે તે ખેડૂતોના દેવતા ગણાતા. It has close relation to agriculture. આ શનિના દેવતાએ જ માનવજાતને કૃષિની કલા શીખવું. જ્યારે શનિ દેવતાની કૃપા હોય, ત્યારે સમગ્ર સૃષ્ટિમાં માનવજાત અનહદ સમૃદ્ધિ ભોગવે છે.

કાન્તિ ભટ્ટ, આસપાસ 
અન્ય સમાચારો પણ છે...