ગ્રામવિકાસ સાથે જોડાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં જે કોઈ પણ પ્રગતિ કે વિકાસ થયો હોય, ભારતીયતા તેનાથી અલગ ન હોવી જોઈએ. આજે પણ ભારતની ઓળખ તેનાં ગામડાં થકી છે. ત્યાં ઘણું બધું એવું છે જે આપણને શાંતિ આપી શકે છે. આપણાં બાળકોને ગામડાં સાથે જોડવાનો કોઈ ને કોઈ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ગામડેથી સીધી આવતી વસ્તુઓ સાથે બાળકોને અચૂક જોડવા જોઈએ.

 

ગામડાંના વિકાસ માટે સરકારી યોજનાઓ બનાવી દેવામાં આવી, શહેરી વિકાસ માટે મલ્ટિનેશનલ બજારની વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે, પરંતુ આ બંનેની વચ્ચે ભારતીય મનુષ્યનું શું થશે? એટલા માટે કમ સે કમ તમારા અંગત વિકાસને ગામડા સાથે જોડી રાખો. ગામડા સાથે જોડાઈ રહેવાથી તમને કંઈક એવી અનુભૂતિ થશે, જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. એ સુગંધ થકી તમારા વ્યક્તિત્વને મહેકાવવાની કોઈ તક જતી ન કરશો. આપણે ગામનો અર્થ ગંદકી એ અપૂરતું શિક્ષણ ધારી લઈએ છીએ પરંતુ આ અશિક્ષા-ગંદકીની પાછળ ખૂબ મોટી તાલીમ છુપાયેલી હોય છે. જો તેને મેળવી શકો, તો મેળવવાનો પ્રયત્ન ચોક્કસ કરજો.

અન્ય સમાચારો પણ છે...