બાળકો કુટુંબ સાથે જોડાશે તો વિકાસ થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ કુટુંબમાં બાળકોના સવાઁગી વિકાસ માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવે છે. જો કે તેનો અર્થ એ નથી કે તેમને ભૌતિક સફળતા મેળવવાના રસ્તા શીખવવા જોઈએ. તેમને અત્યારથી શીખવવું જોઈએ કે ભવિષ્યમાં જ્યારે ચારે બાજુ સફળતા હોય ત્યારે આંતરિક શાંતિ કેવી રીતે જાળવવી. આજકાલ બાળકો સ્કૂલના હોમવર્કના કારણે ગભરાયેલાં, ચીડાયેલાં અને ડપિ્રેશ જોવા મળે છે. ઘણાં બાળકો પરીક્ષા વખતે જ પોતાની માનસિક સમતુલા ખોઈ બેસે છે. પરિણામ આવતાં સુધીમાં તો તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે. આમ તો મેડિટેશન બધાથી દૂર જઈને પોતાની સાથે જોડાવાની કળા છે, પણ કુટુંબમાં પ્રયોગ વખતે તેનું સ્વરૂપ થોડું બદલાવું જોઈએ. બધા સાથે બેસીને ધ્યાન કરે. ધ્યાન અને પરિવારનો સાથ મળવાથી તેમની અંદર ક્રોધ અને બેચેનીનું નિવારણ સરળ થઈ જાય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે માતા-પિતાએ આ ગતિવિધિને ધ્યાનથી અને જ્ઞાનપૂર્વક કુટુંબના જીવન સાથે જોડવી જોઈએ.