વ્યક્તિપૂજા એટલે વિચારોનું આચરણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન બુદ્ધ પોતાના તમામ શિષ્યોને ખૂબ જ સ્નેહ કરતા હતા. એક વખત તેમનો વક્કલિ નામનો શિષ્ય બીમાર પડ્યો. કેટલાક દિવસ સુધી અન્ય સાથી અને ભિક્ષુકો તેનું ધ્યાન રાખતા રહ્યા પણ તેની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. એક દિવસ વક્કલિએ પોતાના ભિક્ષુ મિત્રને કહ્યું કે તે ભગવાન બુદ્ધનાં દર્શન કરવા માગે છે. તેનાથી તેના મનને શાંતિ અને તૃપિ્ત મળશે અને મનને પણ રાહત થશે, તો શરીરને સાજું થવામાં વાર નહીં લાગે. બુદ્ધ પાસે જેવા વક્કલિની બીમારી અને ઈચ્છાના સમાચાર મળ્યા, તો તેઓ તરત જ તેને મળવા ગયા. બુદ્ધને આવતાં જોઈને વક્કલિએ ગદગદ થઈને કહ્યું કે તેમના દર્શની ખૂબ જ ઈચ્છા હતી, જેને તમે પૂર્ણ કરી દીધી. ત્યારે બુદ્ધે તેને સમજાવ્યું, વક્કલિ, જેમ અશુિદ્ધઓથી ભરેલી તારી કાયા છે, તેવી જ મારી છે. કાયાનો મોહ ન રાખીશ, ધર્મ પર દિષ્ટ કેન્દ્રિત કરો. વ્યક્તિ પૂજા કરતા સિદ્ધાંત પૂજા વધારે મોટી છે. તેથી વ્યક્તિના માન કરતાં તેના વિચારોને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ.