હેન્ગિંગ ગાર્ડન્સ રાણીનું દિલ જીતવા બન્યા બેબીલોનના બગીચા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂની દુનિયાની સાત અજાયબીઓમાંથી એક ગણાતા બેબીલોનના હેન્ગિંગ ગાર્ડન્સ એટલે કે ઝુલતા બગીચા હવે રહ્યાં નથી, કે જેવું અનેક ઇતિહાસશાસ્ત્રીઓનું માનવું છે કે કદાચ તેમનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું અને તે માત્ર કવિઓની કલ્પના જ હતા. તેમ છતાં સંશોધનકર્તાઓમાં તેમનું આકર્ષણ ક્યારેય ઘટયું નથી. અનુમાન અનુસાર આ ઝુલતા બગીચા પ્રાચીન બેબીલોન રાજ્ય (વર્તમાન ઇરાક)માં બનેલા હતા. તેનું નિર્માણ નવા બેબીલોન સામ્રાજ્ય દરમિયાન છઠ્ઠી સદી ઈસ. પૂર્વ કરાયું હતું. દંતકથા પ્રમાણે સમ્રાટ નિબ્યુકેડનેઝર બીજાએ પોતાની રાણી એમિતીસનું દિલ જીતવા માટે આ બગીચાઓ બનાવડાવ્યા હતા. રાણી મહેલમાંથી બહાર નીકળવાનું પસંદ કરતાં ન હતાં, આથી રાજાએ નક્કી કર્યું કે મહેલના બાંધકામમાં જ સમાયેલા હોય એવા બગીચાઓ બનાવવામાં આવે, જે રાણીનું દિલ જીતવાની સાથે જ બેબીલોનિયાની સભ્યતા અને સ્થાપત્ય કલાનું પણ એક ઉદાહરણ બને. પ્રાચીન ગ્રીક અને રોમન સાહિ‌ત્યકારોએ બેબીલોન બગીચાઓનું વિસ્તારપૂર્વક ગુણગાન કર્યું છે. દુર્ભાગ્યવશ બીજી સદી ઈસ. પૂર્વે આવેલા ભૂકંપને કારણે આ અજાયબીઓ નષ્ટ થઈ ગઈ હતી.