વ્યક્તિત્વમાં સમાયેલી એક અજાણી બારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છૂટાછેડા લીધા પછી રીતિક રોશન પોતાના રૂમમાં બેસીને સંતાપ કરી રહ્યો નથી પણ ખૂલીને બહાર આવી રહ્યો છે, તે પાર્ટીઓમાં જાય છે, પૂરજોશપૂર્વક વ્યવસાય કરે છે અને તેનું શરમાળ સ્મિત હવે ખડખડાટ હાસ્ય બની ગયું છે. તેનો એ અર્થ નથી કે પત્ની સુઝાને તેના પર કોઈ દબાણ રાખ્યું હતું. તેઓ તો ૧૪ વર્ષના નાદાન ઉંમરથી જ એકમેકને પ્રેમ કરતા હતા અને લાંબા પ્રેમસંબંધ બાદ તેઓ ૧૭ વર્ષનું વિવાહિ‌ત જીવન પણ માણી ચૂક્યા છે, કોઈ બહારનાં દબાણ કે અન્ય કોઈ કારણ વિના જ તેઓ છૂટા પડી ગયા છે. એવું નથી કે લગ્નજીવન દરમિયાન કોઈ ત્રીજા પુરુષ કે સ્ત્રીના આવવાથી જ તિરાડ પડે છે. આ આખો ખેલ તેની વચ્ચેનું રહસ્ય છે. શાદીનો અરીસો તો કોઈની ખરાબ નજરથી પણ તૂટી શકે છે .

હાલમાં જ કરણ જૌહરના ૪૨મા જન્મદિવસ નિમિત્તેની પાર્ટીમાં રીતિક રોશને એક ખૂણામાં સિગારેટ પી રહેલાં શાહરુખ ખાન પાસે એક સિગારેટ માગી હતી એ પછી પોતાના ચિરપરિચિત અંદાજમાં સિગારેટ આપતાં શાહરુખે કહ્યું હતું કે 'આ અભિનયની સિગારેટ છે, પી લે, સારો અભિનય કરવા લાગીશ. પાર્ટીમાં ઉપસ્થિત લોકોને લાગ્યું કે હવે વિસ્ફોટ થશે પણ ખેલદિલ રીતિકે પોતાની પ્રથમ ફિલ્મના સ્ટેપ્સ કરીને કહ્યું કે આ સ્ટેપ્સ તમને કામ લાગી શકે છે.’ રીતિકના જવાબથી સમગ્ર પાર્ટીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સ્ટાર ઘણીવાર પોતાના સ્ટારડમના કવચમાંથી બહાર આવીને સામાન્ય માણસોની જેમ વર્તે છે ત્યારે સારા લાગે છે અને તેઓ પોતાના સ્ટારડમમાંથી જેટલા બહાર આવશે એટલી વધારે તાજગી અનુભવશે અને તેથી તેમનું જીવન અને અભિનય બંને વધારે શ્રેષ્ઠ થશે. દરમિયાન રીતિક રોશન અત્યારે કોઈ પણ યુદ્ધ કે વિદ્રોહ કર્યા વગર માતા-પિતા અને પત્નીના પ્રભાવક્ષેત્રમાંથી મુક્ત થઈને ખુલ્લા આકાશમાં વિચરી રહ્યો છે. અત્યારે તે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોથી પણ મુક્ત છે. તેનાં માતા-પિતા અને ભૂતપૂર્વ પત્ની પણ તેના સાચા શુભચિંતક બન્યા છે. આ વાત તે જાણે છે છતાં પણ જાણે કોઈ કઠપૂતળી દોરમાંથી મુક્ત થઈને પોતાની મેળે જ સંચાલિત થતી હોય એવું જીવન અત્યારે રીતિકનું છે. હવે તે એક એવું પાત્ર છે જે કથામાંથી બહાર આવીને જીવી રહ્યું છે, જાણે કે એક એવી પતંગ જે દોરી કે આંગળીઓના નિયંત્રણમાંથી મુક્ત થઈને પોતાની જ ગતિમાં ઊડી રહી છે. થીમપાર્કમાં એક રોલર કોસ્ટર હોય છે જેને વીજળીની મદદથી ઉપર પહોંચાડવામાં આવે છે પણ પછી વીજળી વગર જ તે પોતાની બાકીની સફર પૂરી કરે છે. હવે રીતિક રોલર કોસ્ટર છે.

દરે સંસારી વ્યક્તિના જીવનમાં એક રહસ્યમય બારી તેના વ્યક્તિત્વમાં ખૂલી જાય છે આ બારીને બંધ નહીં કરીને તેમાં વિચરણ કરીને તે વ્યક્તિ વજનરહિ‌તતાનો અનુભવ મેળવે છે, પણ જીવનભર આપણે એવો જ ઉપદેશ આપીએ છીએ કે ખુલ્લી બારીને બંધ કરી દો ચોર ઘૂસી આવશે, પણ આ પ્રક્રિયામાં આપણે પોતાનાં વ્યક્તિત્વથી જ અજાણ રહી જઈએ છીએ. હકીકતમાં સ્વતંત્રતા દુર્લભ છે. આપણે બધા ક્યાંકને ક્યાંક બંધાયેલા છીએ. નિદા ફાઝલી યોગ્ય જ કહે છે કે, 'જીવન શોર ભરા સન્નાટા, જંજીરો કી લંબાઈ તક હૈ તેરા સૈર-સપાટા’. એવું શક્ય છે કે સ્વતંત્રતાનો મહાન વિચાર આપણી અંદર જ ક્યાંક કેદ છે અને આપણે જ તેના જેલર છીએ. બધા જ કવચ આપણે જાતે બનાવી દીધેલા છે અને બધા જ બખ્તર આપણે ઘડી કાઢેલા છે. મારી રચના 'તાજ: બેકરારી કા બયાન’માં ઔરગંઝેબ કહે છે કે શાહજહાં રણમેદાનમાં લોહીથી લથપથ તલવાર સાથે પોતાના કાફલામાં આવીને મુમતાઝના બાહુપાશમાં સમાઈ જાય છે અને ખુદ ઔરંગઝેબ પોતાનું બખ્તર ઉતારી દે છે અને તેને એવું લાગે છે કે તે ચામડીની જેમ હંમેશાં તેની સાથે જકડાયેલા રહ્યા હતા. આજકાલ રીતિક ખરેખર રોશન છે અને તેની જ ફિલ્મના સંવાદની જેમ 'ક્રિશ, અબ તુમ બડે હો ગયે હો.’