• Gujarati News
  • History Of Nekedanesa: Countries Still Do Not Object To Nudity

એ અસામાન્ય વાત ઘણા દેશોમાં સામાન્ય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિ‌સ્ટ્રી ઓફ નેકેડનેસ : અનેક દેશોમાં આજેય નગ્નતા સામે વાંધો નથી

બ્રિટન કરતાં બીજા દેશો જે કન્ર્ટીનેન્ટલ યુરોપના દેશો ગણાય છે તે ફ્રાન્સ, સ્પેન, ગ્રીક અને જર્મનીમાં નગ્નતા સામે કોઈ જ વાંધો હોતો નથી. હા, અમુક આફ્રિકન દેશોમાં નગ્નતા પ્રતિબંધિત છે. સધર્ન ઈથોપિયામાં જોકે ઉપલું વસ્ત્ર તો સ્ત્રીઓ પહેરતી જ નથી. ઘણા આફ્રિકન દેશોમાં પ૦ વર્ષ પહેલાં નગ્નતા ફેશન નહીં, અનિવાર્ય હતી. (આર્થિ‌ક દૃષ્ટિએ)

(૧) ટેરરિસ્ટોના ત્રાસથી અમેરિકનો ખૂબ ડરી ગયેલા તેથી વિમાનના મુસાફરો એરપોર્ટ પર ઉતરે તેનાં વસ્ત્રો કાઢીને તપાસવાને બદલે અદ્યતન ''ફૂલ-બોડી સ્કેનર’’ અમુક એરપોર્ટ ઉપર મૂકાયાં છે. એ ટેકનોલોજી અમેરિકાને પ્રાપ્ત છે. તે જર્મનીએ અપનાવી છે, પણ પછી પાદરીઓએ તેમ જ મુસ્લિમ મૌલવીઓએ વાંધો લીધો એટલે આ 'ફૂલ બોડી સ્કેન’ ભાગ્યે જ વપરાય છે.

(૨) ''બ્રીફ હિ‌સ્ટ્રી ઓફ નેકેડનેસ’’માં લખ્યું છે કે ૧૪૯૮માં મહાન વિશ્વ પ્રવાસી ક્રિસ્ટોફર કોલંબસ ટ્રિનિડાડના ટ્રિનિટી ટાપુમાં ગયો ત્યાં સ્ત્રીઓ વસ્ત્ર જ પહેરતી નહીં. વેનેઝુએલા અને ગેબોન નામના આફ્રિકન દેશમાં આજે પણ અમુક જગાએ સ્ત્રીઓ વસ્ત્રો પહેરતી નથી. વસ્ત્રો પહેરે તો આરોગ્ય બગડે છે તેમ માને છે એક એવો પંથ છે કે તમે પ્રાર્થના કે મેડિટેશનમાં બેસો ત્યારે નગ્ન બનીને બેસો તો ઈશ્વર સાથે જલદીથી તાદાત્મ્ય સધાય છે તેમ માને છે. ગંગા નદીમાં ઋષિઓ, બાવાઓ (નાગાબાવાઓ તખેરાજ) નગ્ન બનીને સ્નાન કરતા અને નદીના પ્રવાહમાં ઊભા રહી સૂર્યને અધ્ર્ય આપતા તેમાં ધાર્મિ‌ક-આધ્યાત્મિક કારણ હશે?

(૩) મારા મિત્રે ''ધી હિ‌સ્ટ્રી ઓફ નેકેડનેસ’’નામનું પુસ્તક ભેટ આપ્યું તેણે ભેટ આપતી વખતે લખ્યું કે તમારો ૮૧મો જન્મદિવસ આખો દિવસ નગ્ન બનીને ઊજવજો

(૪) બ્રાઝિલમાં નગ્નતાની ઉજવણી જન્મદિવસે થાય છે જાપાન અને કોરિયામાં પબ્લિક બાથમાં સ્ત્રી-પુરુષ સાથે મળીને નગ્ન સ્નાન કરે છે સાઈબેરિયામાં ત્યાંના સરદાર રૂઝવેલ્ટ જોન્સને (અમેરિકાનાં રૂઝવેલ્ટ નહીં) દુશ્મનો સામે લડવા નેકેડ બેટેલિયનનો ઉપયોગ કરેલો

(પ) હિ‌ટલરની ચૂંગાલમાંથી જર્મની મુક્ત થયું તે પહેલાં નાઝીઓ શિક્ષા માટે યહૂદી સ્ત્રીઓને નગ્ન બનાવીને શેરીઓમાં ફેરવતા. આ આખી નગ્નતાની શિક્ષાને 'શીન્ડલર્સ લિસ્ટ’ (ફઉજરકટજઉદપ્તફ જકફર) નામની ફિલ્મમાં વર્ણવી છે બતાવી છે. ૨૦૦૩માં ઈરાકના ટેરરિસ્ટોને અમેરિકન-આર્મી‍-રિઝર્વ એ પકડેલા તેમને અબુ ઘરેબની જેલમાં નગ્ન બનીને રખાયા હતા. ઘરેબ ગામનું નામ છે.

(૬) કુંભમેળામાં નાગાબાવાઓ તેમના અખાડા સાથે આવે છે. તેમની સાથે ત્રિશૂળ, તલવાર કે ભાલા હોય જ છે. ફિલીપ ગાર ગોમ તેના પુસ્તક હિ‌સ્ટ્રી ઓફ નેકેડનેસમાં લખે છે કે પુરાણા સમયમાં જેલમ નદીથી જોર્ડન સુધી નગ્નતાની કોઈ શરમ નહોતી. લખે છે ''આગમમાં કહેવામાં આવ્યું છે કે જે જે સાધુઓએ દુનિયાનો ત્યાગ કર્યો છે તેણે નગ્ન જ થઈ જવું જોઈએ. આજે ગિરનારની ગુફામાં કોઈ કોઈ નાગાબાવા નજરે પડે છે અને ૯-૧૦ વર્ષના હતા ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હવા ફેર માટે નજીકના ગોપનાથના દરિયાકાંઠે આવતા.

એક વખત તેના પ્રિય ઘોડાની સવારી કરીને તેમનાં સહાયકોથી વિખૂટા પડી મારા ગામ ઝાંઝમેરના દરિયા કિનારે બાપુ આવી ચડયા. મહારાજા એકદમ પ્રજાવત્સલ હતા અમે છૂટથી તેમની સાથે વાતો કરતા. કૃષ્ણકુમારજીને અમે 'બાપુ’ કહેતા. મેં તેમને કહ્યું 'બાપુ અમારા દરિયાકાંઠે ભેંસલા ઉપર એક સાધુ તપસ્યા કરે છે. (દરિયા વચ્ચે મોટો ખડક હોય તેને ભેંસલો કહેતા) 'તો બાપુ કહે ચાલો મારે મળવું છે. ત્યાં એક પથ્થરની ઝૂંપડી બનાવીને નાગોબાવો રહેતો હતો અમે બાબાજીને કહ્યું. 'બાબાજી ભાવનગરના મહારાજા આવ્યા છે.’ તો નાગો બાવો બોલ્યો’ હશે મારે શું કામ છે?’ મહારાજા હસી પડયા અને પોતે લંડનથી જે ખાસ ફિલ્ટર-સિગારેટ મંગાવતા તે બાવાજીને પીવા આપી. તે તુરંત નાગા બાવાએ લીધી અને એક જ જબ્બર ઘૂંટમાં સિગારેટનો ભડકો કરી નાંખ્યો શું નગ્નતાનો આ દમ હશે?

(૭) નેકેડનેસના ઈતિહાસમાં લેખક ફિલીપ્સ લખે છે કે ૨૩૦૦ વર્ષ પહેલાં સિંધુ નદીની જ પુત્રી જેલમ નદી જે કાશ્મીરથી નીકળી પંજાબ સુધી વહે છે ત્યાં સિકંદર આવેલો. તેણે ત્યાં નાગાબાવાના પાવરફૂલ માણસો જોયેલા અને ત્યારે નાગાબાવાને જોઈને પ્રથમ નગ્નતાનો પ‌શ્ચિ‌મી પૂજારી ગ્રીક ફિલોસોફર પીરો ઓફ એલીસ પેદા થયેલો.

નગ્નતાની વાતોની તો આખી ''રામાયણ’’ થઈ શકે છે પણ છેલ્લે હું અડધો જૈન છું (શીલા ઝવેરી જૈન હતા તેને મેં શીલા ભટ્ટ બનાવ્યા) તેથી જૈન ધર્મની અમુક વાતો અને કથાઓ વાંચવા સાથે ખાનપાનમાં જૈન આહારના નિયમો હું પાળું છું. લઘુતમ વસ્ત્રો પહેરું છું ''એ લેમ્પ ઓફ ટુ લાઈટ’’માં ઈલોય હાર્ટ નામના વિશ્વ પ્રવાસીએ દિગમ્બર જૈનો વિશે લખ્યું છે કે આખી જિંદગી સાધુ થાય કે ન થાય પણ દિગમ્બર કુટુંબમાં જન્મેલોએ અમુક પળો કે દિવસો દિગમ્બર થઈ રહેવું પડે છે આજે પ૦ લાખથી વધુ જૈનો માત્ર ભારત જ નહીં પણ અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, આફ્રિકા અને એશિયામાં રહે છે તેમને વિદેશમાં બંધુ ત્રિપૂટી નામના જૈના સાધુઓનાં વસ્ત્ર સાથે દર્શન થતા પણ જેને સાચા દિગમ્બર-સાધુની દર્શન કરવા હોય તે દિગમ્બરો કર્ણાટક જાય છે અને મુડબીદ્દીનાં નગ્ન સાધુઓને જરૂર મળે છે. ઘણા જૈનો તેમને કિંમતી રત્નો ભેટ આપે છે

મુડબીદ્દીના સાધુઓ પાસે આજે ઉત્તમોત્તમ કિંમતી રત્નો, હીરા, નિલમ અને બીજા કિંમતી નંગો હોય છે. તે સાધુ માને છે કે રત્નો રંગીન સ્ફટીક તેમને તંદુરસ્ત રાખે છે. હૃદયરોગના હુમલા થતા નથી. દા.ત ફકીરભાઈ વાઘેલાને ખોટું પથરીનું ઓપરેશન થયું અને મૃત્યુ થયું તેવું મુડબીદ્દીમાં બને જ નહીં. બીમારી આવે તો પણ એલોપેથીની દવા જૈન દિગંબર સાધુ નહીં કરે છે.