બાળકોને દબાણથી મુક્ત રાખો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે માતા-પિતા એક તો બાળકો સાથે સમય વિતાવતા અથવા જે સમય વિતાવે છે તેની ગુણવત્તા પર ધ્યાન નથી આપતા. મોટાભાગે માતા-પિતા બાળકોના અભ્યાસ માટે એટલા આતુર થઈ ગયા છે કે તે ભૂલી જ ગયા છે કે તેમને શિક્ષણની સાથે કંઈક બીજું પણ આ સમયે આપવું જોઈએ. બાળકોનું શિક્ષણ ભારરૂપ બની જાય તો તે ભણેલા-ગણેલા મજૂર સમાન જ હશે. શિક્ષણ મેળવતી વખતે બુદ્ધિની સાથે હૃદયની ભૂમિકા પણ યથાવત્ રહેવી જોઈએ. ભાવનાઓ હૃદયનો વિષય છે. માત્ર બુદ્ધિમાંથી પસાર થઈને બાળકો ઝડપથી વ્યવસાયિક બની જાય છે. ભારરૂપ શિક્ષણ તેમને ક્યારેય મુક્ત થવા નહીં દે. બાળકોને સારું શિક્ષણ આપતી વખતે માતા-પિતાએ માત્ર તેમના પ્રોગ્રેસ કાર્ડ પર જ નહીં, તેમનું મન પણ વાંચવું જોઈએ. બાળક માતા-પિતાની જેમ બહાર કંઈક કહે છે તથા અંદરથી કંઈક બીજું વિચારે છે. બાળક આ દબાણમાંથી મુક્ત થવા માટે વિરોધ કરશે અથવા તો દબાણમાં આવી જશે.

જીવન - પંથ- પં. વિજયશંકર મહેતા