ભવિષ્ય પ્રત્યે જાગૃત રહો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેકને ભવિષ્યની ચિંતા રહેતી હોય છે. આવું થવું પણ જોઈએ, નહિંતર તમે નિશ્ચિંત બની જશો. ભવિષ્ય પ્રત્યે જાગૃત રહેવું અલગ વાત છે અને ચિંતિત રહેવું એકદમ અલગ સ્થિતિ છે. લોકો જ્યારે ભવિષ્ય અંગે વિચારે છે ત્યારે વર્તમાનથી બિલકૂલ કપાઈ જાય છે અને અહીંથી જ ગરબડ શરૂ થાય છે. ભવિષ્ય એટલે આવનારું વર્તમાન. હવે એ અજાણ્યા ભવિષ્ય માટે વર્તમાન ન બગાડવું જોઈએ, કેમ કે ભિવષ્ય તો આવવાનું જ છે.
તમે ઈચ્છો તો પણ તેને ઝડપથી લાવી શકતા નથી કે આવતું અટકાવી શકતા નથી. આપણાં હાથમાં જે કેટલીક ક્ષણ છે તેને જ વર્તમાન કહીએ છીએ. તેનો સમયગાળો સૌથી ઓછો હોવાને કારણે આપણએ તેના પ્રત્યે વધુ પડતું જાગૃત રહેવું જોઈએ. સ્મૃતિઓ અને ચિંતનનો ભાર વર્તમાન બગાડે છે. આથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય પ્રત્યે એક ચોક્કસ સમજ પેદા કરવી પડશે. તેમાં જ શાંતિનું સૂત્ર સમાયેલું છે.
પં. વિજયશંકર મહેતા