તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાતે જ પોતાના મિત્ર બનો, દુશ્મનની ચિંતા ન કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અસ્તિત્વવાદી લેખકોમાં ‘આઉટ સાઈડર’ નામના પુસ્તકના લેખક આલ્બેર કામુએ મિત્ર બાબતમાં સરસ વાત કરેલી ‘અરે ઓ મિત્ર તું હું કહું તે મારી મારી પાછળ પાછળ ન ચાલે. અગર ઓ મિત્ર તું મારો નેતા બનીને આગળ ન ચાલે હું કદાચ તને ફોલો ન પણ કરું. બસ હું ઈચ્છુ છું કે, તું મારી જોડા જોડે ચાલ દરેક બાબતમા સખા રહે.’ આ શિખામણ આપણે પોતે પણ પાળવી જોઈએ પણ જ્યારે આપણે આ નિયમ પાળતા નથી અને તમે ઈચ્છો કે તમારો મિત્ર તમને ફોલો કરીને તમારી પાછળ પાછળ ચાલે તો એ કાળક્રમે મિત્ર તમારો નહીં રહે.

બાકી મિત્રો બનાવવા અંગે જુદા જુદા વિદ્વાનો ચેતવણી આપે છે અને મિત્ર બાબતમાં ચેતવે છે તેને હું માનતો નથી. હા, શ્રેષ્ઠ શિખામણ એ છે કે ‘તમે જ તમારા મિત્ર બની રહો. જો તમે જ તમારા સીન્સીયર મિત્ર બનો તો કશી જ બેવફાઈની વાત રહેતી નથી.’ આજે સૌથી મોટી કઠણાઈ એ છે કે આપણે જ ઘણી બાબતમાં આપણા દુશ્મન બનીએ છીએ. તે માટે ઘણા પુસ્તકો પણ લખાયા છે.

પોતાની ‘ફિલોસોફીકલ ડિક્શનરી’માં મહાન ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરે એક વાક્યમાં શરૂમાં સરસ વાત કહેલી કે, મિત્રતા તો બે આત્માનું મિલન છે- લગ્ન છે. પણ તુરંત પાછો ચેતવે છે કે આ મિત્રતા (‘આત્માનું લગ્ન’) છૂટાછેડાને પણ પાત્ર છે!’ પણ હું જોરદાર રીતે આ ચેતવણીનો વિરોધ કરુ છું. માણસમાં પતિ કે પત્ની એ બન્ને ઉપર જ લગ્ન ટકાવવાની જવાબદારી છે. જો બન્ને એકબીજાથી જવાબદારીપૂર્વક અને વિચારપૂર્વક આકર્ષાયા હોય તો તેમા છૂટાછેડાની વાત જ આવતી નથી.

મિત્રતામાં કઠણાઈ એ છે કે કોઈને ‘બનાવવાથી મિત્ર બનતા નથી’ મિત્રતા તો બંધાઈ જાય છે. મારે આજે જયેશ સોની અને ડો. પંકજ નરમ અને રાજકોટમાં દીનેશ તિલ્વા જેવા મિત્રો છે. સુરેન્દ્રનગરના ગૃહિણી મીતા શાહ મારા મિત્ર છે તે મિત્રતા કંઈક કુદરતી રીતે ‘ઓલ્યા ભવની લેણદેણ’થી બંધાઈ છે. મિત્રતા કાંઈ પ્રયત્નથી બંધાતી નથી, બસ બંધાઈ જાય છે. બાકી તો પશ્ચિમના દેશોમાં જે મિત્રતા, મૈત્રી કે ફ્રેન્ડશીપની વાત સાંભળુ છું ત્યારે એ મૈત્રીને પછવાડે જાણે પોટેન્શ્યલ દુશ્મની ઉભી છે તેવું લાગે છે. હમણાં જ મેં ‘લેવલ્સ ઓફ લાઇફ’ નામનું તત્વચિંતક જુલીયન બાર્નેસનું પુસ્તક વાંચ્યુ તે ફ્રેંચ લેખક લખે છે કે ‘એવરી લવ સ્ટોરી ઇઝ એ પોટેન્શ્યલ ગ્રીફ સ્ટોરી.’

અર્થાત દરેક પ્રેમકથા એ અંતે તો કરુણ કથા નીવડે છે. અમુક દૃષ્ટિએ કે વાર્તાની દૃષ્ટિએ સાચુ પણ જો સાચો પ્રેમ હોય તો તે મૃત્યુ પર્યંત ટકે છે. એમ છતા જ્યાં મૈત્રીમાં સામે સ્ત્રી કે પુરુષ પાત્ર હોય ત્યારે કશીક ‘ત્રડખડ’ (કાઠિયાવાડી ભાષામાં) થવાની જ છે. પણ જલદીથી મારે બીજી આડી અવળી વાત કરતાં પહેલાં તમે ધારો કે ઘણી વખત મૈત્રી કે મિત્ર અંગે ખલિલ જીબ્રાનની આ વાત વાચી હોય તો ફરીથી વાંચી જજો.- ગીતાની જેમ વાંચજો. કારણ કે માણસને- મન તો હંમેશાં અંત સમયે કે કટોકટી સમયે મારા મિત્રો કામ લાગ્યા છે. અને શ્રદ્ધા છે કે મને અને તમને (મારી ગેરન્ટીથી) મિત્રો જ અંતે કામ લાગશે.
વધુ વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો