વિરોધીને વાકચાતુર્યથી હરાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકસંક્રાંતિનો પ્રસંગ હતો. સનાતન ધર્મ મહાસભાનું સંમેલન યોજાવાનું હતું. પંડિત મદનમોહન માલવીયને ભાષણ આપવા બોલાવાયા હતા. પંડિતજી જેવા ભાષણ આપવા ઊભા થયા કેટલાક તોફાની તત્વોએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું. પંડીતજી પોતાનું ભાષણ અધવચ્ચે અટકાવીને બૂમો પાડતા લોકોમાંથી એકને મંચ પર બોલાવ્યો. પેલાએ માઈકમાં માલવીયજી પર જૂથવાદનો આરોપ લગાવ્યો. તેની વાત પુરી થયા બાદ માલવીયજીએ શાંતિથી જવાબ આપ્યો.
મારો દલ (પક્ષ)એક જ છે અને હું આજીવન તેનો ત્યાગ નહીં કરું. તેના સિવાયના કોઈ અન્ય દલનું મને આકર્ષણ નથી.’ આમ કહીને તેમણે પોતાના ખિસ્સામાંથી તુલસી દલ કાઢીને બધાને દેખાડ્યું અને પછી બોલ્યા, ‘અને આ એ દલ છે, તુલસી દલ’. તેમના દ્વારા આટલું કહેતાં જ ‘માલવીય જી કી જય હો’ના નારા સભા ગુંજી ઉઠી અને વિરોધીઓને નિરાશ થઈને વિલા મોઢે પાછા ફરવું પડ્યું. વિરોધીને પછાડવા માટે વાકચાતુર્ય સૌથી શ્રેષ્ઠ હથિયાર છે.