સંગઠનોની હરિયાળીમાં ઉજ્જડ થતો ફિલ્મોદ્યોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ફિલ્મ ઉદ્યોગમાં નિર્માતાઓ, નિર્દેશકો, વાદકો અને કામદારોના સંગઠન છે અને ફિલ્મ ફેડરેશન ટોચની સંસ્થા છે. આ રીતે વિતરકો અને સિનેમામાલિકોનાં પણ વિવિધ સંગઠનો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઈ ખાતે સક્રિય કેટલાંક સંગઠનો શૂટિંગમાં અડચણ લાવે છે. નાની અમથી વાતમાં મોટી ફિલ્મનું શૂટિંગ અટકાવી દે છે. આ ઉપરાંત અનેક પ્રાંતોમાં જાતિઓ તેમજ અન્ય સંગઠનો પણ છે, જેઓ શૂટિંગ અટકાવી દે છે. થોડા સમય પહેલાં રાજસ્થાનમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’નુ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ આ ફિલ્મનંુ શૂટિંગ અટકાવાયું હતું. દુનિયામાં ભારત જ એક માત્ર એવો દેશ છે, જે બાળકો દ્વારા ફેરવવામાં આવતાં ભમરડાની માફક ચાલતો હોય તેવો ભ્રમ ઉપજાવે છે.  
નિર્માતા અને સિનેમા કામદાર સાથે સંબંધ દર્શાવતી એક ઘટના કંઈક આ પ્રકારે છે કે, કિશોર કુમારે સવા છ વાગ્યે કામ પૂરું કર્યું. કામદાર સંગઠનનંુ કહેવું હતું કે શિફ્ટ છ વાગ્યે પૂરી થાય છે, દસ મિનિટ વધુ કામ કરવા બદલ કામદારોને દોઢ શિફ્ટનું ચૂકવણુ કરવું પડે. આઠ કલાકની શિફ્ટની મજૂરી સો રૂપિયા થાય છે. દસ મિનિટ ‌વધારાના 150 રૂપિયા ચૂકવવા પડે છે. આ બાબતે કિશોર કુમારનુ કહેવું હતું કે, આઠ કલાકના 100 રૂપિયા છે તો એ મુજબ જ 10 મિનિટના રૂપિયા લેવાવા જોઈએ. જોકે, કિશોર કુમારે તેનો બદલો પોતાની રીતે લઈ લીધો. દોઢ શિફ્ટનુ મહેનતાણું કામદારોને એક દિવસ પહેલાં જ આપી દેવાયું. બધા લોકો એ જગ્યાએ પહોંચી ગયા, પણ કિશોર કુમાર ન આવ્યા, શૂટિંગ ન થયું. કામદારોને પૈસા તો મળ્યા પણ તડકામાં બેસવું પડ્યું. જ્યાં પાણી પણ નહોતું.
હકીકતમાં સંગઠન સામુહિક હિત માટે રચવામાં આવતું હોય છે. પરંતુ કેટલાંક લોકોની નેતા તરીકે પસંદગી થાય એટલે દાદાગીરી કરવા લાગે છે. કેટલાંક લોકો સ્પીડબ્રેકર બનાવવામાં કુશળ હોય છે. હવે બધાં જ વ્યવસાયો પર જીએસટી લગાવીને કાગ‌ળની કાર્યવાહી વધારી દેવામાં આવી છે અને વ્યવસાય ભાંગી રહ્યા છે. સિંગલ સિનેમાને બચાવવામાં પ્રાદેશિક સરકારે સિનેમા માલિકો પાસેથી સિનેમાની સાર-સંભાળ માટે ટીકિટના 15 રૂપિયા રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે, આ પૈસા સરકારના ખિસ્સામાંથી નથી જતા. તેનો અર્થ એ છે કે દર્શક જ સિંગલ સિનેમાઘરને બચાવી રહ્યા છે. પરંતુ પ્રાદેશિક સરકાર પણ આવો રાહતરૂપ નિયમ જાહેર કરી શકે એમ નથી.
અન્ય સમાચારો પણ છે...