તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોને સંસ્કૃતિની તાલીમ આપો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણા ઘરમાં સંતાનનો જન્મ થાય ત્યારે પરિવારના મોટાભાગના લોકો ખુશ હોય છે. પરિવારના કેટલાક સભ્યો તે સંતાનમાં પોતાનું ભવિષ્ય જોવા લાગે છે. પોતાના વ્યવસાયના ઉત્તરાધિકારી બનાવવા માટે પણ તે બાળકની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

એ વાત સાચી છે કે નવજાત શિશુ પાસે માત્ર ભવિષ્ય હોય છે. તે યુવાન થાય ત્યારે તેની પાસે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે હોય છે અને વૃદ્ધ પાસે માત્ર ભૂતકાળ હોય છે, કારણ કે તેનો વર્તમાન સમય વિભાજિત હોય છે અને ભવિષ્ય શૂન્ય સમાન લાગે છે. તેથી તે બાળકને ભવિષ્યમાં ફેંકવાની તૈયારી કરવા લાગે છે. ભારતીય સંસ્કૃતિ સંતુલનમાં વિશ્વાસ ધરાવે છે. ઋષિ-મુનિઓએ કહ્યું છે કે બાળકોનો ભૂતકાળ ભલે ન હોય, પરંતુ તે તેનાં માતા-પિતાનો અંશ છે. જન્મ આપતી વખતે માતા-પિતાનો જે વર્તમાન હોય તે જ આ બાળકનો ભૂતકાળ હોય છે. ઘરના દિવંગત, વૃદ્ધ સભ્યો અને વંશની પરંપરાઓથી બાળકોને માહિ‌તગાર કરવા જોઈએ.