તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મો માટેના વકીલ, જે ખરેખર જજ જેવા હોય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિનેમાની શતાબ્દીના પ્રસંગે કલાકારો, સંગીતકારો અને નિર્માતા-નિર્દેશકો અંગે તો ઘણું લખાઈ રહ્યું છે, પરંતુ હજી પણ અનેક લોકો મીડિયાના દાયરાની બહાર છે. સૌથી ઓછો પ્રચાર પ્રદશનકર્તા અને વિતરકનો થાય છે, જ્યારે ફિલ્મની સફળતા અને નિષ્ફળતાની સૌથી વધુ અસર આ વર્ગને જ થતી હોય છે. સમગ્ર ભારતમાં અસંખ્ય સિંગલ થિયેટર બંધ થઈ ગયાં છે અને ફિલ્મઉદ્યોગમાં બરબાદ થનારા વિતરકોની ગણતરી તો શક્ય જ નથી. વર્તમાન સદીમાં સિનેમાનું પોષણ પ્રદર્શક અને વિતરકોનાં નાણાંથી થતું રહ્યું છે. લાંબા સમય સુધી નક્કી થયેલી કિંમતના પચાસ ટકા નાણાં વિતરકો શૂટિંગના સમયે નિર્માતાને મોકલતા રહ્યાં છે, જેને કારણે ફિલ્મનિર્માણનો આર્થિક ભાર નિર્માતાના માથેથી હળવો થઈ જતો હતો. ફિલ્મનિર્માણનો ખર્ચ પ્રદર્શન અને વિતરણક્ષેત્રમાંથી જ નીકળતો રહ્યો છે. ફિલ્મની નિષ્ફળતાનો ટોપલો પણ વિતરક અને પ્રદર્શકના માથે જ ફૂટતો રહ્યો છે. ૨૯મી જૂનના રોજ જાલંધરમાં વિતરક વકીલ સિંહનું એક માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું. લગભગ પાંચ દાયકા સુધી સરદાર વકીલ સિંહ જાલંધરના ફિલ્મ બજારમાં જજની જેમ રહ્યા છે અને તેમની ઓફિસમાં શુક્રવારના બપોરથી જ ફિલ્મની સર્જરીની શરૂઆત થઈ જતી હતી. આટલા લાંબા સમય સુધી દસ-પંદર વ્યક્તિનું બપોરનું ભોજન વકીલ સિંહ પોતાના ઘરેથી લઈને આવતા હતા અને તેમની ઓફિસ ફિલ્મી લંગર બની જતી હતી. પોતાના મુંબઈ પ્રવાસ દરમિયાન પણ તેઓ સવારે ચાલીને આવ્યા બાદ દરેકને પોતાના રૂમમાં બોલાવતા અને ફળ ખવડાવતા હતા. એ વ્યક્તિ માટે એકલા કંઈ પણ ખાવું ક્યારેય શક્ય ન હતું, જાણે કે તેઓ હરતા-ફરતા માનવીના સ્વરૂપમાં એક લંગર હતા.

અત્યંત ઓછું ભણેલા વકીલ સિંહે નાની ઉંમરે લાઉડ સ્પીકર પર ફિલ્મોનો પ્રચાર કર્યો છે. એ સમયે પ્રમોશન માટે આજની જેમ મંચ નહોતા. ઘોડાગાડી કે રિક્ષામાં બંને બાજુએ ફિલ્મના પોસ્ટર લગાવીને એક વ્યક્તિ હાથમાં લાઉડસ્પીકર પર ફિલ્મનો પ્રચાર કરતી હતી. વકીલ સિંહ ફિલ્મ પ્રતિનિધિ પણ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની પ્રિન્ટની સાથે વિતરકના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ દરરોજ થિયેટરના કલેક્શનનો અને પોતાનો રિપોર્ટ વિતરકને મોકલવાનો રહેતો હતો. વકીલ સિંહે પોતાના અનુભવથી સફળતાનું રહસ્ય સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે એક ભાગીદાર બનાવીને નાના બજેટની માર-ધાડવાળી સસ્તી ફિલ્મો ખરીદવાનું શરૂ કર્યું. તેમણે દારાસિંહની અનેક ફિલ્મો ખરીદી છે. ફિલ્મ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાએ રાજ કપૂરની પ્રતિષ્ઠા ખરડી હતી ત્યારે વકીલસિંહ તેમની પાસે ‘બોબી’ ફિલ્મના પંજાબના વિતરણ અધિકાર ખરીદવા પહોંચ્યા હતા. રાજ કપૂરનો જુનો વિતરક કોઈ ઉત્સાહ દેખાડતો ન હતો. વિતરકો માનતા હતા કે સુપરસ્ટારથી ભરેલી ‘મેરા નામ જોકર’ જ્યારે રાજ કપૂર ચલાવી શક્યા નથી તો નવા કલાકારોવાળી ‘બોબી’ કેવી રીતે ચાલશે? વકીલસિંહ ગામડિયા વ્યક્તિની જેમ એકદમ સ્પષ્ટવાદી હતા. રાજ કપૂરને તેમનો આ સ્વભાવ ગમી ગયો અને તેમણે ‘બોબી’ના વિતરણ અધિકાર સી ગ્રેડની એકશન ફિલ્મો ચલાવતાં વિતરકને વેચી દીધા. ઉલ્લેખનીય છે કે એ સમયે એક પણ વિતરકે ‘બોબી’ ફિલ્મમાં વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો. માત્ર વકીલસિંહે પંજાબના અધિકાર અને શશિ કપૂરે એક ભાગીદાર સાથે મળીને દિલ્હી તથા ઉત્તરપ્રદેશના અધિકાર ખરીધ્યા હતા. ‘બોબી’ના પ્રદર્શન સમયે વકીલસિંહે ફિલ્મવિતરણમાં એક નવો પ્રયોગ કર્યો. તેમણે પોતાના આસપાસના કસબાઓમાં ‘બોબી’ બસ ચલાવી. જેમાં ફિલ્મની ટિકિટ, આવવા-જવા અને નાસ્તાની રકમ એક્સાથે લઈ લેવાતી હતી. વકીલસિંહની નેકી અને દરિયાદિલી પણ પ્રસિદ્ધ હતી.