• Gujarati News
  • Fast Furious Hero Rich Farewell By Latest Movie By Jai Prakash Choksi

ફાસ્ટ ફ્યુરિયસના નાયકને ભાવભીની વિદાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ નુ પોસ્ટર)
હોલિવૂડની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ અને ભારતીય જાસુસ કથા ‘વ્યોમકેશ બક્ષી’ એક જ દિવસે રિલીઝ થઈ અને જો એ સફળ થતી તો વ્યોમકેશ બક્ષી એક બ્રાન્ડ બની જતી તથા તેના અનેક ભાગ રજુ થતા, જેવી રીતે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સાતમો ભાગ છે. પોતાના નામની જેમ જ આ ફિલ્મમાં તેજ ગતિએ દોડતી કારો, તેજ ગતિમાં કાર ચલાવતા ડ્રાઈવર અને નાયિકા પણ હોય છે. આ તેજ ગતિના વિચિત્ર મનોરંજનને આજની મોબાઈલ સાથે દોડતી ફાસ્ટ પેઢી ખુબ જ આનંદ સાતે જૂએ છે. તેમને એક્શનની સાથે જ કેટલાક બૌદ્ધિક સંવાદોમાં ખુબ જ આનંદ આવે છે. આ તેમના મનોરંજનની શૈલી છે.

મેં અગાઉની અડધો ડર્ઝન ફિલ્મો જોઈ નથી, કેમ કે ગતિમાં મારી મતિ મનોરંજન મેળવી શકતી નથી અને મારા પૌત્રો-પૌત્રીઓ આ બાબતને વૃદ્ધાવસ્થાની નિશાની ગણે છે. આ વખતે હું સાતમો ભાગ જોવા ગયો, કેમ કે આ ફિલ્મનું શૂટિંગ પુરી થતાં પહેલાં જ તેના એક હીરો પાત્રને ભજવનારા અભિનેતા પોલ વોકરનું મોત થઈ ગયું હતું. વોકરનું કાર દુર્ઘટનામાં 30મી નવેમ્બર, 2013માં મોત થયું હતું. તેમના મૃત્યુ બાદ રિલીઝ થનારી તેમની આ ત્રીજી ફિલ્મ છે. દિગ્દર્શકે ફિલ્મના ક્લાઈમેક્સમાં આ ચરિત્રને વણી લઈને પોતાની આદરાંજલિ આપી છે. સંભવત: તેમણે આ નવા લખેલા ક્લાઈમેક્સને શૂટ કરવા માટે કમ્પ્યૂટર દ્વારા સર્જન કરાયેલી છબીનો ઉપયોગ કર્યો છે, પરંતુ અત્યંત લાગણીશીલ વિદાય આપવામાં આવી છે. ત્યાં સુધી કે છેલ્લો સંવાદ પણ કંઈક એવા આશયનો છે કે, ‘કભી અલવિદા ન કહેના’. આ જ નામ સાથે કરણ જોહરે એક ફિલ્મ પણ બનાવી છે. કદાચ કરણના મનમાં ઋષિકેશ મુખર્જીની અમર ફિલ્મ ‘આનંદ’ હતી, પરંતુ તેમના સર્જનના મિક્સરમાં ભળી જઈને ‘અલવિદા’ હાસ્યાસ્પદ બની ગઈ હતી.
હોલિવૂડની આ ફોર્મ્યુલા ફિલ્મમાં અતિરેકની હદ છે કે, અડધો ડઝન તેજ ગતિએ ચાલતી કારને વિમાનમાંથી નીચે ફેંકવામાં આવે છે અને અદૃશ્ય રહેતા પેરાશૂટથી એ કારને સફળતાપૂર્વક એ જ રોડ પર ‘ઉતારવામાં’ આવે છે, જ્યાં તેમણે એક વેનનો પીછો કરીને નાયિકાને બચાવવાની છે. કોણ જાણે કેવી રીતે આ પ્રકારની ટેક્નિકલ અજાયબીઓ લોકોનું મનોરંજન કરે છે. આ ફિલ્મમાં કેટલાક રમૂજી સંવાદ પણ છે અને કેટલાક સંવાદમાં છુપાયેલા અર્થ આજે પણ સાંકેતિક રીતે કડવી વસ્તવિક્તા તરફ ધ્યાન ખેંચે છે. જેમ કે, એક સર્વશક્તિમાન પાત્ર કહે છે કે, એ પોતાની શક્તિને ક્યારેય પોતાનાં સાથીદારોને આપવાનું સુરક્ષિત સમજતો નથી. એક જ વ્યક્તિમાં શક્તિનાં કેન્દ્રીકરણની દુર્ઘટનાઓના ચિન્હ તાજેતરમાં જ જોવા મળ્યા છે અને શાહરુખના સંવાદ પ્રમાણે, ‘આ તો ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે.’ શક્તિના કેન્દ્રીકરણમાં હંમેશાં જોખમ હોય છે.
‘ફાસ્ટ’ની સાતમી આવૃત્તિમાં ટેક્નોલોજીના એક કાલ્પનિક યંત્ર પર અધિકારની લડાઈ છે અને આ યંત્રના કોડનું નામ ‘ઈશ્વરની આંખ’ છે, એટલે કે આ યંત્રથી જ બધું જોઈ શકાય છે, પછી ભલે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં ઘટતું હોય. એક પાત્ર ડરી જઈને એમ કહે છે કે, શું મારા પ્રેમ-પત્રનો ઈ-મેલ પણ ખાનગી નહીં રહે. કોમેડી રીતે રજુ કરાયેલો આ સવાંદ ભયાનક ભવિષ્ય તરફ આંગળી ચીંધે છે. ‘રાડિયા ટેપ’ની જેમ જ તેનાથી પણ વધુ ભયાનક વાતો હજુ પણ ‘ગર્ભસ્થ’ છે. બંધુ ‘ટ્રેલર’ જોવા માટે પોતાની અંદરની આંખ ખોલો.
હકિકતમાં, એ ફિલ્મના માધ્યમનો જાદુ છે કે, ફૂહડ ફિલ્મોમાં પણ કેટલીક સાર્થક વાતોનું વર્ણન હોય છે. જેમ કે અત્યંત ભંગાર ફિલ્મ ‘બંડલબાજ’માં પોતાની જાદુઈ શક્તિ ગુમાવી બેઠેલો ‘જિન્ન’ નાયક સાથે પર્વતની ચડાઈ કરતાં સમયે જણાવે છે કે, ‘આજે તેને ખબર પડી કે આમ આદમી બનીને જીવવું કેટલું અઘરું છે.’ બીજી તરફ ગંભીર ફિલ્મ ‘પ્યાસા’ અને લાગણીના અતિરેકવાળી ફિલ્મ ‘મધુમતિ’માં જોની વોકરનાં અનુક્રમે ગીત છે કે, ‘સર જો તેરા ચકરાએ’ અને ‘જંગલ મેં મોર નાચા કિસી ન દેખા, હમ જરા સી પીકે ઝુમે સબને દેખા’. સત્ય દરેક સ્થિતિમાં પોતાને અભિવ્યક્ત કરી લે છે.