તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૌતિકતા આવે પણ અધ્યાત્મ કદી ન છોડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરમાત્માએ જીવનનાં નિર્માણમાં કોઈપણ વસ્તુ નકામી આપી નથી. નકામી દેખાતી વસ્તુમાં પણ તેણે એક સાર્થકતા ભરી અને એક શક્યતા છોડી છે, જેથી જોનારને નકામી વસ્તુમાં કોઈને કોઈ કામની વસ્તુ જોવા મળે છે. જે લોકો તેમાં ભૂલ કરે છે તેઓ પોતાની યોગ્યતાનો અધૂરો ઉપયોગ કરી શકે છે. ક્યારેક તેમની આ યોગ્યતા મુશ્કેલીનું કારણ બની જાય છે. તેથી જે કલાકાર અન્યોને ખુશ કરે છે તે પોતે એક દિવસ ઉદાસ જોવા મળે છે. અન્યોને સાજા કરતાં ડોક્ટર પોતે તણાવગ્રસ્ત થઈ જાય છે.

તેઓ કોઈ એક પક્ષ પર આધાર રાખતા હોવાથી અને તેમના જીવનને વ્યવસાયની નજરે જોતા હોવાથી આવું થાય છે. વ્યાવસાયિક દૃષ્ટિકોણ માત્ર હિ‌ત જોવે છે, પરંતુ પરમાત્મા કહે છે કે એકાંગી ચિંતન ન કરો. ભૌતિકતાનો સ્વીકાર કરો અને આધ્યાત્મિકતા ન છોડો. મનુષ્ય જેટલો આત્માનો છે, તેટલો જ શરીરનો પણ છે. માત્ર કોઈ એક પર આધાર ન રાખો. તેનાથી આપણી યોગ્યતા જ આપણી નબળાઈ બની જાય છે અને આપણે બીજાના ગુલામ બની જઈએ છીએ. humarehanuman@gmail.com