ધ્યેય પાછળ લાગેલા રહો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધ્યેય પાછળ લાગેલા રહો
- અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટની ચોક્સાઈ અનુકરણ કરવા જેવી હતી.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટની ચોક્સાઈ અનુકરણ કરવા જેવી હતી. તેમની યુવાનીના દિવસોની વાત છે. રાજનીતિમાં રૂઝવેલ્ટ શરૂથી જ રસ ધરાવતા હતા. તક મળતાં તેમણે સ્થાનિક ચૂંટણીમાં ભાગ લીધો. ચૂંટણી પ્રયારની ધુરા તેમણે જ સંભાળવાની હતી. રૂઝવેલ્ટે મહેનત કરવામાં કોઈ કસર બાકી ન રાખી. આ ચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય હતો અને તેઓ કોઈ પણ કિંમતે હાર સ્વીકારવા તૈયાર ન હતા. તેમણે આરામને તિલાંજલિ આપી દીધી હતી.

એક દિવસ તેઓ એક ગામમાં ચૂંટણી ભાષણ આપવા જતા હતા. એ પહેલાં તેઓ નજીકની નદીમાં સ્નાન કરવા ઉતર્યા. તેમણે જેવી નદીમાં ડૂબકી મારી, તેમના અડધા શરીરને લકવો મારી ગયો. ડોક્ટરોએ તેમને આરામની સલાહ આપી, પરંતુ રૂઝવેલ્ટે વ્હિલચેર મગાવી અને સભામાં પહોંચીને ધમાકેદાર ભાષણ આપ્યું. તેઓ ચૂંટણી જીતી ગયા અને પછી તેઓ અપંગ હોવા છતાં પણ બીજી ચૂંટણીઓમાં પણ ભાગ લેતા-લેતા એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા.