ઊંચા પડકાર તમને જીવનના ઉદાત્ત પાઠ શીખવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઊંચા પડકાર તમને જીવનના ઉદાત્ત પાઠ શીખવે છે
- આશાની અમરતા; કોઈની ટીકા કરવાને બદલે તમે કંઈક નવું સર્જનાત્મક કામ કરો. સમસ્યાને એક નવી તક જાણો


સૌરાષ્ટ્રનાં એક સાહિ‌ત્કાર પરમ મિત્ર જેને કંઈ પણ મને કહેવાની છૂટ છે તેણે કહ્યું ''અરે તમે ૮પ વર્ષના થયો? તુષાર ભટ્ટ (ટાઈમ્સના પત્રકાર-તંત્રી) સુરેશ દલાલ અને મહાન વાર્તાકાર અશ્વિન ભટ્ટ ગુજરી ગયા. અશ્વિનભાઈ તો ૬૦ વર્ષેની ટૂકી આવરદાએ ગુજરી ગયા અને તમે પંચ્યાશીની ઉંમરે જીવો છો? તો મેં પણ મજાકમાં કહ્યું ''હા જીવું છું-કેમ કંઈ વાંધો છે?’’ પછી ગંભીર થઈને કહ્યું ''આઈ એમ એક્ઝિસ્ટીંગ રાધર ધેન લીવીંગ’’ હા મારું અસ્તિત્વ ટકાવુ છું. જીવતો નથી. જીવન ફરજ બજાવું છું.
આ વાક્ય મહાન સાહિ‌ત્યકાર રાશેલ જોન્સને પણ કહેલું (લંડન ઈન્ડિપેન્ડન્ટ ૬-૩-૧૪) માત્ર હું નહીં લગભગ આખી દુનિયા મસ્ત બનીને, ફક્કડ-ગીરધારી બનીને 'જીવતી’ નથી, માત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે. જેને ફૂલ-બ્લડેડ લાઈફ કહે છે તેવી ધબકતી જિંદગી ઓછા જીવે છે. સૌરાષ્ટ્રના જ નહીં પણ મહારાષ્ટ્ર અને ઉ.પ્રદેશ, બિહાર વગેરેના ગામડીયા જ ફૂલ બ્લડેડ લાઈફ જીવે છે. ખૂબ તંગીમાં, ગરીબીમાં અને કઠણાઈઓમાં પણ જીવે છે. તેમના સ્પીરીટનું નામ જ હિ‌ન્દુસ્તાન છે.

તમને કે તમારી પત્નીને જૂની ફિલ્મોના ગમશુદા ગીતોની કેસટો વારંવાર સાંભળવી ગમે છે? તેને ગમગીનીથી (મેલંકલી) ભરેલી વાર્તા વાંચવી ગમે છે? તેમને અને અમુક તમારા નિરાશાવાદી મિત્રોને ગમગીનીમાં વધુ ફેંકે તેવી ફીલસૂફી ગમે છે, અગર-ગમગીની વાળી - કે કલાપી અગર દેવદાસીય વાર્તા બહુ ગમે છે તો તે પુસ્તકો કે કેસેટો ફેંકી દેજો. અમુક મિત્રો પાસે જાઓ તો સતત તે તેના જીવનની નિરાશા ભરી કથની કહેવા માંડે છે.
તેની આવી આદત છોડાવજો. કારણ કે જો તેને ડાયાબીટીસ કે હૃદયરોગ કે બીજા આંતરડાના રોગ થશે તે દવાથી જલદી સાજા નહીં થાય. મેલંકલી-મુડવાળાને દવાઓ પણ જલદી કામયાબ અસર કરતી નથી. ગમગીની વાળા સ્વભાવ છોડાવીને આનંદની જ વાતો કરવી. એને પંકજ મલીકના 'મહક રહી ફૂલવારી’ જેવા જીવનના ઉત્તેજક ગીતો સંભળાવવા.અમેરિકાની લોસ એન્જલસની યુનિવર્સિ‌ટી ઓફ કેલીફોર્નિ‌યાના ન્યુરો સાયકીઆટ્રિક વિભાગના ડો. બ્રુસ નાલીલોફ કહે છે કે આવા મલંકલી મૂડ માણસને રોગ વગર બીમાર પાડે છે.
તેનાથી રોગના જતું વધુ પોષાય છે. જે લોકો ફિલસૂફીની આંતરમુખી વાતો ઠોકતા હોય તેને કહો ''બહિ‌ર્મુખી’’ બને. જિંદગી જેવી આવી છે તેવી જીવી લે અને નગીનદાસ સંઘવી તેની કટારમા 'તડ અને ફડ’ શબ્દો વાપરે છે તેમ જિંદગી સાથે અને દુનિયા સાથે તડ અન ફડનો મિજાજ રાખીને જીવે. આપણાં શરીરમાં નોરેપીન ફાઈન નામનું રસાયણ છે તે રસાયણ રોગનો પ્રતિકાર કરે છે અને રોગનો પ્રતિકાર કરતી વખતે કહે છે રોગથી નાસો નહીં, રોગનો બહાદુરથી સામનો કરો. કહો આવી જા બેટા, બીજી ઘણી તકલીફો આવી ગઈ છે.
હું પાર કરી ગયો છું, તું પણ આવી જા.’’ જેકી લોવરીંગ નામના લેખકે 'એ ફિલ્ડ ગાઈડ ટુ મેલંકલી’નામનું પુસ્તક ૨૦૦૯માં બહાર પાડેલું. તેમાં કવિ વર્ડઝવર્થનું સોનેરી કથન ટાકયુ છે તે કહે છે કે ''મેલંકલી - અર્થાત ઉદાસીનતા કે ગમશુદા રહેવું તે આપણને સૌને ન પોસાય તેવી લકઝરી છે... ડિપ્રેશન પણ એવી ફરિયાદ છે કે એ તમારી પસંદ કરેલી અને હાથે કરીને માથે ઓઢી લીધેલો રોગ છે.’’ હવે કઠણાઈની વાત એ છે કે સાહિ‌ત્યમાં લોકોને દેવદાસીયા વાર્તા ગમે છે.
ગમગીની વાળી વાર્તા ગમે છે તેથી લેખકો પણ અને ફિલમવાળાને પણ આવી ગમશુદા વાર્તા અને ગીત રચવા ગમે છે. ફિલ્મ 'ગાઈડ’ તમે જોયેલી? તેમા દેવાનંદ આખરે મીનાકુમારીના નિષ્ફળ પ્રેમ પછી પરાણે (હા પરાણે) ભગવા 'કપડા પહેરી’ સાધુ જેવો થઈ જાય પછી લોકો તેને પરાણે સાધુ-ફિલસૂફ બનાવી દે છે તેના 'ભગવા’ જોઈનેફિલસૂફી ગઈ ઘેર, તમે ધીરે ધીરે આપઘાતને રવાડે ચડી જશો માટે આશા-ઉમંગ સાથે જીવો. મારી પાસે તુરંત તો હાથમાં આવે તેવા બે પુસ્તકો છે.
એક છે ''ધ રેશનલ ઓપ્ટિમીઝમ’’ અને બીજુ છે. ''હોપ: ફ્રોમ માય હાર્ટ’’. ''રેશનલ ઓપ્ટીમીઝમ’’માં આજના માનવીને ગ્રીડ-લોભની વાત કરી છે. ૧૯પ૮માં જે. કે. ગોલબ્રેથ નામના મહાન અર્થશાસ્ત્રીએ વહેલાસર કહેલું કે ''આજે સમૃદ્ધ સમાજ પાસે અને ધીરે ધીરે ઊંચા મિડલ કલાસ પાસે એટલી બધી સમૃદ્ધિ આવી છે અને તેની મર્યાદા આવી ગઈ છે છતાં તેનાથી આગળ સમૃદ્ધિ આવે તો અકરાંતિયા થઈ આખરે રોગનો ભોગ થવાય છે. આપણે ભૌતિક સગવડોની વાત કરીએ તો આજે માત્ર અમેરિકા જ નહીં પણ હિ‌ન્દુસ્તાન જેની ''ગરીબીની ગાણા’’ ગાણા હતા ત્યાં મોટે ભાગે લોકોને પાણી મળી રહે છે.
વીજળી મળે છે. વોશિંગમશીને આવ્યા છે. રેફિજરેટર તો ઘેર ઘેર છે. આવી લક્ઝરી તો ૧૯૦૦ સદીમાં કોઈની પાસે અમેરિકામાંય નહોતી. અમેરિકા જેવા દેશમાં ૧૮૯૦માં 'હાઉ ધ અધર હાફલીવ્ઝ’ નામના પુસ્તકમાં લખેલું કે ન્યુયોર્કમાં ૧૦ ફૂટ બાય દસ ફૂટના રૂમમા નવ-નવ જણ રહેતા હતા. દિવસમાં એક ટંક જમતા હતા. આજે ભારતમાં પણ આવી હાલતમાં ગરીબો પણ જસલાથી જીવે છે.''હોપ: ફ્રોમ માય હાર્ટ’’ એ પુસ્તક તો અદભૂત છે. તેના લેખક રીચ ડેવોસે જિંદગીના દસ મૂલ્યવાન પાઠો શીખ્યા છે.
તે માત્ર આશાની જ વાત કરી છે. ''માનવ જીવન કદી જ પ્રોબ્લેમ વગરનું હોતું નથી એટલે મને પણ એ પ્રોબ્લેમ-સમસ્યાની પ્રસાદી મળે જ ને? એ 'પ્રસાદી’ (સમસ્યાની) માટે આનંદથી આરોગવાની રહી. મેં હંમેશા મારી સમસ્યાઓને મારા માટે પડકાર માનેલી છે અને આ સમસ્યાઓએ કદી જ આશા ન ગુમાવવાનું મને શીખવ્યું છે. ઘણા લોકો જેણે સમસ્યાને સમસ્યા નહીં પણ એક ઓપોરચ્યુનિટી માનેલા છે તે કહે છે કે - ગુડ ચેલેન્જ પ્રેઝન્ટસ ન્યુ ઓપોરચ્યુનિટીઝ, ટુ લર્ન ટુ ગ્રો ટુ ગેઈન સ્ટ્રેન્થ, ઓર ટુ રિચ એ હાયર ગોલ આનું ગુજરાતી સરળ છે-
એક ઊંચા પડકાર આવે તે આપણે માટે પડકાર સાથો સાથ નવી તકો પણ લાવે છે. આપણે જીવનના ઉદાત્ત પાઠ શીખીએ છીએ. તેમાંથી આપણે ઊચા આવવા આપણી શક્તિને પડકારીએ છીએ. તેનાથી આપણે મજબૂત બનીએ છીએ અને પછી એક ઊંચા ગોલ સિદ્ધ કર્યા પછી નવો ગોલ- નવુ લક્ષ્યાંક શોધીએ છીએ બીજી આજની મોટા ફિલોસોફરોની કે ચિંતકો કે કટાર લેખકોની કુટેવને તમે અપનાવશો નહીં. રિચ ડેવોસે 'હોપ’માં લખ્યું છે કે ઈટ ઈઝ મચ ઈઝિયર યુ ક્રિટીસાઈઝ ધેન ક્રિએટ’’ અરે બાબા કોઈની ટીકા કરવાને બદલે તમે કંઈક નવુ સર્જનાત્મક કામ કરોને? અરે કશુંક ક્રિએટીવ લખવા બેસી જાઓ.