ગતિ સાથે જરૂરી છે ધ્યાનનું સંતુલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ સમય અત્યંત ગતિશીલ રહેવાનો છે. કોઈપણ વ્યક્તિ ધીરે ચાલવા માગતું નથી, દરેક જણ ઉતાવળમાં છે. જો કશું મેળવવું હશે તો ચાલ ઝડપી રાખવી પડશે, પણ ઉતાવળ જીવન માટે મોંઘી સાબિત થઈ શકે છે. આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારજો કે આ ઉતાવળ કામકાજને લીધે છે કે પછી આંતરિક બેચેનીને કારણે. બન્નેમાં ફરક છે. જો તમે લક્ષ્યના કારણે ગતિમાં છો અને લાંબા સમય સુધી આવા જ રહેશો તો તનાવ અને બેચેની આવી જશે.
કેટલાક સમય પછી તમારી ગતિ તનાવનું કારણ બની જશે. સમજદાર લોકો પોતાની ઝડપ અને ધીરજનું સંતુલન સાધી લે છે. જો બેચેની સાથે ઉતાવળ કરશો તો ધ્યાન ફંટાઈ જશે. પણ જો ધ્યાનની સાથે ગતિ જાળવશો તો જે પણ ઈચ્છશો એ કરી શકશો. આપણા જીવનમાં ગતિ કે ચાલનો ત્રણ રીતે સંબંધ છે. એક, પગપાળા ચાલવું, બીજું, કોઈ સાધન પર બેસીને ગતિ કરવી અને ત્રીજું છે મનની ગતિ. આ ત્રણેનો પરસ્પર યોગ્ય સંબંધ બનાવો.

પં. વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com