હોંશિયાર કર્મચારીઓને જ દરેક વ્યક્તિ કરે છે પસંદ

Management Funda

Management Funda

Mar 31, 2012, 12:07 AM IST
clever employee like every body
પૂણેના જાણીતા ઉદ્યોગપતિ ઝવેરી પુનાવાલાને ત્યાં ગંગા દત્ત નામનો એક ડ્રાઈવર હતો. કારની સારી જાણવણી કરવાની સાથે પુનાવાલાને એ પણ સમજાવતો હતો કે તેમણે કેવી કાર રાખવી જોઈએ. તેમની પાસે એક લિમોઝીન પણ હતી જે આચાર્ય રજનીશ પાસેથી પુનાવાલાએ ખરીદી હતી, જે પુનાવાલા અને ગંગા બંનેને ગમતી હતી. એક દિવસ ગંગા મૃત્યુ પામ્યો, તે વખતે પુનાવાલા બિઝનેસના કોઈ કામથી મુંબઈ ગયા હતા. સમાચાર મળતાં તેમણે તમામ મિટિંગ રદ કરી તરત જ હેલિકોપ્ટરમાં પૂણે પહોંચ્યા અને પોતાની લિમોઝીનને ફૂલોથી શણગારવાનું કહ્યું કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેની અંતિમ યાત્રા તેમાં નીકળે. તેઓ જાતે કાર ડ્રાઈવ કરી અને તેના પાર્થિવ દેહને સ્મશાન સુધી લઈ ગયા. તેમણે કહ્યું કે ગંગા દત્તે તેમની રાત-દિવસ સેવા કરી છે અને તેથી તેઓ ગંગા માટે એટલું તો કરી જ શકે છે. તેમણે કહ્યું કે, ‘આપણી સફળતા માટે જે લોકોએ યોગદાન આપ્યું, આપણે તેનો આભાર માનવો જોઈએ. બાળપણથી મને આ જ સંસ્કાર મળ્યા છે અને તેના કારણે મેં આ બધું કર્યું હતું. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂએ પોતાના એક સર્વેમાં કહ્યું કે ક્યાંક ને ક્યાંક લોકોને આવી વાતો પસંદ છે પણ લોકો તેના વિશે ક્યારેય ખુલ્લા મને વાત કરતા નથી. જોકે આપણમાંથી ઘણા લોકો આ વાતને અનુભવીને તેનો અમલ પણ કરે છે. જો તમે ગંગા દત્તના કિસ્સા પર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે તેણે પોતાનાં સંતાનોને સારું શિક્ષણ આપીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા સ્તરે પહોંચાડ્યા, તેમ છતાં એક ડ્રાઈવર તરીકે પોતાની નોકરીમાં ક્યારેય કોઈ કચાશ રાખી નહીં. તેને ક્યારેય ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક પ્રાપ્ત થઈ નહોતી, પણ તેણે પોતાનાં સંતાનોને એ શિક્ષણ આપ્યું કે તે જીવનમાં કંઈ કરી શકે. તેથી જ તેની અંતિમયાત્રામાં જે સન્માન આપવામાં આવ્યું તેનો તે હકદાર હતો. પુનાવાલાનો સ્વભાવ જ એ હતો કે તેમની સફળતામાં મદદ કરનાર દરેક કર્મચારીનું તે સન્માન કરતા હતા. ફંડા એ છે કે, એ બાબતોને ક્યારેય ન ભૂલવી જોઈએ કે પસંદગીકાર એવા જ કર્મચારીને પસંદ કરે છે જે હોંશિયાર હોવા સાથે કંપનીના વિકાસમાં ભાગીદાર પણ બને તથા પોતાની અંગત જિંદગીને પણ સારી રીતે સંભાળે. મેનેજમેન્ટ ફંડા, એન.રઘુરામન : raghu@bhaskarnet.com
X
clever employee like every body
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી