તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકીર્ણ માનસિકતામાંથી મધ્યમવર્ગ બહાર આવશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોની રાઝદાન મહેશ ભટ્ટના પ્રથમ પત્નીનાં બાળકો પૂજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે

ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક લોકોએ બે લગ્ન કર્યાં છે અને તેમનાં બીજી પત્ની સાથેના સંબંધ પ્રથમ પત્ની સાથે ભલે સારા ન હોય, પરંતુ પ્રથમ પત્નીનાં બાળકોને બીજી પત્ની એટલો જ પ્રેમ કરે છે. આ બાબત માત્ર દેખાડો નથી, જેમ કે શબાના આઝમી ફરહાન અને ઝોયા અખ્તરને ભરપૂર ચાહે છે અને તેમના દરેક જન્મદિવસ તથા અન્ય શુભપ્રસંગે હાજર રહે છે. કરીના કપૂર પણ સૈફનાં અમૃતા થકી જન્મેલાં પુત્ર ઈબ્રાહિ‌મ અને પુત્રી સારાની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે. આ જ રીતે આમીર-રીનાના પુત્ર સિકંદર સાથે તેની બીજી પત્ની કિરણના સંબંધ ખૂબ જ સારા છે અને કિરણ ખેરના પ્રથમ પતિથી જન્મેલા સિકંદરને અનુપમ ખેર પુત્ર જેટલો જ પ્રેમ આપે છે.

આ જ રીતે સોની રાઝદાન મહેશ ભટ્ટના પ્રથમ પત્નીનાં બાળકો પૂજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે અને આલિયા તથા પૂજા ભટ્ટ બંને બહેનપણી જેવી રહે છે. આ જ રીતે માન્યતા પણ સંજય દત્તની પ્રથમ પત્ની થકી જન્મેલી ત્રિશલાને એટલો જ પ્રેમ આપે છે. હૃતિક રોશનની પણ સુઝૈનના ભાઈ સાથેની દોસ્તી યથાવત્ છે અને પોતાના સસરા સાથે પણ એટલા જ મધુર સંબંધો છે. આ મુદ્દે મીડિયાનું ધ્યાન ક્યારેય પ્રથમ પત્નીઓના એકાંતવાસ, કડવાશ તરફ ગયું નથી. જાવેદ અખ્તરનાં પ્રથમ પત્ની દક્ષિણ ભારતના કુનૂરમાં વસી ગયાં છે અને ક્યારેક મુંબઈ આવે છે. તેમના પુત્ર ફરહાન અને ઝોયા અખ્તર સફળ છે, પરંતુ તેમની સફળતાને જો એ ફોટો માનવામાં આવે તો તેમાં તેમના સ્થાને શબાના ઊભેલી છે.

આ જ રીતે આમીર ખાનની પ્રથમ પત્ની રીના પણ તમામ પ્રકારની ઝાકમઝાળથી દૂર રહે છે. અમૃતા સિંહે પણ સૈફ અલી ખાન સાથે એ સમયે લગ્ન કર્યાં હતાં જ્યારે સૈફ સંઘર્ષ કરતો હતો અને નિષ્ફળ પણ હતો. આજે અમૃતા ક્યાંક ખોવાઈ ગઈ છે. તેનાં બાળકો તેની સાથે જ રહે છે, પરંતુ તેમના ફોટા કરીના સાથે છપાય છે. એવું નથી કે તસવીરો સંબંધોની દાસ્તાન રજૂ કરતી હોય છે. આ જ રીતે આલિયા આજે ટોચ પર પહોંચવાની તૈયારીમાં છે અને તેણે પોતાની માતા સોની રાઝદાનને નવી પ્રતિષ્ઠા આપી છે. ભટ્ટ પરિવારના ફેમિલી ફોટોગ્રાફમાં તેમનું સ્થાન બની ગયું છે, પરંતુ ભટ્ટ સાહેબનાં પ્રથમ પત્ની જીવનના હાંસિયામાં ક્યાંક ખૂણામાં છે.

સામાન્ય જીવનમાં સૌતેલાપણાનો ભાવ પોતાના પૂર્ણ સ્વભાવ સાથે આજે પણ એવો જ છે, જ્યારે ફિલ્મી પરિવારોમાં કંઈક અલગ જ સંબંધ જોવા મળે છે. તેને બે કારણ હોઈ શકે છે, પ્રથમ તો એ કે તમામ સંબંધો પર સફળતા અને આર્થિ‌ક સ્થિતિની અસર હોય છે અને આ ભૌતિક વાસ્તવિકતાને જાણીજોઈને નજરઅંદાજ કરવા છતાં પણ તે હાજર રહે છે. નવી માતાનું પ્રસિદ્ધ અને સફળ હોવું એક અલગ જ સન્માન અપાવે છે અને તેના લાભથી વંચિત રહેવું કોઈને ગમે? પિતાનો સ્વભાવ પણ મહત્ત્વ ધરાવે છે અને જ્યારે પિતા સમૃદ્ધ તથા સફળ હોય તો તેમની સાથે સંબંધ તોડી નાખવાની હિંમત કોણ કરશે? કંઈક આ વાત એવી રીતે પણ જોવા મળે છે કે, લંપટતાના આરોપી સફળ-સમૃદ્ધ વ્યક્તિનો બચાવ કરવા માટે તેની પત્ની આગળ આવે છે, જ્યારે હકીકત એ હોય છે કે તેનું આત્મસન્માન ઘાયલ થયું હોય છે, તેનો પ્રેમ અધૂરો છે અને ફગાવી દેવાયો છે.

બીજી વાત એ છે કે ફિલ્મી પરિવારોમાં ઉદારતા આવેલી છે. તેઓ માત્ર હોલિવૂડથી પ્રભાવિત જ નથી, પરંતુ પ્રેરિત પણ છે અને તેમના જીવનમાં હોલિવૂડની આધુનિકતા સમાઈ ગયેલી છે. મધ્યમવર્ગ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે, પરંતુ પોતાની સંકીર્ણ માનસિકતામાંથી મુક્ત થઈ શક્યો નથી. એ પણ કેવી વિચિત્ર વાત છે કે તેણે પોતાના આ બેવડા માપદંડને અત્યંત ગરીમાપૂર્ણ નામ આપ્યા છે. અલગ-અલગ આર્થિ‌કવર્ગમાં આ સંબંધ અલગ-અલગ રીતે વ્યક્ત થાય છે.

જયપ્રકાશ ચોક્સે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો