તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠીવર્ગ દેશના વિકાસ માટે આગળ આવે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીમતી નીતા મુકેશ અંબાણીનો પચાસમો જન્મદિવસ ધામધૂમથી ઊજવાયો

શુક્રવારે જોધપુરમાં શ્રીમતી નીતા મુકેશ અંબાણીનો પચાસમો જન્મદિવસ ધામધૂમથી ઊજવાયો. અનેક ફિલ્મસ્ટાર અને ખેલાડીઓ તથા શ્રેષ્ઠીવર્ગના લોકો અહીં હાજર રહ્યા હતા. આ ઉત્સવની વિશેષતા એ રહી કે ખુદ નીતા અંબાણીએ એક શાસ્ત્રીય નૃત્યની રજૂઆત કરી હતી. જાણે કે પોતાના જીવનના નવા વર્ષનું પ્રથમ ઘૂંઘરું બાંધેલો પગ કઈ તાલ પર પડશે. ઉલ્લેખનીય છે કે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમનું નૃત્ય જોઈને મુકેશના માતાને લાગ્યું હતું કે આ તેમની પુત્રવધૂ બની શકે છે. પરિવારમાં વાતચીત થઈ અને લગ્નસંબંધ બંધાઈ ગયો.

જો આ લગ્ન ન થતાં તો બની શકે કે નીતા ફિલ્મોમાં આવી જતા. એટલે કે ભારતના સૌથી ધનાઢય પરિવારની બે પુત્રવધૂઓ ફિલ્મજગતમાંથી આવતી. ટીના અંબાણી ટોચની અભિનેત્રી રહી ચૂકી છે. અંબાણી પરિવારનો ફિલ્મ અને રમતગમત વિશ્વ સાથે જૂનો સંબંધ છે. અહીં ઉલ્લેખનીય છે કે, મિત્ર અનિલ નહીં પરંતુ મુકેશ અંબાણીએ અમિતાભ બચ્ચનને સલાહ આપી હતી કે તેઓ પોતાની આર્થિ‌ક મુશ્કેલીમાંથી અભિનયના માધ્યમથી બહાર આવી શકે છે અને આમ જ થયું. શ્રીમતી ટીના અંબાણી પરિવાર દ્વારા સ્થાપિત હોસ્પિટલ, નવા ચિત્રકારોને પ્રોત્સાહન આપવા માટે બનાવાયેલી સંસ્થા, અંબાણી પરિવારની સ્કૂલ અને આઈપીએલનું કામ પણ જુએ છે.

ઉલ્લેખનીય છે કે તેમની શાળા સર્વશ્રેષ્ઠ ક્વોલિટી માટે પ્રખ્યાત છે. શ્રીમતી ટીના અંબાણીએ ખુદના શરીરને પણ એટલું ફીટ રાખ્યું છે કે પચાસની ઉંમરે પણ તેમણે ભારતનાટયમ રજૂ કર્યું છે. અંબાણી પરિવાર દુનિયાના પ્રથમ પાંચ ધનાઢય પરિવારોમાંનો એક છે. તેમણે શ્રેષ્ઠીવર્ગનાં બાળકોનાં શિક્ષણ માટે વિશ્વસ્તરની સંસ્થા ભારતમાં ખોલી છે. આજથી લગભગ ૧૭૦ વર્ષ પહેલાં જાપાનમાં એવો વિચાર કરાયો હતો કે જાપાની મહેનતુ લોકો સખત મહેનત બાદ પણ યુરોપના દેશોના કામદારો પાસેથી પૈસા કમાય છે, કેમ કે તે અભણ છે. આથી જાપાનમાં મજૂર, ખેડૂત વર્ગને શિક્ષણની તકો પ્રાપ્ત થઈ.

ભારતમાં આમ થયું નહીં. આજે લોકશાહી વ્યવસ્થાનો ચૂંટણીપ્રચાર લહેરો પર આધારિત છે. ભારતના ગરીબ ખેડૂતો અને મજૂરોને સારા શિક્ષણની તક મળતી નથી અને તેમ છતાં તેઓ પોતાના દર્દ અને અન્યાય સહન કરવાની ક્ષમતાને કારણે અસમાન જીવન સંઘર્ષમાં લડી રહ્યાં છે. દીપાંકર ગુપ્તાના પુસ્તક 'રિવોલ્યુશન ફ્રોમ અબવ’માં સંકેત છે કે, શ્રેષ્ઠીવર્ગ પોતાના ઉદ્યોગના વિકાસની સાથે દેશના વિકાસ માટે પણ આગળ આવે, કેમ કે દુનિયાના અનેક લોકશાહી દેશો માત્ર એટલા માટે જ સફળ છે, કેમ કે ત્યાંનો શ્રેષ્ઠીવર્ગ ભારતના વર્ગ કરતાં સમાજની વધુ ચિંતા કરે છે. તેમણે પોતાના અભિનવ વિચારો થકી ડોલતી લોકશાહીને પકડી રાખી છે.

આ પુસ્તકમાં સ્પેનના એક ભાગનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે કે ત્યાં શ્રેષ્ઠી વર્ગે ગરીબ વર્ગને શિક્ષણ પૂરું પાડયું અને સારા આરોગ્ય માટે કામ કર્યું તો સ્પેનનો જે ભાગ ગુનેગારો અને આતંકવાદીઓનો ગઢ હતો, તે આજે કાળી બાજુ ભુલાવીને સમૃદ્ધ વિસ્તાર બની ગયો છે. અંબાણી પરિવાર અને તેમની જેમ જ અન્ય શ્રેષ્ઠીવર્ગના લોકો દેશ માટે ઘણું બધું કરી શકે છે. તેમણે એ યાદ રાખવું જોઈએ કે ઝૂંપડામાંથી નીકળેલા ઝેરી કિટાણું તેમની હવેલીઓ સુધી આવી શકે છે.

આથી માત્ર એક સ્વસ્થ, શિક્ષિત અને ધર્મનિરપેક્ષ દેશ જ તેમની ભાવિ પેઢીની પ્રગતિ અને સુરક્ષાનો એકમાત્ર આધાર છે. જરૂર દાન આપવાની નહીં પરંતુ સારી તકો પેદા કરવાની છે. અંબાણી પરિવારે ગાંધીના ગ્રામવિકાસ ભારતના સ્વસ્થ અર્થતંત્રના સિદ્ધાંત વાંચવા જોઈએ. વિકાસનું આયાતિત મોડલ દોષપૂર્ણ છે, જે કોઈ કામનું નથી.

એકસ્ટ્રા શોટ : દિવાળીના શુભ અવસરે રજૂ થયેલી રાકેશ રોશનની ફિલ્મ 'કૃષ-૩’ ૧૨પ કરોડમાં બની છે.

જયપ્રકાશ ચોકસે