ફેશનેબલ કપડાં શરીર ઢાંકે કે ઉઘાડું કરે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રજનીશ જ્યારે ‘ભકત રજનીશ’ જ કહેવાતા ત્યારે તેમણે મહાવીર ભગવાન વિશે અતિ ઊંડાણ- પૂર્વકનું પ્રવચન કરેલું. તેનાં પુસ્તકો છપાયેલાં. તેમણે કહેલું કે આજે શહેરની સુંદરીઓના શરીરની જે નગ્નતા છે તે ખરી નગ્નતા કરતાં વધુ જુગુપ્સાપ્રેરક છે. ઘણી સ્ત્રીઓ એવી રીતે વસ્ત્રો પહેરે છે કે એ જોતાં જ તેના નગ્નપણાનો આપણને ખ્યાલ આવે છે.’’ કપડાંની ફેશન એટલી બધી વધી ગઈ છે કે વસ્ત્રો શરીરને ઢાંકે છે તેનાં કરતાં વધુ પ્રમાણમાં શરીરને ખુલ્લું કરે છે. ભલે આજે યુવાનોનું અમુક શહેરમાં છાકટાપણું વધી ગયું હોય પણ યુવતીઓનો ઓછો વાંક નથી. તે પણ જાણે છેડછાડ કે રેપ ને માટે કંકોતરી લખતી હોય! પણ ચાલો એ નેગેટિવ વાત જવા દઈએ અને વિષયને એક નવો મરોડ અને ઉદત્તતા આપીએ. ‘‘મહાવીરની નગ્નતા’’ને આચાર્ય રજનીશની દ્રષ્ટિએ ઉદાત્ત અર્થમાં જોઈએ.

મહાવીરની દગિમ્બરતાનો બચાવ કરનારા ઘણા ભકતો જેમાં ઘણા જૈન નથી પણ વિદેશના ગોરા લોકો છે, થોડાક મુસ્લિમો પણ છે. તે કહે છે કે ભગવાન મહાવીર તો દેવતાઓએ આપેલાં વસ્ત્રો પહેરે છે. પહેરતાં એ વસ્ત્રો દેવતાઈ વસ્ત્રો હોય છે તેથી સામાન્ય માનવીને દેખાતાં નથી! એવી બુિદ્ધમંત દલીલ કરે છે. એ લોકો શ્રદ્ધાપૂર્વક બચાવ કરે છે કે ખરેખર સૂક્ષ્મ અર્થમાં મહાવીર નગ્ન નથી. તેમણે વસ્ત્રો પહેરેલાં જ છે. પણ એ દિવ્ય વસ્ત્રો છે. બીજો એક બુિદ્ધશાળી છતાં શ્રદ્ધાળુવર્ગ માનતો કે મહાવીર બિલકુલ નગ્ન દશામાં જ ફરતા હતા. તેમણે વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. અમુક જણની માન્યતાને થોડી શ્રદ્ધાથી સમજવી જોઈએ. રજનીશ કહે છે કે ‘‘નગ્નતા’’ અને તે દેવતાની કે પથ્થરની મૂર્તિની નગ્નતા ઊલટાની વધુ ભવ્ય છે. તમે જાણો છો કે ત્રણેક દાયકા પહેલાં કણૉટકમાં બાહુબલિની નગ્ન મૂર્તિને ૧૦૦૦ વર્ષ થયાં ત્યારે વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી તેની રત્નો, હીરા, સોના, ચાંદી, પુષ્પો, ચંદન વગેરેથી આકાશમાંથી પૂજા કરવા હેલિકોપ્ટરમાં ઊડયાં હતાં. જગતભરના ૧૦ લાખ લોકો આ ભવ્ય પૂજા જોવા આવ્યા હતા. અમેરિકા, જર્મની, યુ.કે. અને યુરોપની તમામ સમાચાર સંસ્થા આવી હતી. ત્યારે કણૉટકના એક જંગલમાં નગ્નતાનું બહુમાન થયેલું. કણૉટકમાં શ્રાવણ બેલ-ગોલાનો વિસ્તાર જગતના દસ લાખ લોકોથી ૧ મહિના સુધી ધમધમતો હતો. ત્રણેક પુસ્તકો ભરાય તેટલાં પ્રવચન રજનીશે ભગવાન મહાવીર વિશે આપેલાં. એ પ્રવચનોમાં રજનીશે કહેલું કે આજે ફેશનેબલ મહિલાને જુઓ. આજની મહિલાના શરીરને સાવ ઢાંકી દે તેવાં વસ્ત્રોને કઈ આધુનિક નારી પસંદ કરે છે? શરીરના ભાગોને વધુ કલામય રીતે અને ઘણી વખત જુગુપ્સાપ્રેરક રીતે અને અમુક હદે અશ્લીલ કહેવાય તે રીતે વધુને વધુ ખુલ્લા કરીને અને માત્ર થોડાક જ ભાગોને ઢાંકીને બીજાના મનને ચટપટી થાય તેવાં વસ્ત્રો પહેરનારને જ હકીકતમાં આપણે વસ્ત્રહીન કે નગ્ન વ્યક્તિ માનવી જોઈએ. બીજી બાજુ કોઈ વ્યક્તિ બિલકુલ વસ્ત્રો પહેરતી નથી અને નગ્ન ઊભી રહે છે તે નિખાલસ છે. માત્ર તેનામાં કુદરતી નગ્નતા હોવી જોઈએ. હું બાહુબલિની મૂર્તિના મહામસ્તકાભિષેકના અવસરે કણૉટકના જંગલમાં ગયો હતો ત્યારે કણૉટકમાં નજીકમાં ઊંડી ગુફા હતી. ત્યાં પણ દગિમ્બર સાધુને જોવાનો મોકો મળેલો. એ મુડબીદ્રીની ગુફામાં દગિમ્બર જૈનો એટલી કુદરતી રીતે નગ્ન રીતે ફરતા હતા કે તેમને વસ્ત્ર પહેર્યાં કે ન પહેર્યાનો કોઈ ભેદ લાગ તો નહીં તેથી જ કણૉટકના રાજા જેને જૈન ધર્મમાં શ્રદ્ધા હતી તેણે આ દગિમ્બર સાધુઓને અમુક મંદિરોના અને રાજ્યની તિજોરીનાં કિંમતી રત્નો, હીરા વગેરે સાચવવા આપેલાં. રજનીશે સરસ વાત કરેલી. ‘‘નગ્ન માણસની નગ્નતા એ તેનાં વસ્ત્રો બની જાય છે. હીઝ નેકેડનેસ ઈઝ હીઝ કમ્પલિટ ડ્રેસ-નેચરલ એન્ડ સિમ્પલ’’!

રજનીશે મહાવીરની નગ્નતાને પોતાની રીતે જોઈને તેને ભવ્ય બનાવી હતી. વાંચો: ‘મહાવીર ખરેખર બિલકુલ નગ્ન દશામાં રહેતા નહીં, પરંતુ તેમની નગ્નતા જ્ઞાનદ્રષ્ટિથી જોનારાને નગ્નતા લાગતી નહોતી. મહાવીરની નગ્નતાની વાત સામાન્ય માણસને સમજાવવામાં જેમને તકલીફ પડી તેવા અર્ધજ્ઞાનીઓએ તો કહી જ નાખ્યું કે મહાવીર ભગવાને દિવ્ય વસ્ત્રો પહેર્યાં હતાં! (કયુ.ઈન્ડી.) પણ હકીકતમાં મહાવીર પગથી માથા સુધી નપિટ-નગ્ન જ હતા, પણ સમજવા જેવી વાત છે કે ‘નગ્ન’ આદમી જ નગ્નતાથી મુકત થઈ શકે છે. વસ્ત્રોમાં ઢાંકેલી વ્યક્તિ નગ્નતાથી બહુ મુશ્કેલીથી મુકત થઈ શકે છે, કારણ કે વસ્ત્રોમાં જે ચીજને ઢાંકવા પ્રયાસ કરે છે તેમાં ઢાંકવાની ચેષ્ટા સ્પષ્ટ થાય છે. આ એક સમજવા જેવી ચીજ છે. આપણે ઢાંકવા કોશિશ કરીએ છીએ તે સચેતન રીતે જ ખુલ્લી થઈ જાય છે, પણ જે ચીજને આપણી ચેતના ખુલ્લી કરી દે છે તે દ્રષ્ટિએ આપણે નગ્નતાને જોઈએ તો નગ્ન આદમી જ નગ્નપણાથી મુકત થઈ શકે છે!’’

રજનીશે એક બહુ સરસ દાખલો આપ્યો. એક વિદ્વાન અમેરિકન મૂર્તિકાર ખજૂરાહોની નગ્ન મૂર્તિઓ જોવા આવ્યા. ભારતના એક પ્રધાન ડરી ગયા કે અમેરિકન આર્ટિસ્ટ આવી નાગી પ્રતિમાઓ જોઈને ભારત વિશે શું માનશે? ભારતને અશ્લીલ આર્ટીસ્ટોનો દેશ માનશે એટલે તેમણે ખજૂરાહો તેમ જ ગોમટેશ્વરની બાહુબલિની ૫૮ ફૂટ ઊંચી નગ્ન પ્રતિમા બતાવવાનું ટાળ્યું. પરંતુ આશ્ચર્યએ થયું કે અમેરિકન આર્ટિસ્ટ મહેમાનને જ્યારે નગ્ન પ્રતિમાઓ બતાવાઈ ત્યારે તેઓ તલ્લીન થઈને એક ધ્યાન બનીને પ્રભાવિત થઈને નગ્નમૂર્તિઓ જોવા જ લાગ્યા કેટલીક વખત તો એક એક નગ્ન મૂર્તિની કલાથી પ્રભાવિત થઈ એ અમેરિકન ધ્યાનસ્થ બની જતો. ભાવવિભોર થયેલા અમેરિકનને જોઈ ભારતના શિક્ષણપ્રધાનને નવાઈ લાગી. ભારતના પ્રધાન, મૂર્તિમાં નગ્નતા ને જોતા હતા, પણ અમેરિકન તેમાં કલા જોતો હતો. ગુફાઓ અને મૂર્તિઓ પાસેથી પાછા ફરતી વખતે ભારતના પ્રધાનની નવાઈ વચ્ચે અમેરિકન મહેમાને કહ્યું કે આ નગ્ન પ્રતિમા એટલી કલાથી ભરપૂર છે કે મારે આવતીકાલે તેને ફરી અને ફરીફરીથી ધ્યાનથી જોવી પડશે. પ્રધાને પૂછ્યું કે શું તમને મૂર્તિ અષ્લીલ-નગ્ન ન લાગી? તો કલાકારે કહ્યું કે ‘‘હું તેની કલા જોવામાં એટલો મુગ્ધ હતો કે મને તમે કહો છો તેવી કોઈ નગ્નતા ન દેખાઈ.

રજનીશ આખા લેખનું તારણ કાઢી કહે છે કે ‘‘અમેરિકન મહેમાન મૂર્તિઓના સૌંદર્યથી એટલો અભિભૂત થઈ ગયો કે તે મૂર્તિમાં નગ્નતા જોઈ જ શક્યા નહીં. મૂર્તિઓના ચહેરા ઉપરથી જયોતિ અને મૂર્તિઓની કલાબદ્ધતા જોઈને તે ચત થઈ ગયો. તેને નગ્નતા દેખાઈ જ નહીં. રજનીશ તારણ કાઢે છે કે અમુક લોકોને એવો હોય જેને મૂર્તિથી ચહેરાની પ્રતિભા અને તેજોમય આંખોથી એટલા બધા અંજાઈ ગયા હોય કે મહાવીરની નગ્નતા સાથે તેમને કોઈ લેવા દેવા જ બાકી ન રહે. તાત્પર્ય કે મનુષ્યમાં આપણને એ જ ચીજ વધુ દેખાય છે જે તેનામાં સવૉધિક મહત્વપૂર્ણ હોય છે. અગર કોઈ વ્યક્તિમાં તમને એ વ્યક્તિનું સેક્સ (કામવાસના) દેખાય તો પછી તે વ્યક્તિ તમને વાસનથી ભરેલી જ દેખાશે. તમને નગ્નતામાં રસ હશે તો પછી મહાવીર તમને નગ્ન જ દેખાશે. તમારી દ્રષ્ટિ સાત્વિક હશે તો મહાવીર નગ્ન હતા કે વસ્ત્ર પહેરેલા હતા તે વાત તમારે માટે ગૌણ બની જશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એવી કહેવત અપનાવવી પડશે.