તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વ. બાળ ઠાકરેની સંપત્તિનો વરવો વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવસેના સુપ્રિમો બાળ ઠાકરે જીવતા હતા ત્યારે તેમણે અનેક વિવાદો પેદા કર્યા હતા, પણ તેમના અવસાન પછી પણ વિવાદો તેમનો કેડો મૂકતા નથી. આ વખતે જે વિવાદ થયો છે તે તેમની સંપત્તિ બાબતનો છે, પણ તેને કારણે ઠાકરે પરિવારમાં ભૂતકાળમાં બનેલી ચિત્રવિચિત્ર ઘટનાઓના પોપડા પણ ઉખેડાઇ રહ્યા છે. બાળ ઠાકરેની સંપત્તિનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કેન્દ્રસ્થાને બાંદ્રાના કલાનગરમાં આવેલો રાજાશાહી માતોશ્રી બંગલો છે. દસ હજાર ચોરસ ફીટ ક્ષેત્રફળ ધરાવતા આ બંગલાની માર્કેટ કિંમત આજની તારીખમાં ૧૦૦ કરોડ રૂપિયા છે.
બાળ ઠાકરેએ પોતાની વસિયતમાં બીજા પુત્ર જયદેવ ઠાકરેને બંગલામાં કોઇ હિસ્સો આપ્યો નથી, પણ તેમના ૨૦ વર્ષના પુત્ર ઐશ્વર્યને ૨,૦૦૦ ચોરસ ફીટનું ક્ષેત્રફળ ધરાવતો આખો પહેલો માળ આપી દીધો છે. ઐશ્વર્ય જયદેવ ઠાકરેની બીજી પત્ની સ્મિતા ઠાકરેનો પુત્ર છે, જેની સાથે છૂટાછેડા લઇને જયદેવ અલગ રહેતો હતો. જયદેવ ઠાકરેએ ભરી અદાલતમાં ધડાકો કર્યો છે કે ઐશ્વર્ય તેમનો પુત્ર નથી. જો ઐશ્વર્ય જયદેવનો પુત્ર ન હોય તો પહેલો સવાલ એ થાય છે કે તે કોનો પુત્ર છે? અને બીજો સવાલ એ થાય છે કે બાળ ઠાકરેએ માતોશ્રી બંગલાનો પહેલો માળ ઐશ્વર્યને આપવાનું પોતાની વસિયતમાં કેમ લખ્યું હશે?

પોતાના પ્રખર વિચારોને કારણે વિવાદમાં રહેતા બાળ ઠાકરેને ત્રણ પુત્રો હતા. મોટો પુત્ર બિન્દુમાધવ ઠાકરે ઇ.સ.૧૯૯૬માં એક કાર અકાસ્માતમાં માર્યો ગયો હતો. બિન્દુમાધવ ઠાકરેની પત્ની માધવીને માતોશ્રી બંગલામાં બીજો માળ આપવામાં આવ્યો છે, જ્યારે શિવસેનાના વર્તમાન પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બંગલાનો ત્રીજો માળ વસિયતમાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળ ઠાકરે પાસે કર્જતમાં એક ફાર્મહાઉસ હતું તે અને ભંડારધારાનો પ્લોટ પણ ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યો છે.

બાળ ઠાકરેનું ઇ.સ.૨૦૧૨ના નવેમ્બરમાં અવસાન થયું તેના આશરે એક વર્ષ પહેલાં તેમણે વસિયત પર સહી કરી ત્યારે ઉદ્ધવ ઠાકરેને બાદ કરતાં કુટુંબના કોઇ સભ્યને હાજર રાખવામાં આવ્યા નહોતા. મૃત્યુ વખતે બાળ ઠાકરેના બેન્ક ખાતાંમાં જે સંપત્તિ હતી તે પણ ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવી હતી. જયદેવ ઠાકરેને સ્મિતા ઠાકરેથી રાહુલ નામનો મોટો પુત્ર છે, તેને પણ કોઇ સંપત્તિ આપવામાં આવી નથી. ઐશ્વર્યને બાદ કરતાં બાળ ઠાકરેએ પોતાના કોઇ પૌત્રને સંપત્તિમાં હિસ્સો આપ્યો નથી.

જયદેવ બાળ ઠાકરેનો બીજા નંબરનો પુત્ર છે. જયદેવનાં પહેલાં લગ્ન જયશ્રી કેલકર સાથે થયાં હતાં, જે એક જાણીતા મરાઠી સાહિત્યકારની પુત્રી હતી. જયશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો તે પછી જયદેવે તેને છૂટાછેડા આપી દીધા તેથી બાળ ઠાકરે નારાજ થયા હતા. તેમને હતું કે આ છૂટાછેડાને કારણે ઠાકરે પરિવારની આબરૂને ધક્કો પહોંચશે. જયદેવ ઠાકરેનાં બીજાં લગ્ન સ્મિતા ઠાકરે સાથે થયાં હતાં. સ્મિતા ઠાકરેથી જયદેવને રાહુલ અને ઐશ્વર્ય નામના પુત્રો અને એક પુત્રી પણ થયા હતા.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો