એકાગ્રતા માટે નર્ભિયતા જરૂરી છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાપાની ચેમ્પિયન ધુનર્વિ‌દ્યા માટે પ્રખ્યાત એક ઝેન ગુરુને પડકાર ફેંક્યો

ધનુર્વિ‌દ્યાની અનેક સ્પર્ધાઓ જીત્યા બાદ એક યુવકે અને અભિમાની જાપાની ચેમ્પિયન ધુનર્વિ‌દ્યા માટે પ્રખ્યાત એક ઝેન ગુરુને પડકાર ફેંક્યો. એ તેમના આશ્રમમાં ગયો અને ત્યાંના ટારગેટ ર્બોડ પર પોતાનું નિશાન સાધ્યું. પછી બીજું એક તીર ચલાવીને તીરના ટૂકડા-ટૂકડા કરી નાખ્યા. ત્યાર બાદ તેણે ઝેન ગુરુને પુછયું કે શું તમે આમ કરી શકો છો? ઝેન ગુરુ શાંતિથી ઊભા થયા અને તેને પોતાની સાથે આવવા કહ્યું. તેઓ એક પર્વતની ટોચે પહોંચ્યા.

તેના સામે જ એક બીજો પર્વત હતો અને બંનેને સાંકળતો એક સાંકડો જર્જરિત પુલ હતો. ઝેન ગુરુ આ પુલના વચ્ચે ગયા અને દૂર રહેલા એક ઝાડ પર નિશાન સાધ્યું. પછી પેલા યુવકને ત્યાં જઈને નિશાન સાધવા જણાવ્યું. યુવક તો પુલના નીચેની ખીણ જોઈને જ ડરી ગયો હતો. યુવકના ચહેરા પર ભય જોઈને ગુરુ તેને આશ્રમમાં પાછો લઈને આવ્યા અને કહ્યું, તેં ધનુષ્ય ચલાવવામાં તો કુશળતા મેળવી લીધી, પરંતુ એ મનનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું નથી જે તીરને ચલાવે છે. મનની એકાગ્રતાથી જ નર્ભિયતા આવે છે.