દુર્ગુણોના સંતુલનથી આનંદ મેળવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતિશય કામ કરવાની દોડધામમાં અનેક લોકો ભૂલી ગયા છે કે કામ અને જીવન એ બે અલગ બાબત છે. પરમાત્માએ જીવન આપ્યું છે એટલે જ કામ કરી શકીએ છીએ. જીવન તો પશુઓ પાસે પણ છે, પરંતુ એ માત્ર ભોજન અને ભોગ માટે જ હોય છે. માણસનું જીવન આ સિવાયના કેટલાક લક્ષ્યો માટે પણ હોય છે. તેમાં ધન, પદ-પ્રતિષ્ઠા ધર્મ-રક્ષા, રુચિ અને આનંદ સામેલ છે. આપણે કામમાં એટલા વ્યસ્ત બની જઈએ છીએ કે જીવનનો આનંદ ઓસરવા લાગે છે. કામ, ક્રોધ, મદ અને લોભ એ ચાર બાબતો તમારા પરિશ્રમને જીવનથી અલગ કરી શકે છે. જો તેમનું યોગ્ય રીતે સંતુલન કરી લીધું, તો પરિશ્રમ કરવાની સાથે પણ જીવનનો આનંદ માણી શકાય છે. 
 
જ્યારે કામવાસનાનો વેગ આવે છે, તો તેનાથી લોભ, ક્રોધ અને અહંકાર ત્રણેય આહત થાય છે. ધ્યાન રાખો, આ ત્રણેયની તો બીજી પણ જરૂર પડી શકે છે, પરંતુ કામાવેગથી ન બચ્યા, તો આ ત્રણેય વિકૃત થઈ જશે, જ્યારે તેમનો યોગ્ય ઉપયોગ ન કર્યો, તો સારાં પરિણામ પણ મળી શકે છે. માણસને સાજ-સામાન જોઈએ છે, એ લોભ છે, જો તેમાં અડચણ આવે, તો ક્રોધ જન્મે છે અને આ બધું મેળવવાનું દબાણ અહંકાર લાવે છે. 

આ ચારેયમાં સંતુલન મેળવતાંની સાથે જ તેમાંથી બહાર નીકળી શકશો. આપણે અતિશય મહેનત કરીએ છીએ, એટલે કામવાસના પણ ક્ષીણ થઈ જાય છે. આજે અનેક દંપતીઓ વચ્ચે શરીરની જરૂરિયાત તેમના પરિશ્રમે ખતમ કરી નાખી છે, એટલે એક પ્રકારની વિકૃતિ આવવા લાગે છે, કારણ કે પહેલાં સંબંધોના તાણાવાણા જરૂરી છે. જીવનનો સાચો આનંદ લેવો હોય અને મહેનત પણ જાળવી રાખવી હોય, તો આ ચારેય દુર્ગુણોનો યોગ્ય ઉપાય શોધી લો.
અન્ય સમાચારો પણ છે...